ભારતના અર્થતંત્રને પાંચ ટ્રીલિયન અમેરિકન ડોલર મુકદ આપવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે ત્યારે દેશના તમામ પ્રકારના આર્થિક પાસાઓ નું માત્ર વિહંગાવલોકન નહીં પરંતુ સંપૂર્ણપણે સમીક્ષા થવી જોઈએ અને દરેક આર્થિક પાસાઓ ઉપર પૂરતું ધ્યાન આપવું જોઈએ અર્થતંત્રના આધાર સ્તંભ તરીકે કૃષિ ઉદ્યોગ અને બેંકિંગ ક્ષેત્ર નું સંપૂર્ણપણે જતન થવું જોઈએ, ભારતની વિશાળ જનસંખ્યા અને અર્થ વ્યવસ્થામાં બેંકિંગ ક્ષેત્ર કરોડરજજૂ સમાન હોય તેની તંદુરસ્તી પણ અનિવાર્ય છે બેંકિંગ ક્ષેત્ર સામેના પડકારોમાં સૌથી મોટી સમસ્યા બેડલોન અને એના પી એની વધતી જતી વ્યાપકતા ગણી શકાય, બેંક અને ખાસ કરીને સહકારી ક્ષેત્રમાં વારંવાર લોન માફી અને વ્યાજ માફી ના લેવાતા નિર્ણયો ઘાતક પુરવાર થતા હોય છે તાજેતરમાં ગયા વર્ષે સમગ્ર વિશ્વ સામે આવી પડેલી કોરોના મહામારી ની સમસ્યા માં તમામ પ્રકારના ધંધા-રોજગારને આર્થિક પ્રવૃત્તિઓ થઈ જવા પામી હતી આ સમયગાળાને વૈશ્વિક ધોરણે”મોરેટો રિયમ” પિરિયડ ગણવામાં આવ્યું છે.
આ સમયગાળા દરમિયાન લીધેલી લોન ના હપ્તા અને ચડાત વ્યાજ માફ કરવાનો મુદ્દો સરકાર માટે પડકાર જનક બન્યો હતો અને ન્યાયતંત્રને દરમિયાનગીરી ફરજ પડી હતી તેવા સંજોગોમાં સુપ્રીમ કોર્ટે ગઈકાલે આપેલા એક ચુકાદામાં લોનનો વ્યાજ માફ કરવાની માગણીને હરગીઝ ઉચી ત ન ગણવાનું જણાવીને આ સમયગાળા દરમિયાન લીધેલી લોન ના વ્યાજ માફી નો મુદ્દો અસ્વીકાર્ય ગણાવીનેે કહ્યું હતું કે જો આ સમયગાળાનું વ્યાજ માફ કરવામાં આવે તો બેંકિંગ ક્ષેત્ર પરલાખો કરોડનો બોજો પડી જાય જે બેંક ક્ષેત્ર માટે મરણતોલ સિદ્ધ થાય હા નાણાકીય સંસ્થાઓ ને યોગ્ય ઋણ લેવાનો અધિકાર છે પણ વધારાના પૈસા ન લઈ શકે જો વ્યાજનું વ્યાજ કે ચક્રરવૃદ્ધિ વ્યાજ વસૂૂલ કર્યું હોય તો તે પાછું આપવું પડે પરંતુ આ સમયગાળા દરમિયાન ચૂકવવાપાત્ર્ર વ્યાજ માફ કરવા માટેે બેંકોને દબાણ કરી શકાય નહીં ન્યાયતંત્ર બેન્કિંગ ક્ષેત્રના હિતને અવગણના પાત્ર ગણાવીને બેન્કિંગ ક્ષેત્રની સુરક્ષાા ની કરલી હિમાયત આવકાર્ય ગણાય.વ્યાજ માફી જેવા ઉદારતા ભર્યા નિર્ણય થી બેંકિંગ ક્ષેત્ર અને જોખમમાં ન મૂકી શકાય તેવા ન્યાયતંત્રના અભિગમ નું સન્માન થવું જોઈએ અને લીધેલી લોન નિષ્ઠાપૂર્વક ભરવાની વ્યાપક સામાજિક જાગૃિતિ ઊભી કરવિ જોઈએ.