હિતેશ રાવલ – સાબરકાંઠા

સમગ્ર ઉત્તર ગુજરાતના મીની કાશ્મીર તરીકે ઓળખાતા પોલો ફોરેસ્ટમાં સાબરકાંઠા જિલ્લા કલેકટર દ્વારા લગાવાયેલા પ્રતિબંધના પગલે મોટી સંખ્યામાં આવી રહેલા પ્રવાસીઓ અટવાયા છે જેના પગલે સહેલાણીઓમાં રોષ પ્રગટ કર્યો છે જોકે હજી સુધી વહીવટી તંત્ર દ્વારા આ મામલે ચોક્કસ નિર્ણય ન લેવાતા આગામી સમયમાં પોલો ફોરેસ્ટ માં આવનારા પ્રવાસીઓની સંખ્યા પણ ઘટી શકે તેમ છે.

કોરોના મહામારી બાદ હાલના તબક્કે મોટાભાગના પ્રવાસીઓ તેમજ સહેલાણીઓ કુદરતી સૌંદર્યની મજા માણવા વિવિધ જગ્યાઓ ઉપર ઉમટી રહ્યા છે ત્યારે ઉત્તર ગુજરાત નું કાશ્મીર ગણાતા પોલો ફોરેસ્ટ માં ખૂબ મોટી સંખ્યામાં પ્રવાસીઓ પોલો ફોરેસ્ટ આવી રહ્યા છે જોકે સાબરકાંઠા જિલ્લા કલેકટર દ્વારા આગામી 23 ઓગસ્ટ સુધી ફોરવિહલર વાહનોને પ્રતિબંધિત કરાતા રાજસ્થાન સહિત સમગ્ર ગુજરાતથી આવી રહેલા સહેલાણીઓ અટવાઈ ચૂક્યા છે એક તરફ પોલો ફોરેસ્ટ ને પ્રવાસનધામ અંતર્ગત વિશેષ સહાય સહયોગ કરી વિકસિત કરવાની સરકારની નેમ છે તો બીજી તરફ વહીવટી તંત્ર દ્વારા વાતાવરણ સહિત પોલો ફોરેસ્ટની જગ્યા ઉપર મોટા વાહનો પર પોલ્યુશન ફ્રી ઇકો ટુરીઝમ અંતર્ગત પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે જેના પગલે સમગ્ર ગુજરાતમાંથી આવી રહેલા પ્રવાસીઓ તેમજ સહેલાણીઓ માટે ભારે સમસ્યા સર્જાઈ છે નાના બાળકો તેમજ પરિવાર સાથે પોલો ફોરેસ્ટમાં આવતા પ્રવાસીઓ ને કોઈપણ પ્રકારની આવન-જાવન ની સુવિધા ન મળતાં વહીવટી તંત્ર પ્રત્યે રોષ વ્યક્ત કરી રહ્યા છે

Screenshot 10 5

જોકે સૌથી મોટી વાત એ છે કે પોલો ફોરેસ્ટ અને પ્રવાસન ધામ વિકસાવાયા બાદ વહિવટી તંત્ર દ્વારા લાખો રૂપિયાની મદદ પણ કરવામાં આવી છે તેમ જ સ્થાનિક વિસ્તારમાં રોજગારી માટે પણ વિશેષ પ્રયાસ કરાયો છે જે અંતર્ગત આસપાસના લોકો માટે વિશેષ સહાય પણ કરવામાં આવી હતી પરંતુ હાલના તબક્કે મારે નથી સાબરકાંઠા જિલ્લા વહીવટી પ્રશાસન દ્વારા ઈકો ટુરિઝમ અંતર્ગત મોટા વાહનો ઉપર પ્રતિબંધ ફરમાવાયો આના પગલે હવે અન્ય જિલ્લાઓમાંથી આવનારા પ્રવાસીઓની સંખ્યા પણ ઘટી શકે તેવી સમસ્યા સર્જાઈ છે એક તરફ ગુજરાતને પ્રવાસન વિભાગ તરફથી વિશેષ સહાય આપવાની વાતો છે તો બીજી તરફ હજારોની સંખ્યામાં આવી રહેલા પ્રવાસીઓ માટે કોઈપણ પ્રકારની વિશેષ સુવિધા ન મળતા આગામી સમયમાં પ્રવાસીઓ ગુજરાતના એકમાત્ર પ્રો વેડિંગ તેમજ કાશ્મીર ની ઉપમા પામી ચૂકેલા પોળો ફોરેસ્ટ થી દુર થાય તેવી સમસ્યા સર્જાઈ છે જોકે સાબરકાંઠા વહીવટી પ્રશાસન તંત્ર દ્વારા લાગુ પડેલા મોટા વાહનો પરના પ્રતિબંધને પગલે સ્થાનિક વહીવટી કર્મચારીઓ પણ બેબસ બન્યા હોય તેમ જણાઈ રહ્યું છે.

એક તરફ કોરોના મહામારી ને પગલે ત્રીજી લહેરનો ભય ફાવટ છે તેવા સમયે સાબરકાંઠાના પોરો ફોરેસ્ટમાં હજારોની સંખ્યામાં પ્રવાસી તેમજ સહેલાણીઓ જોવા મળ્યા છે તો બીજી તરફ સાબરકાંઠા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મોટા વાહનો પર કરાયેલા પ્રતિબંધ ને પગલે આગામી સમયમાં ચોક્કસ નિર્ણય નહીં લેવાય તો સ્થાનિક કક્ષાએ પણ વિરોધનો વંટોળ સર્જાઈ શકે તેમ છે ત્યારે જોવું એ રહે છે કે આ મામલે વહીવટીતંત્ર દ્વારા કેવા અને કેટલા પગલા લેવાય છે

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.