આધાર સાથે લીંક ન થયેલા પાન ઈનવેલીડ થઈ જશે
જો તમે એમ માનતા હોવ કે તમારી આવક કર પાત્ર નથી અને ટેકસ રીટર્ન ભરતા નથી માટે પાન સાથે આધાર જોડવાની જરૂર નથી તો તમે ખોટુ સમજયા છે! તમારી આવક કર પાત્ર હોય કે ન હોય પાન સાથે આધાર જોડવું ફરજીયાત છે. નહિંતર પાન ઈનવેલીડ થઈ જશે.
વડી અદાલતના ચૂકાદાથી જેમની પાસે પાન છે. પરંતુ આધાર નથી તેઓને રાહત છે. પરંતુ જેઓની પાસે પાન અને આધાર બંને છે તેઓને તો લીંકઅપ કરવું ફરજીયાત છે. કર પણ આવક હોય કે નહોય બંને જોડવા ઈન્કમટેકસની કલમ ૧૩૯એ હેઠળ ફરજીયાત છે.
દેશમાં અનેક લોકો એવા છે જેઓ કર પાત્ર આવક ધરાવતા નથી. અથવા ઈન્કમટેકસ રીટર્ન ભરતા નથી. જેમાંથી ધણા લોકો પાન અને આધારને લીંક કરવાનો સરકારનો આદેશ ગંભીરતાથી લઈ રહ્યો નથી. પરિણામે આવા લોકોના પાન ઈનવેલીડ થઈ જશે.