જે.એમ.જે. ગ્રુપે સમુહલગ્નમાં 101 દિકરીઓને હોંશભેર સાસરે વળાવી
સમાજનો કોઇપણ સામાન્ય પરિવાર ઘ્યેય તેને લગ્નના મોંધા ખર્ચ પોષાય તેમ નથી ત્યારે આવા પરિવારની દીકરીઓની સમુહલગ્નના માઘ્યમથી મદદરુપ થવું એવો રાજકોટના ઉઘોગપતિ અને સામાજીક યુવા અગ્રણી મયુરઘ્વજસિંહ એમ. જાડેજાનો શુભ સંકલ્પને અનુલક્ષી ને આજરોજ રાજકોટના આંગણે પારિજાત પાર્ટી પ્લોટ 1પ0 ફુટ રીંગ રોડ ખાતે સર્વજ્ઞાતિ સર્વધર્મ 101 દિકરીઓના સમુહલગ્નોત્સવ અને ક્ધયાદાનનું અનેરો ઉત્સવ ઉજવવામાં આવ્યો જેમાં દિકરીઓને કરિયાવર સાથેની શુભેચ્છા પણ મબલખ આપવામાં આવી છે. પાટીલે નવ દંપતિને સોના ચાંદીની ભેટ આપી હતી.
જે.એમ.જે ગ્રુપ રાજકોટ દ્વારા આયોજીત વ્હાલીના વધામણા ક્ધયાદાન સર્વ જ્ઞાતિના 101 દિરકીઓના સમુહલગ્નમાં ભાજપ પ્રદેશ
અઘ્યક્ષ સી.આર. પાટીલે હાજરી આપી ત્યારે સી.આર.પાટીલએ જણાવ્યું હતું કે સમુહલગ્નનું આયોજન કરવું અને આંગણી બતાવવી એ કોઇપણ કહે અથવા જયારે કોઇ સમક્ષ વ્યકિત સમુહલગ્નનું આયોજન કરે અને પોતે પણ તેમા જ લગ્ન કરે તે ખરેખર સારી બાબત છે.
દીકરીની સંખ્યા ઘટતી જાય છે ગર્ભ પરીક્ષણ કરવામાં આવે ત્યારે દીકરી હોવા પર પાપ કરવામાં આવે છે. આની પાછળનું કારણ દીકરીના લગ્ન સમયે ખર્ચની ચિંતા છે. આવી સ્થિતિ ન થાયે તે માટે સમુહલગ્નનું આયોજન કરવામાં આવે છે. દીકરીને પણ ચિંતા હોઇ છે કે ઘણી વાર મા-બાપ વ્યાજે પૈસા લઇ લગ્ન કરાવે છે. અને તે માટે દરેક સમુહલગ્ન કરવામાં આવી રહ્યા છે. સામાજીક ઉન્નતિનું ખુબ મોટું કામ છે.
આ લગ્નોત્સવમાં સર્વધર્મના 101 યુગલોએ પ્રભુતા પગલા માડયા હતા. સવારથી જાન આગમન અને સામૈયા તેમજ માનવતા મહેમાનોનું સન્માન અને સાક્ષી બનવા સમાજ શ્રેષ્ઠીઓ રાજકીય મહાનુભાવો સર્વ સમાજના રાજેસ્વી રત્નો, સંતો-મહંતો ઉચચ અધિકારીએ નારી રત્નો સહીતના મોધેરા મહેમાન ઉ5સ્થિત રહેશે. આ લગ્નોત્સવમાં જયમીન ઠાકર, વિજયભાઇ દેશાણી, બલભદ્રસિંહ ચુડાસમા, કિશોરસિંહ જેઠવા, વિનોદ બોખાણી, ધર્મેશ વૈઘ, જયેશ ઉપાઘ્યાય, મિલન કોઠારી, અને સેફાયર ઓલિસન્સ ટીમ સહ આયોજક તરીકે જોડાયા છે.
શિવ માનવ સેવા એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ રાજકોટની ટીમ દ્વારા સમુહલગ્ન સમારોહની વ્યવસ્થાની કામગીરી નો કાર્યભાર સંભાળ્યો હતો. જે.એમ. જે ગ્રુપ વર્ષોથી રિયલ એસ્ટેટ, સોલાર પાર્ક લોજી સ્ટિક વગેરે અનેક ક્ષેત્રે જોડાયેલું છે. જે.એમ.જે. ગ્રુપ આયોજીત 101 દિકરીઓના સમૂહ લગ્નના પાવન અવસરે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ ઉપરાંત રાજ્યસભાના સાંસદ રામભાઇ મોકરીયા, રાજકોટના સાંસદ મોહનભાઇ કુંડારીયા, શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ડો.ભરત બોઘરા, મેયર ડો.પ્રદિપ ડવ, ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ, લાખાભાઇ સાગઠીયા સહિતના વિવિધ ક્ષેત્રના આગેવાનો બહોળી સંખ્યામાં ઉ5સ્થિત રહ્યા હતા. ભાજપ પ્રદેશ અધ્યક્ષે સમૂહ લગ્નમાં સામેલ થવાને એક લ્હાવો ગણાવ્યો હતો અને આયોજક એવા જે.એમ.જે. ગ્રુપના ચેરમેન મયુરધ્વજસિંહને અભિનંદન પાઠવ્યા હતા.
