• ઈમરજન્સી વખતે નરેન્દ્રભાઈ માત્ર 25 વર્ષના હતા છતા અપાર સંગઠન શકિતનો પરિચય કરાવ્યો હતો

ઈન્દીરા ગાંધીએ 25 જૂન 1975ન રોજ દેશમાં લાદેલી કટોકટી ભારતના ઈતિહાસ પર  સૌથી મોટી  કાળી ટીલ્લી સમન છે. લોકશાહીનું ગળુ દબાવી દેનારી આ ઘટનામાં ‘મીસા’ના કાયદા હેઠળ અનેક નેતાઓને જેલમાં ધકેલી દેવામાં આવ્યા હતા. ભારતીય નાગરિકોનાં   અધિકારીઓને કચડી નાખવામાં આવ્યા હતા કટોકટીના  સમયે  દેશના વર્તમાન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ઉંમર માત્ર 25 વર્ષની હતી. છતા તેઓએ  અભૂતપૂર્વ  સંગઠનાત્મક  શકિતનો પરિચય દેશવાસીઓને કરાવ્યો હતો.

કટોકટીના સમયે મોટાભાગના  સિનિયર  નેતાઓ જેલવાસ  વેઠી રહ્યા હતા જય પ્રકાશ નારાયણે રાષ્ટ્રીયસ્તરે રચેલી લોકસંઘર્ષ સમિતિના  ગુજરાતનાં   સેક્રેટરી તરીકેની જવાબદારી નરેન્દ્રભાઈ મોદીને સોંપવામાાં આવી હતી.

તેઓએ  ઈમરજન્સીના વિરોધમાં  સાહિત્ય છપાવવાની  અને તેનું  વિતરણ  કરવાની જવાબદારી સુપેરે નિભાવી હતી. સરકાર સામેનું આંદોલન સતત ધમધમતું  રહે તેના  માટે પણ મહત્વપૂર્ણ જવાબદારી વહન કરી હતી ગુજરાતમાં પણ મોટાભાગના નેતાની ધરપકડ કરી લેવામાં આવી હતી. માત્ર નરેન્દ્રભાઈ મોદી અને નાથાલાલ  ઝઘડા જેલની બહાર હતા  સંગઠનને  જીવંત  રાખવાની જવાબદારી તેઓએ પોતાના  માથે ઉપાડી લીધી અને એક 25 વર્ષના યુવાને અભૂતપૂર્વ સંગઠન શકિતનો  પરિચય કરાવ્યો હતો.

આ દિવસોમાં આરએસએસનાં મોટાભાગના   નેતાઓની ધરપકડ  કરી લેવામાં આવી હતી. દરમિયાન  કટોકટીના કાળા કાયદાને  નરેન્દ્રભાઈ જબ્બર લડત આપી હતી. પોલીસથી  બચવા માટે તેઓએ સરદારજી અને સાધુનો  વેશ ધારણ કરી   સતત ધરપકડથી બચતા રહ્યા હતા  અને આંદોલનને  સતત જીવંત રાખ્યું હતુ.

1976માં સપ્ટેમ્બર મહિનામાં એક દિવસ નરેન્દ્રભાઈ  સાધુનોવેશ ધારણ કરી જેલમાં પ્રવેશ્યા હતા. અને જેલમાં બંધ સંઘના આગેવાનો કાર્યકરો અને નેતાઓ સાથે  લગભગ એક કલાકથી વધુનો સમય વિતાવી આંદોલન આગળ કેમ ચલાવવું તેના અંગે ચર્ચાઓ કરી હતી. તેઓએ પઠાણનો  વેશ અને અગરબતી વેચતા ફેરીયાનો  વેશ પણ ધારણ કયો હર્તો.

તેઓએ પોતાની હોશીયારીથી અનેકવાર પોલીસને થાપ આપી હતી અને ધરપકડથી બચી  નીકળ્યા હતા તેઓ બે વષર્ષ સુધી પોલીસની  નજરથી બચતા રહ્યા હતા કટોકટી વેળાએ જાહેરસભાઓ કરી શકાતી નથી તમમ પ્રચાર માધ્યમો  પર પણ સેન્સરશીપ લાદી દેવામાં આવી હતી. આવામાં લોકોમાં જાગૃતી લાવવાનું એક માત્ર સાધન ઈમરજન્સી વિરૂધ્ધના સાહિત્યનું  વિતરણ કરવું હતુ. આ કામ નરેન્દ્રભાઈ ખૂબજ સરળતાથી  પાર પાડયું હતુ.

ગુજરાતમાં છપાતુ સાહિત્ય તેઓ રેલવે મારફત અન્ય રાજયો  જેવા કે બિહાર, ઉતરપ્રદેશ,  પ.બંગાળ, સહિતના  રાજયોમાં મોકલતા પણ હતા આ સાહિત્ય વિદેશના પત્રકારોના હાથમાં  પહોચે તે અંગેની તેઓ કાળજી લેતા હતા  બને તેટલા વધુ લોકો સુધી આવું સાહિત્ય  પહોચે તેવી તેઓને સ્પષ્ટ સુચના હતી.

જયાં લોકોની અવરજવર વધુ રહેતી હતી ત્યાં  તેઓ ચોપાનીયા ચોપાડી  દીધા હતા.

