૧૨ જાન્યુઆરીએ સુપ્રીમ કોર્ટના ચાર વરીષ્ઠજજોની આક્ષેપ બાજી પર આખરે સીજેઆઈ દિપક મિશ્રાએ મૌન તોડયું

ગઈકાલે યોજાયેલા સ્વતંત્રતા દિવસ સમારોહના કાર્યક્રમમાં સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ દિપક મિશ્રાએ કહ્યું કે, કોર્ટની સીસ્ટમ તોડવી સહેલી છે. પરંતુ અસરકારક કામગીરી કરવી ખૂબજ અઘરી છે. કોઈ પણ સંસ્થાએ આગળ વધવા માટે સકારાત્મક વિચારધારાની સાથે રચનાત્મક પગલાઓ ભરવાની આવશ્યકતા હોય છે. તર્કસંગતતા પરિપકવતા, જિમ્મેદારી અને ધૈર્યની સાથે ઠોસ સુધારાની પણ જરૂરત હોય છે. અને આ પરિબળોની હાજરીમાં કોઈ પણ સંસ્થા નવી ઉંચાઈઓ પર પહોચી શકે છે.

કોઈપણ સંસ્થાની કે સિસ્ટમની આલોચના કરવી અથવા તેને નષ્ટ કરવાની કોશીષ કરવી સરળ છે. પરંતુ સંસ્તાને પોતાની આકાંક્ષાઓથી દૂર રાખી આગળ વધવું મુશ્કેલ કામ છેતેમ જણાવી સીજેઆઈ મિશ્રાએ સુપ્રીમ કોર્ટના ક્રિયાપાલકો પર પોતાનું મૌન પણ તોડયું હતુ.

જણાવી દઈએ કે ૧૨ જાન્યુઆરી ૨૦૧૮ના રોજ સુપ્રીમ કોર્ટના ચાર વરીષ્ઠ જજો ચેલમેશ્ર્વર, રંજન ગોગોઈ, મદન લોકુર અને કુરીયન જોસેફ મીડીયા સમક્ષ સુપ્રીમ કોર્ટનાં કામકાજ પર સવાલ ઉઠાવી કોર્ટમાં કંઈક જ બરાબર ચાલી નથી રહ્યું તેમ જણાવ્યું હતુ અને સીજેઆઈ દિપક મિશ્રા વિરૂધ્ધ નિવેદનો આપ્યા હતા.

ચીફ જસ્ટીશ પછીના બીજા સૌથી વરીષ્ઠ જજ ચેલમેશ્ર્વરે કહ્યું હતુ કે સુપ્રીમમાં જજોની કમી સહિતના પ્રશ્ર્નોને લઈ સીજેઆઈ મિશ્રાને રજૂઆત કરાઈ છે.પરંતુ તેઓએ આ બાબતે ધ્યાન આપ્યું નથી અને ન્યાયાલય વ્યવસ્થામાં કેસોને તેની યોગ્યતા અનુસાન ડીલ કરાતા નથી.

૧૨ જાન્યુઆરીએ ચાર જજોની આક્ષેપબાજી પર આજ સુધી સીજેઆઈએ કંઈ નિવેદન આપ્યા નથી પરંતુ ગઈકાલે સીજેઆઈએ પોતાનું મૌન તોડી જણાવ્યું હતુ કે, કોઈપણ સીસ્ટમને તોડવી સહેલી છે. પરંતુ અસરકારક કામગીરી કરવી અધરી હોય છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.