“લોકચાહના એ લાંબા સમયની એકધારી પ્રજાલક્ષી કામગીરીનું પરિણામ છે અને તે પણ આમજનતાની દ્રષ્ટિએ પડવી જરૂરી છે !
લોકચાહના પ્રાપ્ત કરવા નીકલા
અગાઉ જણાવ્યા પ્રમાણે ફોજદાર જયદેવે દામનગર પોલીસ સ્ટેશનમાં હાજર થઈ પહેલુ કામ જે કાયદો અને વ્યવસ્થા નો મોટો પ્રશ્નકોમી ઝઘડામાં રાત્રી કફર્યુ હતો તે ઉપાડી લીધો અને પછી કોઈ બનાવ બન્યો નહિ પરિસ્થિતિ થાળે પડી ગઈ.
આઝાદી પહેલા આજની માફક નજીક નજીક તાલુકા જીલ્લાની સરહદો નહતી છૂટોછ વાયા ગામો શહેરો અલગ અલગ રાજયોનાં રહેતા જેમકે અમરેલી શહેર દામનગર, કોડીનાર, ગાયકવાડ સ્ટેટના હતા તો લીલીયા રાજુલા ભાવનગર સ્ટેટના હતા તો જામનગરનાં દ્વારકા અને મહેસાણા પણ ગાયકવાડ શાસીત પ્રદેશો હતા. દામનગર જૂના સમયનાં ગાયકવાડ રાજયના કોઈ દામાજીરાવના નામની વ્યકિત ઉપરથી પાડેલુ નામ હતુ.
દામનગર આમ તો રેવન્યુ રાહે લાઠી તાલુકાનો જ હિસ્સો છે. પરંતુ રાજાશાહીથી પોલીસ મથક અને રેવન્યુ મથક હોઈ પોલીસ સ્ટેશનમાં દામનગર નગર પંચાયત સહિત ત્રીસેક ગામોનો સમાવેશ કરાયેલ છે. અને રેવન્યુખાતાએ એક નાયબ મામલતદારની નિમણુંક ચાલુ રાખી હતી. ગાયકવાડ રાજયના નિયમ મુજબ તમામ કચેરીઓ એક જ કંપાઉન્ડમાં જેમાં દરવાજામાંથી કંપાઉન્ડમાં દાખલ થતા સામે છે ડેરેવન્યુ કચેરીનું બેમાળનું મકાન, ડાબી બાજુ પોલીસ સ્ટેશનનું બે માળનુંમકાન અને જમણીબ જુ નગર પંચાયતનું બેમાળનું મકાન આવેલ છે.વચ્ચે મોટુ ફળીયું હતુ.
જુના સમયમાં ઘોળા જંકશનથી ઢસા જંકશન થઈમહુવા જતી મીટર ગેજ લાઈન ઉપર દામનગરનું રેલવે સ્ટેશન હતુ હાલ આજ મીટર ગેજ રેલવે લાઈનને બ્રોડગેજ લાઈનમાં પાંતર કરી પીપાવાવ પોર્ટને દેશના મુખ્ય શહેરો સાથેજોડેલું છે.
દામનગરનો મુખ્ય વ્યવસાય ખેતી અને હીરા ઉદ્યોગ જ હતો. દામનગરથી મુંબઈ સુરત અમદાવાદ જવાની ખાનગી લકઝરી બસો તે સમયે પણ ત્યાંથી સીધી ઉપડતી હીરા ઉદ્યોગને કારણે, દામનગર પોલીસ સ્ટેશનમાં રાજકોટ નામધારી બે ગામો આવેલ છે.
દામનગરની હદ પશ્ચીમે લાઠી લીલીયાપૂર્વે ગારીયાધાર અને ઉમરાળા તથા ઉત્તરે ગઢડા (સ્વામીના) પો.સ્ટે.નાં ઢસા જં.આ.પો.ની સરહદો મળતી હતી.
દામનગર વિસ્તારમાં ભુરખીયા ગામે પ્રસિધ્ધ ભૂરખીયા હનુમાનજીનું મંદિર તથા શાખપર ગામે ડુંગર ઉપર ખોડીયાર માતાજી તથા મહાકાળી માતાજીના મંદિરો અને દામનગરમાં કુંભનાથ તળાવ ઉપર આવેલ કુંભનાથ મહાદેવનું મંદિર મુખ્ય હતા.
ગુજરાત રાજયના મોટા ભાગના જાદુગરો દામનગરના વતની હોઈ ચોમાસાની ઋતુમાં જાદુના ખેલો બંધ રહેતા હોઈ તેઓ વતન પાછા આવતા આથી ગામની વસ્તી અને પ્રવૃત્તિ વધી પડતી અને પોલીસનું કામ પણ વધી પડતું.
