લગ્ન પ્રસંગમાં લોકો ખુશીના માહોલમાં એ ભૂલી જ જતા હોઈ છે કે ઘણી વસ્તુનો વેસ્ટ પણ થઈ રહ્યો છે ત્યારે રાજકોટ મહાનગર પાલિકા દ્વારા એક અનોખી પહેલ શરુ કરવામાં આવી છે જેમાં આજ રોજ “સ્વચ્છ સર્વેક્ષણ-૨૦૨૩” અન્વયે 3R (Reduce, Reuse and Recycle)  Initiatives અંગે બેન્કવેટ હોલ તથા વાડીના  સંચાલકોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

WhatsApp Image 2023 01 28 at 11.37.38 1

રાજકોટ મહાનગરપાલિકાની સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા તથા આરોગ્ય શાખા દ્વારા આજ રોજ શહેરના બેન્કવેટ હોલ અને વાડીના સંચાલકો તેમજ જુદા-જુદા પ્રસંગોમાં કેટરિંગ સર્વીસ આપતી એજન્સીઓને માર્ગદર્શન અંગે કેમ્પ યોજાયો આ કેમ્પમાં તેમને કાર્યક્રમમાં 3R પ્રિન્સીપલનું પાલન કરવું તેમ સમજાવવામાં આવ્યું હતું.

WhatsApp Image 2023 01 28 at 11.37.38 2

લગ્ન પ્રસંગમાં ઘણી એવી વસ્તુઓનો વપરાશ થતો હોય છે જે લગ્ન સમાપ્ત થયા બાદ કોઈ પણ રીતે કામ આવી શકે નહિ ત્યારે રાજકોટ મનપા દ્વારા વાડી માલિકો તથા બેન્કવેટ હોલ સંચાલકો અને લગ્નના આયોજકને નુકસાની ન થાય અને લગ્નમાં ખરીદેલી વસ્તુઓ ફરીથી વાપરી શકાય તે માટે રીયુઝેબલ કટલેરી તથા વાસણોનો ઉપયોગ કરવા માટેની જાણકારી આપવામાં આવી હતી. ઉપરાંત પ્રતિંબધીત પ્લાસ્ટીક અને ૨૦૦ ML કે તેથી નાની બોટલનો ઉપયોગ ન કરવા અંગેની સમજણ આપવામાં આવી હતી.

WhatsApp Image 2023 01 28 at 11.37.39

આ તકે ઉપસ્થિત તમામ એજન્સીઓ દ્વારા તેઓના તમામ કાર્યક્રમોમાં 3R પ્રિન્સીપલ મુજબ ઉત્પન્ન થતાં કચરાને રીયુઝ, રીસાઇકલ તેમજ રીડયુસ કરવામાં રાજકોટ મહાનગરપાલિકાને સહકાર આપશે તેવી બાહેધરી આપવામાં આવેલ છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.