આમ તો અમીર લોકોની પાસે રુપિયાની કોઇ કમી નથી હોતી અને તેનાં એશો આરામની જીંદગી જીવવા માટે પાણીની જેમ રુપિયા વાપરાતા હોય છે એ વ્યાજબી છે કે મધ્યમવર્ગીય લોકો નાની નાની બચત કરી મહિનાનું બજેટ સાચવતા હોય છે પરંતુ આ પ્રકારનાં કરોડપતિઓ જો રુપિયા ખર્ચવામાં કંજૂસી કરતા હોય તો તે કેવા અમીર કંજૂસ કહેવાશે તેની વ્યાખ્યા હજુ સુધી મળી નથી. તો આવો જાણીએ તેવા જ અમીર કંજુસો વિશે
સૌથી પહેલું નામ આવે છે ફેસબુકના માલિક માર્ક ઝુકરબર્ગ જે પોતે ૩.૬ લાખ કરોડ રુપિયાનાં આધિપતિ છે તેણી કંજુસાઇ વિશે જાણીએ તો તે પોતે જીન્સ ટીશર્ટ જ પહેરે છે અને લગ્ન બાદ પત્નિને પ્રથમવાર મેક-ડીમાં લઇ ગયો હતો. અને પોતે જ પહેરે છે અને લગ્ન બાદ પત્નિને પ્રથમવાર મેક-ડીમાં લઇ ગયો હતો અને પોતે પણ સસ્તી ગાડી વાપરે છે. જેના દ્વારા તેની કંજુસાઇ કરવાની હદ સમજી શકીએ છીએ.
ત્યાર બાદ ઇંગ્લીશ બીઝનેશ મેન જોન કોર્ડવેલ જે ૧૬ હજાર કરોડ રુપિયાના માલિક છે તે કંજુસાઇ કરવામાં કોઇથી ઓછા ઉતરે તેમ નથી. જે પોતે ૧૪ કિ.મી. સાઇકલ લઇને ઓફીસ જતા હતા અને પોતાના વાળ પણ જાતે જ કાપતા હતા.
આ ઉપરાંત ૨.૬ લાખ કરોડ રુપિયાના માલિક એવા ઇંગ્વાર કૈપમર્ડ બસની જ મુસાફરી કરે છે સસ્તી દુકાનમાંથી જ કપડાની ખરીદી કરે છે તેમજ પ્લેનની મુસાફરી પણ ઇકોનોમી ક્લાસમાં કરે છે.
મેક્સીકોની સૌથી અમીર વ્યક્તિ કાર્લોસ હેતુ પાસે ૩.૪ લાખ કરોડની સંપતિ છે છતા તે જુની ગાડી વાપરે છે. ૪૦ વર્ષ જુના ઘરમાં રહે છે. તેમજ ક્યારેય બહારનું ખાવાનું નથી ખાતા અને હંમેશા પરિવાર સાથે જ જમવાનું રાખે છે.
અમાચિયો ઓર્ટેગા નામનાં આ અમિર વ્યક્તિ પાસે ૪.૯ લાખ કરોડ રુપિયા છે છતા પોતાની ઓફિસના કૈન્ટીનમાં જ જમે છે અને સાધારણ કપડાં જ પહેરે છે અને બચત કરવામાં પણ કોઇ કમી નથી રાખતા.
વોરેલ બફેટની પાસે ૪.૯ લાખ કરોડ રુપિયા હોવા છતા તે ૧૯૫૯થી એક જ ઘરમાં રહે છે. મોંઘી ગાડી નથી વાપરતા અને પોતાની ગાડી જાતે જ ચલાવે છે હદ તો ત્યારે થઇ કે આ યુગમાં પણ તે મોબાઇલ ફોન અને કોમ્પ્યુટર પોતાની પાસે નથી રાખતા
અજીમ પ્રેમજી ભારતમાં ખુબ પ્રચલિત નામ છે જેની પાસે ૮૦ હજાર કરોડની સંપતિ છે તે સેક્ધડ હેન્ડ ગાડી જ ચલાવે છે ક્યારેક તો ટેક્સીમાં જ જાય છે.