- દીકરી તો પારકી થાપણ કહેવાય
- પત્ની અન્ય સ્થળે રહેવા લાગી તેમ છતાં તેના પરિજનો પતિના ઘરે જ રહેતા’તા: વડી અદાલતે ક્રૂરતા ગણી છૂટાછેડા મંજુર કર્યા
કલકત્તા હાઇકોર્ટે 19 ડિસેમ્બરે એક મહત્વપૂર્ણ અવલોકન કર્યું છે. અદાલતે ક્રૂરતાના આધારે પતિ દ્વારા કરવામાં આવેલી છૂટાછેડાની અરજીને મંજૂરી આપતા જણાવ્યું હતું કે પરિણીત સ્ત્રીના મિત્રો,પરિવારજનો લાંબા સમય સુધી પતિની ઇચ્છા વિરુદ્ધ તેના ઘરે રહે છે તે ક્રૂરતા સમાન છે.
અદાલતે નોંધ્યું હતું કે, સ્ત્રી દ્વારા પતિની ઇચ્છા વિરુદ્ધ તેના નિવાસસ્થાને તેના મિત્રો, પરિવારજનો લાંબો સમય સુધી રહે, પત્નીની ગેરહાજરીમાં પણ સંબંધીઓ પતિના નિવાસસ્થાને રહે તો આ બાબતને ચોક્કસપણે ક્રૂરતા તરીકે ગણી શકાય છે કારણ કે તેનાથી અપીલકર્તાને જીવન અશક્ય બની ગયું ગણાય જે ક્રૂરતાના વ્યાપક દાયરામાં આવશે.
સમગ્ર મામલાની જો વાત કરવામાં આવે તો લગ્નના ત્રણ વર્ષ પછી પતિ દ્વારા 2008માં છૂટાછેડાની અરજી દાખલ કરવામાં આવી હતી. તેમના લગ્ન પશ્ચિમ બંગાળના નવદ્વીપમાં થયા અને 2006માં કોલાઘાટ ગયા જ્યાં પતિ કામ કરતો હતો. 2008માં, પત્ની કોલકાતાના નારકેલડાંગામાં રહેવા ગઈ અને દાવો કર્યો કે તે તેના માટે વધુ અનુકૂળ હતું કારણ કે તે સ્થળ સિયાલદાહ ખાતેના તેના કાર્યસ્થળની નજીક હતું. પરંતુ પૂછપરછ દરમિયાન, તેણીએ દાવો કર્યો કે તે લાચારીને કારણે ત્યાંથી નીકળી ગઈ છે.
જોકે, 2008માં પત્ની પતિના કોલાઘાટ ઘરમાંથી નીકળી ગયા પછી પણ તેનો પરિવાર અને એક મિત્ર ત્યાં જ રહેતા હતા. પાછળથી પત્ની 2016માં ઉત્તરપારામાં રહેવા ગઈ. પતિએ ક્રૂરતાનો દાવો કર્યો કે તેઓ અલગ રહેતા હતા અને આરોપ લગાવ્યો કે તેણીને લગ્ન સંબંધમાં કે સંતાન પ્રાપ્તિની ઈચ્છા પણ ધરાવતી નથી. ત્યારે હાઇકોર્ટએ તમામ બાબતોને ક્રૂરતા ગણી છૂટાછેડા મંજુર કર્યા હતા.