મુખ્યમંત્રીએ વિધાર્થીઓ સાથે રાષ્ટ્રકથા શિબિરમાં રસપ્રદ સંવાદ કર્યો
૨૦મી રાષ્ટ્રકથા શિબિરમાં દેશનાં વિવિધ રાજયનાં ૧૫ હજારથી વધુ વિધાર્થીઓ રાષ્ટ્રભાવનાનાં પાઠ ભણી રહયા છે
પ્રાંસલા ખાતે વૈદિક મીશન ટ્રસ્ટ આયોજિત ૨૦મી રાષ્ટ્રકથા શિબિરનું ૧૩ જાન્યુઆરીનાં રોજ સમાપન થશે
રાજકોટ જિલ્લાના પ્રાંસલા ખાતે આપણો દેશ આજે સમગ્ર વિશ્વમાં સૌથી યુવાઓનો દેશ છે ત્યારે આપણા યુવાનોએ શિક્ષિતસાથે દિક્ષિત બનવું અનિવાર્ય છે તેમ માટે આપણા મહામાનવોનાં જીવનસંદેશને આત્મસાત કરવું જરૂરી છે તેમ રાજયનાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ઉપલેટા તાલુકાનાં પ્રાસંલા ખાતે વૈદિક મીશન ટ્રસ્ટ ધ્વારા આયોજિત ૨૦મી રાષ્ટ્રકથા શિબિરમાં ઉપસ્થિત ૧૫ હજારથી વધારે યુવા વિધાર્થીઓને સંબોધન કરતા જણાવ્યુ હતું. આ તકે રાષ્ટ્રવાદ એજ દરેક નાગરીકો માટે સાચો નાગરીક ધર્મ છે તેમ પણ તેમણે જણાવ્યુ હતું.
આ તકે મુખ્યમંત્રી ની સાથે વિવિધ રાજય માંથી આવેલ વિધાર્થીઓએ ખુબજ ઉત્સાહભેર પ્રશ્નો કરીને ખુબજ રસપ્રદ સંવાદ કર્યો હતો
પ્રાસંલા ખાતે હાલ ચાલી રહેલ ૨૦મી રાષ્ટ્રકથા શિબીરમાં દેશનાં વિવિધ રાજયનાં ૧૫ હજારથી વધુ વિધાર્થીઓ રાષ્ટ્રભાવનાનાં પાઠ ભણી રહયા છે.પ્રદેશ, ભાષા, પહેરવેશ અલગ-અલગ હોવા છતાં એકતાની ભાવના બાળકોમાં છલોછલ જોવા મળી
છતીસગઢથી આવેલ ભુપેન્દ્રકુમાર જણાવે છે કે, આ શિબિરમાં દેશનાં ટોચનાં વકતાઓએ ખૂબજ પ્રેરણાદાયી વકતવ્ય આપ્યા છે. દેશ માટે કંઇક કરી છૂટવાની પ્રેરણા મળી અમારી સ્કુલમાં જઇ અહિ આપવામાં આવતી અલગ અલગ ટ્રેનિંગની માહિતી આપી બીજાને પણ અહિયા આવવા પ્રેરીત કરીશ
આર્મિ પબ્લિક શાળા,નોયડાથી આવેલ નંદતા શર્માનાં પરિવારજનો આર્મિમાં છે જેથી તેનામાં રાષ્ટ્રભાવનાનો ઉત્સાહ છલોછલ જોવા મળયો આ શિબિરમાં ઉપસ્થિત રહેવાથીતેમની રાષ્ટ્રભિકત ઓર વધારો થયોનું તેમણે જણાવ્યુ હતું.ગુજરાતની બામરોટીયા હિરલ પ્રતિવર્ષ આ શિબિરમાં ભાગ લે છે આગળ જતા તે પોલીસ વિભાગમાં ભરતી થઇને દેશની સેવા કરવાની નેમ વ્યકતકરી હતી હિરલે અહી આપવામાં આવતી જુડો-કરાટેની તાલીમ ખુબજ ઉપયોગી હોવાનુંજણાવ્યુ હતું.
