swiggy અને zomatoને પરિવહન કરવા સબબ ફુડ લાયસન્સની નોટિસ ફટકારી છે. ઉનાળાની ઋતુમાં રોગચાળો અટકાવવા માટે મનપાના આરોગ્ય વિભાગે ઝુંબેશ હાથ ધરી છે. જે માટે ફુડ વિભાગે માર્કેટમાંથી મસાલાનાં 13 નમૂના અને ડેરીઓમાંથી પનીરના નમૂના લેવાયા હતા. આ સાથે 15 રેકડીમાંથી 7 કિલો અખાદ્ય જથ્થાનો નાશ કર્યો હતો. જે અંતર્ગત વિવિધ ખાદ્ય પદાર્થોનું પરિવહન કરતી સ્વીગી અને ઝોમેટોને નોટિસ અપાઇ છે.
મનપાના નાયબ આરોગ્ય અધિકારી ડો. પંકજ રાઠોડની સતાવાર યાદીમાં જણાવાયું છે કે ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ અન્વયે દરેક ખાદ્ય સામગ્રીનું ઉત્પાદન, સંગ્રહ, વેચાણ, પરિવહન કરનારે ફૂડ લાયસન્સ લેવું ફરજીયાત છે. નવા કાયદા મુજબ ખાદ્ય સામગ્રીનું માત્ર ટ્રાન્સપોર્ટેશન કરતાં ધંધાથીઓ પાસે પણ ફૂડ લાયસન્સ હોવું જરૂરી છે.
રાજકોટ શહેરમાં છેલ્લા 6 માસથી સ્વીગી અને ઝોમેટો કંપની દ્વારા ખાદ્ય સામગ્રીને ઘર સુધી પહોંચાડવાનો બિઝનેસ ચાલુ છે. જે અન્વયે સ્વીગી અને ઝોમેટો કંપની દ્વારા ખાદ્ય સામગ્રીના પરિવહન ટ્રાન્સપોર્ટેશન માટે ફૂડ લાયસન્સ લેવું ફરજીયાત છે અને તેઓને ફૂડ લાયસન્સ રજૂ કરવા માટે નોટિસ અપાઈ છે.