જમ્યા બાદ પાન ખાવું એ પરંપરા છે. નાગરવેલના પાન ઘેરા અને આછા લીલા રંગમાં જોવા મળે છે ત્યારે તેનો સ્વાદ થોડો તીખો હોય છે એટલે તેમાં સોપારી, કાથો ચુનો, અને અન્ય ચીજો ભેગી કરી ખાવામાં આવે છે પરંતુ દરેક વસ્તુની જેમ નાગરવેલનાં પાનનાં પણ અનેક ફાયદાઓ છે તો આવો જોઇએ કે કેમ તેનો ઉપયોગ કરવો. નાગરવેલના પાનનું એક સારુ માઉથ વોશ પણ બનાવી શકાય છે જેના માટે એક વાસણમાં નાગરવેલમનાં પાનને સરખી રીતે ઉકાળો. અને એ પાણીને એક બોટલમાં સ્ટોર કરીને રાખો.
જમ્યા બાદ આ પાણીથી કોગળો કરીએ તો જમ્યા બાદ મોઢામાંથી આવતી વાંસ દૂર થાય છે. જો તમે ચહેરા પરનાં ખીલથી પરેશાન છો તો તાજા પાનને ક્રશ કરી તેનું જ્યુસ કાઢી લો. એ જ્યુસમાં હળદળ મિક્સ કરો. અને એ મિશ્રણને ફેસ પર લગાવો. જેનાથી મોઢા પરનાં દાધા, ખીલથી મુક્તિ આપશે.
તેના ઉકળેલાં પાણીથી મોઢું પણ ધોઇ શકાય છે. જો તમને ખરતા વાળની પરેશાની સતાવે છે તો નાગરવેલના પાનને પહેલાં પીસી લ્યો. અને નારિયેળનાં તેલમાં મિક્સ કરો. હવે આ તેલને વાળમાં લગાવો અને વાળનાં મૂળમાં લગાવો આ તેલ એક કલાક રાખી વાળને ધોઇ લ્યો. આ ઉ૫રાંત કાનમાં દુ:ખાવો હોય તો નાગરવેલનાં તેલમાં નારિયેલનું તેલ મિક્સ કરો અને તેના બે ટીપાં કાનમાં નાખો. આટલું કરવાથી કાનનાં દુ:ખાવામાં ઘણી રાહત થશે.