આ પ્રસંગે વૈદિક મીશન ટ્રસ્ટ પ્રાસંલનાં સ્વામી ધર્મબંધુજીએ સ્વાગત પ્રવચન કરતા રાષ્ટ્ર કથા શિબિરનો હેતુ અને સંસ્થાની વિવિધ પ્રવૃતિઓની વિસ્તૃત રૂપરેખા આપી હતી આ તકે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી તથા ઉપસ્થિત મહાનુભાવોનું સંસ્થાએઆ તકે ખુબજ ઉત્સાહભેર અદકેરૂ સન્માન કર્યુ હતું. કથામાં નિષ્ણાત વકતા સર્વ ઉતરપ્રદેશનાં પુર્વ પોલીસ મહાનિર્દેશક પ્રકાશસીંઘ, પુર્વ ભારતીય વહિવટી સેવાનાં ઉચ્ચ અધિકારી મિશ્રા, ભારતીય આર્મીનાં જનરલ હિમાલયસિંઘે પ્રેરણાદાયી વકત્વયો આપ્યા હતાં.આ તકે મુખ્યમંત્રી નાં હસ્તે બ્રિગેડીયર અજયસીંઘ, સી.આઇ.એફનાં રાજસર, સંજીવકુમાર સહિતઅન્ય વ્યકતિ વિશેષોનું શાલ ઓઢાડી સેવાકિય પ્રવૃતિનું સન્માન કરવામાં આવ્યુ હતું.
શિબિરમા તજજ્ઞ વકતાઓ, રેન્જ આઇ.જી. ડી.એન. પટેલ, કલેકટર ડો. વિક્રાંત પાંડે, જિલ્લા વિકાસ અધિકારી જી.ટી.પંડયા,અબતક દૈનિકનાં તંત્રી સતીષભાઇ મહેતા, જિલ્લા પોલીસ અધિક્ષક અંતરીપ સુદ, વિશાળ સંખ્યામાં વિધાર્થીઓ ઉપસ્થિત રહયા હતાં.
યુવા પેઢીને એકજ સંદેશ નેવર ગીવ અપ
હિમાલયસિંહએ જણાવ્યું હતુ કે અલગ અલગ સ્થળેથી આટલી બહોળી સંખ્યામાં જે લોકો આવ્યા છે તેમનો તેમજ સ્વામીજીનો હું આભારી છું કે રાષ્ટ્રીયતા માટે આટલા મોટા શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. હું યુવા પેઢીને કહેવા માગીશ ‘કે નેવર ગીવ અપ’ કયારેય રોકાશે નહીં. માતા-પિતાથી લઇને દેશના કામોમાં હંમેશા યોગદાન આપવું જોઇએ.
ગુરૂવારે કેન્દ્રીય ગૃહ પ્રધાન રાજનાથસિંહ પ્રાંસલામાં
આગામી ગુરૂવારના રોજ કેન્દ્રીય ગૃહપ્રધાન રાજનાથસિંહ દિલ્હી ખાતેથી હવાઈ માર્ગે સવારે ૧૧:૦૦ કલાકે રાજકોટ આવી પહોંચશે. ત્યારબાદ તેઓ હેલીકોપ્ટર મારફતે પ્રાંસલા જવા રવાના થશે. એક કલાકના રોકાણ બાદ તેઓ રાષ્ટ્રીય કથા શિબિરમાંથી વિદાય લઈ ફરી હેલીકોપ્ટર મારફતે રાજકોટ એરપોર્ટ પહોંચશે. બાદમાં તેઓ ફરી પ્લેન મારફતે દિલ્હી જવા રવાના થશે.
સેનાના પૂર્વ લેફટનન જનરલ રણધીર મહેતા સાથે ‘અબતક’ના મેનેજીંગ એડીટર સતીષકુમાર મહેતા તસવીરમાં નજરે પડે છે