ગુજરાતની  મૂલાકાતે આવતા રાષ્ટ્રીય  નેતાઓ માટે રહેવાની  વ્યવસ્થા પણ તેઓએ  સારી રીતે  નિભાવી હતી. તેઓ તમામ નેતાઓને  અજ્ઞાત સ્થળે ઉતારા આપતા હતા અને દરેક વખતે નવેસરથી રણનીતિ  ઘડતા હતા. જેલમાં બંધ સંઘના  કાર્યકરોના  પરિવારો સાથે પણ તેઓ સતત સંપર્કમા રહેતા હતા તેઓને ટેકો આપવાનું કામ પણ તેમણે નિભાવ્યું હતુ. કટોકટીનો  વિરોધ કરવાના કામમાં સરદાર વલ્લભભાઈ પટેલની પુત્રી મણીબેન પટેલની ભૂમીકા પણ મહત્વપૂર્ણ રહી હતી.  તેઓને પણ નરેન્દ્રભાઈ મદદરૂપ થતા હતા.

કટોકટી વિશે એક પુસ્તક લખ્યું- સંઘર્ષમાં ગુજરાત

ઈન્દીરા ગાંધીએ દેશમાં લાદેલી કટોકટીનો  વિરોધ  કરવામાં તેમની સામે આંદોલન ચલાવવામાં  નરેન્દ્રભાઈ મોદીની ભૂમિકા મહત્વપૂર્ણ રહી હતી. કટોકટી ઉઠયા બાદ તેઓએ એક પુસ્તક લખ્યું હતુ. જેનું શિર્ષક હતુ ‘સંઘર્ષમાં ગુજરાત’ જેમાં કટોકટીના  વિરોધમાં  છેડાયેલા આંદોલનની તમામ વિગતો  પ્રગટ કરવામાંય આવી હતી.  1978ના રોજ ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી બાબૂભાઈ પટેલના હસ્તે આ પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતુ.

ભાવનગર જેલમાં  20 થી 22 દિવસ કારાવાસ ભોગવ્યો હતો

કટોકટીમાં નરેન્દ્ર મોદીએ ભાવનગરમાં કારાવાસ ભોગવેલો 197પમાં કટોકટી જાહેર થતા રાજકીય કેદી તરીકે ભાવનગર જેલમાં 70થી વધુ વિપક્ષના નેતાઓ પુરાયા હતા ભાવનગર જિલ્લાની મધ્યસ્થ જેલમાં રાજકીય કેદી તરીકે   નરેન્દ્ર મોદીએ ટૂંકા સમય માટે કારાવાસ ભોગવેલ છે. દેશભરમાં ઇ.સ.197પમાં 2પમી જૂનની મધ્યરાતે 12ના ટકોરે એટલે કે 26મી જૂનથી કટોકટી જાહેર થતા જેમાં મીસાના કાયદા નીચે વિપક્ષોને જેલમાં મોકલવાની કાર્યવાહી શરૂ થઈ હતી. આજથી 37 વર્ષ પૂર્વે ભારતમાં મુખ્ય શાસક પક્ષ કોંગ્રેસ સરકારે કટોકટી જાહેર કરતા અને આ સમયે દેશભરમાં રેલવેની હડતાળ પાડવામાં આવી હતી. આ હડતાળના અનુસંધાને ભાવનગર શહેરના હલુરીયા ચોકમાં જાહેર સભા યોજાઇ હતી અને જાહેર સભામાંથી જ પૂર્વ સંરક્ષણ મંત્રી જ્ર્યોજ ફર્નાન્ડીઝ, મધુલીમયે, તામિલનાડુ રાજ્યના ભૂતપૂર્વ ગર્વનર પ્રભુદાસ પટવારીની ધરપકડ કરીને જેલહવાલે કરાયા હતા. આ નેતાઓની સાથે જ રેલવે યુનિયનના અગ્રણી સી.કે. મેનન, ઉસ્માનખાન પઠાણ, કપિલ ચાવડા, સહિતનાને કારાવાસમાં ધકેલી દેવાયા હતા. 37 વર્ષ પહેલાના કટોકટીના સમયે કાળે ભુગર્ભમાં રહીને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની પ્રવૃત્તિ કરનાર  નરેન્દ્ર મોદી અને સ્વ.ભીખુભાઈ ભટ્ટને ઝડપી લેવા માટે અનેક સ્થળોએ દરોડા કરાયા હતા. પરંતુ વેશપલ્ટો કરીને ફરાર થનારા આ બન્ને આગેવાનો જ્યારે ઝડપાયા ત્યારે કટોકટી કાળનો અંત આવતો હતો.  નરેન્દ્રભાઈ મોદીએ ભાવનગરની જેલમાં 20થી22 દિવસ સુધી જ રાજકીય કેદી તરીકે કારાવાસ ભોગવેલ છે. કટોકટી કાળમાં મોરારજી દેસાઈને દિલ્હીની તિહાર જેલમાં લઈ જવાયા હતા. જો કે નરેન્દ્ર મોદી જ્યારે પકડાયા ત્યાર બાદ 22 દિવસ પછી કટોકટી ઉઠી જવા પામી હતી.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.