વેસ્ટઇન્ડિઝની ૧૧૪ રનની મહત્વની લીડ નીચે ઇંગ્લેડ દબાઇ જશે
લોક ડાઉન બાદ ઇંગ્લેન્ડની ધરતી પર સાઉથમ્ટન ખાતે રમતા પ્રથમ ક્રિકેટ ટેસ્ટ મેચના ચોથા દિવસની ત્રીજા દિવસના રમતના અંતે વેસ્ટઇન્ડિઝ બેટીંગ અને બોલીંગમાં છવાય જતા દબદબો રહ્યો છે. બંને ટીમના પહેલા દાવના અંતે વેસ્ટઇન્ડિની ટીમે મહત્વની કહી શકાય તેવી ૧૧૪ રનની લીડ મેળવી લેતા ઇંગ્લેન્ડ માટે પહેલો ટેસ્ટ મેચ જીતવો અતિ મુશ્કેલ બન્યો છે.
પ્રથમ ટેસ્ટ મેચમાં ટોસ જીત ઇંગ્લેન્ડે પ્રથમ બેટીંગ કરવાનો નિર્ણય લીધો હતો. વેસ્ટઇન્ડિઝના ફાસ્ટ બોલર જેશન હોલ્ડલ અને શેનોન ગેબ્રીયલે ઘાતક સ્પેલ નાખી તરખાટ મચાવી દીધો હતો. યજમાન ઇંગ્લેન્ડની ટીમને ૨૦૪ રનમાં પેલેવેલીન ભેગી કરી દીધી હતી. જવાબમાં વેસ્ટઇન્ડિઝ તેની પ્રથમ ઇનીંગમાં ૩૧૮ રનનો સ્કોર કરી ૧૧૪ રનની લીડ હાસલ કરી હતી. જેને પડકારવા ઇગ્લેન્ડે બીજી ઇનીંગમાં વિના વિકેટે ૧૫ રન નોંધાવ્યા હતા. પ્રથમ ટેસ્ટ મેચમાં હજી બે દિવસનો સમય બાકી રહ્યો છે. ત્યારે ઇગ્લેન્ડ માટે આ ટેસ્ટ મેચ જીતવો અત્યંત મુશ્કેલ અને કપરો બની ગયો છે.
બાકી રહેતા બે દિવસમાં જો ઇંગ્લેન્ડ ટેસ્ટ મેચ જીતવા માટે ઘણો સંઘર્ષ કરવો પડે તેમ છે. મેચના ચોથા દિવસે વધુને વધુ રન ખડકી લીડ ઉતારી વેસ્ટઇન્ડિઝને રન ચેઇઝ કરવા જંગી જુમલો ખડકે તો જ ઇંગ્લેન્ડ પ્રથમ ટેસ્ટ મેચ બચાવી શકે તેમ છે પરંતુ મેચના અંતિમ બે દિવસ રમત જોતા તે શકય નથી પ્રથમ ટેસ્ટ મેચ વેસ્ટઇન્ડિઝ જીતે અથવા તો મેચ ડ્રો થઇ શકે તેમ જણાય રહ્યું છે.