રાજકોટ, અમદાવાદ, વડોદરા અને સુરત સહિતના શહેરોમાં આગામી ૨ અઠવાડિયામાં પાણી કાપ ભોગવવો પડે તેવી પરિસ્થિતિ
રાજય ઉપર ભયંકર જળ સંકટ તોળાઈ રહ્યું છે. પરિણામે રાજકોટ, અમદાવાદ, સુરત અને વડોદરા સહિતના શહેરોમાં પાણી કાપના ભણકારા વાગી રહ્યાં છે. આગામી ૨ અઠવાડિયામાં જ મહાનગરપાલિકાઓ પાણી કાપ આપશે તે નિશ્ર્ચિત છે.
વિગતો મુજબ રાજકોટ મહાનગરપાલિકા ૫૦ એમએલડી પાણીનો કાપ આપી શકે તેવી પરિસ્થિતિ સર્જાઈ છે. તંત્રએ પાણી કાપ માટે તૈયારીઓ કરી નાખી છે. અગાઉ સિંચાઈ અને ઉદ્યોગોને પાણી ૧૫મી માર્ચી આપવાનું બંધ કરવાનો નિર્ણય લેવાયો હતો.
તાજેતરમાં જ ચીફ સેક્રેટરી તા વોટર રીસોર્સના ટોચના અધિકારીઓ સો મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની બેઠકમાં તેમને જળ સંકટ અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા. અધિકારીઓએ મુખ્યમંત્રી સમક્ષ છ મહિના માટેનો પીવાના પાણી વિતરણનો પ્લાન રજૂ કર્યો હતો.
અમદાવાદ શહેરને નર્મદા અને કડાણા ડેમમાંી દરરોજ ૧૪૨૦ એમએલડી પાણી આપવામાં આવે છે. જેમાંથી ૨૦૦ એમએલડી કાપ મુકાય તેવી ધારણા છે. આ ઉપરાંત બરોડા અને રાજકોટમાં પણ અપાતા પાણીમાં ૫૦ એમએલડીનો કાપ મુકાઈ શકે છે. રાજયના ડેમ-નદીઓ તા તળાવોમાં પાણી ખૂબજ ઓછું છે.
આંકડા મુજબ ટોટલ સ્ટોરેજ કેપેસીટીનું માત્ર ૪૯.૮ ટકા પાણી જ રાજયમાં બચ્યું છે જે ગત વર્ષની સરખામણીએ ૧૩ ટકા ઓછુ છે.
છેલ્લા ઘણા સમયી વરસાદ ઓછો હોવા છતાં ચાલુ વર્ષ જેવું જળ સંકટ જોવાનો સમય આવ્યો નહોતો. અલબત આ વર્ષે વરસાદ સારો હોવા છતાં પાણીની તંગી જોવા મળી રહી છે.
રાજયના ૨૦૯ ડેમમાં પાણીનો જથો ખૂબજ ઓછો છે. સરકાર તમામને પુરતા પ્રમાણમાં પીવાનું પાણી મળી રહે તે હેતુી પાણી કાપ નાખવામાં આવશે તેવો દાવો કરવામાં આવ્યો છે.
જળ સંકટ ઘણા સમયી તોળાઈ રહ્યું હોવા છતાં તંત્ર રહી રહીને જાગ્યું છે. આગામી ૨ અઠવાડિયામાં જ રાજકોટ સહિતના શહેરોના નાગરિકોને પાણી કાપ સહન કરવો પડે તેવી સ્થિતિ સર્જાઈ છે.
રાજયમાં જળ સંકટ હોવાના કારણે સરકારે સિંચાઈ તેમજ ઉદ્યોગોને પાણી આપવાનું બંધ કરવાનો નિર્ણય લીધો છે. છતાં પણ તમામને પુરતુ પીવાનું પાણી મળી શકે તેવી શકયતા ઓછી જણાયરહી છે. પરિણામે હવે પીવાના પાણીનો કાપ આપવામાં આવે તેવી પરિસ્થિતિ જોવા મળી છે. આગામી સમયમાં સૌરાષ્ટ્રના પાટનગર સમા રાજકોટને પાણી કાપ ફરીી ભોગવવો પડશે તે વાત નિશ્ર્ચિત જેવી છે.