સમાજને પ્રેરણારૂપી બને તેવા સમૂહ લગ્નોત્સવ યોજયા છે : મયુરધ્વજસિંહ જાડેજા
જે.એમ.જે ગ્રુપના ચેરમેન મયુરધ્વજસિંહ જાડેજાએ અબતક સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે સમૂહ લગ્નોત્સવ પાછળ એક મહિનાની દિવસ-રાત મહેનત કરી અમારા તમામ સભ્યોએ જહેમત ઉઠાવી છે.101 દિકરીઓ જ્યારે પ્રભુતામાં પગલા માંડી રહી છે.ત્યારે તેમની વ્યવસ્થા માં થોડી પણ કચાસ ન રહે તે માટે તમામ વ્યવસ્થાઓની ગોઠવણી કરવામાં આવી છે. પગથી માથા સુધીનો કરીયાવર કરવામાં આવ્યો છે.તેમજ અન્ય સમાજને આમાંથી પ્રેરણા મળે તેવા આ સમૂહલગ્નોત્સવ યોજાયા છે.
બહુજન હિતાય બહુજન સુખાય સૂત્રનું સાચું ઉદાહરણ છે આ સમુહ લગ્નોત્સવ : અખીલેશ્વરદાસજી મહારાજ
અખિલ ભારતીય સંત સમિતિના મહામંત્રી પૂજ્ય અખીલેશ્વરદાસજી મહારાજએ અબતક સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યુ હતુ કે,બહુજન હિતાય બહુજન સુખાય આ સૂત્રને મયુર જોશીએ પોતાના જીવનમાં ચરિતાર્થ કર્યું છે 101 દીકરીઓના સમૂહ લગ્ન કર્યા દીકરીઓના શિક્ષણ અને ધન્ય રહસ્યની ચિંતા કરી છે ભારતીય સંત તરીકે હું હૃદયપૂર્વક જે.એમ.જે ગ્રુપને અભિનંદન પાઠવું છું.
વસુધૈવ કુટુંબકમ્ની ભાવના પ્રજવલીત કરી સમાજને પ્રેરણારૂપ બન્યો જાડેજા પરિવાર:પરમાત્માનંદ સ્વામી
આર્ષ વિદ્યા મંદિર મુંજકાના પૂજ્ય પરમાત્માનંદ સ્વામીએ અબતક સાથેની ખાસ વાતચીમાં જણાવ્યું હતું કે,આયોજન ભાવનાને લીધે આટલું શ્રેષ્ઠ બન્યું છે. આ સમૂહ લગ્નથી એક પ્રેરણા મળે દંપતીઓ પોતાનું કુટુંબ સાચવે એવા કુટુંબને આશીર્વાદ આપીએ છીએ.તેમજ જાડેજા કુટુંબએ જે મા-બાપ વિહોણ પાંચ દિકરીઓને દત્તક લીધી છે.આવું કાર્ય સમાજને વસુધેવ કુટુંબકમની ભાવના પ્રજ્વલીત કરે એવી પ્રેરણા સમાજને મળે છે.
સમુહ લગ્નોત્સવના આયોજકને અભિનંદન પાઠવું છું:હર્ષબા જાડેજા
જામનગરના ડિસ્ટ્રિક્ટ પંચાયત ભવનના ચેરપર્સન હર્ષાબા જાડેજાએ અબતક સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે, સમૂહ લગ્નોત્સવ ના આયોજકોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું સમાજમાં આજે આવું સરસ મજાનું ભગીરથ કાર્ય કરવા પાછળ હોય છે સાથોસાથ 101 દીકરીઓના પરિવારની આ સમૂહ લગ્ન દ્વારા તેમની મોટી જવાબદારીને સરળ બનાવી આપી છે. આવા કાર્યો સમાજમાં થવા જરૂરી છે.અન્ય સમાજ માટે સમુહ લગ્નોત્સવ પ્રેરણારૂપ બન્યાં છે.
સમૂહ લગ્નોત્સવમાં શ્રેષ્ઠ વ્યવસ્થાઓ ગોઠવી છે : યુગલો
પ્રભુતામાં પગલા માંડયા યુગલોએ અબતક સાથેની ખાસ વાતચીમાં જણાવ્યુ હતુ કે, જય ગ્રુપ દ્વારા આયોજિત સમૂહ લગ્ન ની વ્યવસ્થાઓ ખુબ જ સરસ છે. અમારા જેવા પરિવારો માટે સમૂહ લગ્ન યોજી ખૂબી મોટી ભેટ આપી છે. હૃદયપૂર્વક જે.એમ.જે ગ્રૂપનો આભાર વ્યક્ત કરીએ છીએ.
અબતક ચેનલ પર બહોળી સંખ્યામાં લોકોએ લાઈવ સમૂહ લગ્નોત્સવ નિહાળ્યાં
જે.એમ.જે ગ્રુપ,રાજકોટ દ્વારા આયોજિત સર્વજ્ઞાતિની દીકરીઓના સમૂહ લગ્નોત્સવને અબતક ચેનલ પર મોટી સંખ્યામાં લોકોએ નિહાળ્યો હતો.સાથોસાથ અબતક મીડિયાના ડિજિટલ પ્લેટફોર્મ યુટ્યુબ અને ફેસબુક પર સમૂહ લગ્નોત્સવને વ્યુવર્સ દ્વારા જબ્બર પ્રતિસાદ મળ્યો હતો.