પ્રથમ કસોટી નહીં આપી હોય તેમની કસોટી લીધા બાદ જ પરિણામો જાહેર કરાશે: આંતરિક મૂલ્યાંકન માટે પણ આ જ નિયમો લાગુ પડશે
કોરોનાની મહામારીનો કારણે રાજ્ય સરકાર દ્વારા ચાલુ વર્ષે પણ ધોરણ 1 થી 9 અને 11ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જો કે તાજેતરમાં જ માસ પ્રમોશન અંગે પરિણામો ત્યાર કરવા અંગે બોર્ડ દ્વારા પરિપત્ર જાહેર કરી દેવામાં આવ્યો હતો. ગઈકાલે બોર્ડ દ્વારા ફરીથી ધોરણ 9 અને 11 ના પરિણામ ને લઈ કેટલીક સપષ્ટા સાથેનો પરિપત્ર જાહેર કરાયો છે. જેમાં જણાવ્યા મુજબ ધોરણ 9 અને 11ના વિદ્યાર્થીઓએ પ્રમોશન લેવું હશે તો પ્રથમ કસોટી આપવાની ફરજીયાત રહેશે.
જો કે રાજ્યમાં ધોરણ 9 અને 11ના વિદ્યાર્થીઓની પ્રથમ કસોટી લેવાઈ ચુકી છે. પરંતુ જે વિદ્યાર્થીઓએ પ્રથમ કસોટી આપી નથી તેમના પરિણામ પ્રથમ કસોટી લેવાયા બાદ જ ત્યાર થશે. જે કોઈ વિદ્યાર્થીઓ પ્રથમ કસોટી આપવા ત્યાર નહી થાય તો તેવા વિદ્યાર્થીઓના પરિણામમાં એવો ઉલ્લેખ કરવામાં આવશે કે આ વિદ્યાર્થીઓ માસ પ્રમોશન લેવા ત્યાર નથી.
શિક્ષણ બોર્ડ દ્વારા ત્યાર કરવામાં આવેલી સપષ્ટા મુજબ ધોરણ 9 અને 11માં 50 ગુણની પ્રથમ કસોટી ના આપ્યું હોય તેવા વિદ્યાર્થીઓને પરિણામ અટકાવી તેમની ફરીથી પ્રથમ કસોટી લેવાની રહેશે અને ત્યારબાદ જ આવા વિદ્યાર્થીઓના પરીણામ જાહેર કરવાના રહેશે. આ ઊપરાંત સામાયિક કસોટી ના આપી હોય તેવા વિદ્યાર્થીઓની પૂન:સામાયિક કસોટી લીધા બાદ જ પરિણામ જાહેર કરવાનું નકકી કરવામાં આવ્યું છે.
આ જ રીતે આંતરિક મૂલ્યાંકન માટે પણ નિયમો લાગુ પડશે. સમગ્ર વર્ષ દરમિયાન ઓનલાઇન શિક્ષણ ન કરનાર તેમજ કોઈપણ કસોટી ના આપી હોય તેવા વિદ્યાર્થીઓને પણ પ્રથમ કસોટી ફરીથી લેવાનું નક્કી કરવામાં આવ્યું છે. પરંતુ જો કોઈ વિદ્યાર્થી પ્રથમ કસોટી ન આપવા માંગતો હોય તેવા વિદ્યાર્થીઓને માસ પ્રમોશનનો લાભ મળશે નહીં.
આ જ રીતે કોઈ વિદ્યાર્થીએ પ્રથમ કસોટી આપી હોય પરંતુ માસ પ્રમોશનનો લાભ લેવા માંગતો ન હોય તેમના પરિણામમા પણ માસ પ્રમોશનનો લાભ લેવા માંગતા નથી તેમ દર્શાવવાનું રહેશે.
આચાર્ય-ક્લાર્કએ વેકેશન દરમિયાન પણ સ્કૂલમાં હાજરી આપવી પડશે
શાળાઓના નોન વેકેશનલ સ્ટાફને લઈ શિક્ષણ બોર્ડ સપષ્ટા કરી જણાવ્યું છે કે, આચાર્ય-ક્લાર્ક અને સેવકે વેકેશન મળવા પાત્ર ન હોવાથી તેમને શાળામાં હાજરી આપવા આદેશ કરાયો છે. આમ જે કર્મચારીઓને વેકેશન મળવા પાત્ર નથી તેમને સ્કૂલમાં હાજર રહેવા માટે જણાવ્યું છે. રાજ્યમાં ઉનાળું વેકેશન સહિતના મુદ્દે ગુંચવણો સર્જાતા શિક્ષણ વિભાગ દ્વારા પરિપત્ર જાહેર કર્યો હતો.