આપણે બધા જ જાણીએ છીએ કે મુલતાની માટી ચહેરા માટે ખૂબ જ લાભદાયી છે પરંતુ શું તમે જાણો છો કે મુલતાની માટી વાળ માટે પણ એટલી જ લાભદાયી છે ? જી હા મુલતાની માટી રફ વાળ થી લઈ ને ખરતા વાળની સમસ્યા અટકાવે છે.તો આપણે જાણીએ આજે મુલતાની માટી દ્વારા બનતું હેર માસ્ક
મુલતાની માટીને દહીં સાથે ઉપયોગ કરી શકો છો તેના માટે મુલતાની માટીમાં દહીં લીંબુનો રસ અને મધ ઉમેરી પેસ્ટ બનાવી શકો છો આ પેસ્ટ બનાવી તેને ૨૦ મિનિટ સુધી વાળમાં રાખી ત્યાર બાદ શેમ્પૂ કરી લો. અઠવાડિયામાં ૧-૨ વખત આ પેસ્ટનો ઉપયોગ કરો.
ખોડાની સમસ્યા દૂર કરવા :
ખોડાની સમસ્યા દૂર કરવા માટે ૬ ચમચી મેથીના દાણા ૪ ચમચી મુલતાની માટી અને ૧ ચમચી લીંબુનો રસ ઉમેરી મિક્સ કરી લો. ત્યારબાદ તેને ૩૦ મિનિટ સુધી વાળમાં રાખી ત્યાર બાદ શેમ્પૂ કરી લો.