આમ તો દામનગર હળવા ક્રાઈમ રેટનું અજમાયશી ફોજદારનું થાણુ હતુ ખાસ કોઈ ગુન્હા કે બનાવો બનતા નહિ પરંતુ આ અપવાદ પકોમી બનાવ બની જતા જયદેવની નિમણુંક થયેલ હતી. બાકી પોલીસને કોઈ કાર્ય ભારણ કે ઉપાધી વાળી બાબત જ ન હતી આથી જયદેવને તો આ પોલીસ સ્ટેશન એક પીકનીક પોઈન્ટ જેવું લાગતુ હતુ. કોઈ કામ જ નહિ હોય ગાયકવાડ સ્ટેટની જુની સમૃધ્ધ લાયબ્રેરી જેનું નગર પંચાયત સંચાલન કરતી તે પોલીસ સ્ટેશનનાં દરવાજા પાસે જ હોઈ જયદેવને તેનોલાભ બરાબર મળ્યો.અને અનેક દુર્લભ પુસ્તકો વંચાઈ ગયા.
જયદેવના વતનનો જીલ્લો ભાવનગર નજીક જ હોયતેને માણવાનો પણ લ્હાવો સારો મળ્યો. ગઢડા સ્વામીનારાયણ મંદિર, સાળંગપૂર હનુમાનજી, પાલીતાણા શેત્રુંજય જૈન મંદિરોની મુલાકાતો લીધી. પરંતુ સૌથી દુર્લભ લ્હાવોપોતાના ગામના માણસોની મહેમાનગતી કરવાનો મળ્યો વાત એમ હતી કે હાલમાં આમ તો ભવાયાઅને રામલીલાનો સમય નથી રહ્યો.
પરંતુ વરતેજ ગામમાં હજુ પણ નવરાત્રી દરમ્યાન નવ-દસદિવસ રામલીલા તથા નાટકો ભજવાય છે. આ નાટકોમાં અને કાર્યક્રમોમાં સ્ત્રી પાત્ર અમુક ચોકકસ પુરુષો બહુ સારી રીતે અદા અને લહેકાથી સ્ત્રી પહેરવેશ ધારણ કરી આબેહુબ મહિલામાફક્જ પાત્રો ભજવતા હોય છે. આ લોકો તેની કિંમત પણ લેતા હોય છે. આ સ્ત્રિ પાત્રભજવે તેને ગામડાના લોકો ઘાઘરીપાત્ર કહે છે.આ ઘાઘરી પાત્ર વાળા કલાકારો તેમના યજમાનો અને આયોજકો પાસે અમુક શરતો અને સગવડતાઓ પણ પોતાની ઈચ્છા મુજબ રાખતા હોય છે.
જોગાનુ જોગ છેલ્લા કેટલાક વર્ષથી વરતે જગામના આ નાટક કાર્યક્રમોમાં ઘાઘરીપાત્રો દામનગરના એક ગામના યુવાનો ભજવતા હતા. આયુવાનોને ખબર પડી કે દામનગરના ફોજદાર જયદેવ વરતેજ ના રહીશ છે. તેથી તેમણે વરતેજ ટપાલ લખી આયોજકોને કહ્યું કે તમે તેડવા તો આવો પણ તમો બધા દામનગર ફોજદાર સાહેબ સાથે ઓળખાણ પરિચય પણ કરાવો. તોજ આ વખતે કાર્યક્રમમાં આવીશું આમ જયદેવને ગામનાઆયોજકોની મહેમાનગતી કરવાનો અને મીલન મુલાકાતનો આનંદ આ કલાકારોએ કરાવ્યો.
સામાન્ય માન્યતા એવી છે કે પોલીસનું કામલબાડ છે. પરંતુ અનુભવે એવું જણાયું છે કે જનતાને આવી પડેલું કોઈ અગત્યનું કામ કેતાત્કાલીક આવેલી આફતમાં લોકો સૌ પ્રથમ પોલીસ પાસે જ દોડીજાય છે. પછી તે કામ ભલેઅન્ય બીજાકોઈ ખાતાનું હોય. માનવ સર્જીત આફતો જેવી કે કોમી તોફાનો રોડ અકસ્માતોવિગેરેમાં તો પોલીસને જાણ થતા પોતે જ જનતાની મદદમાં દોડી જતા હોય છે.
જનતા જયારેમુશ્કેલીમાં આવે ત્યારે કયા થાણાની હદ છે તે પણ જોતી નથી ફકત પોલીસ ને જ યાદ કરેછે. અને તે સમયે તેમના માટે પોલીસ જ સર્વસ્વ હોય છે.કુદરતી આપત્તીઓ જેવી કેઅતિવૃષ્ટિ, વાવાઝોડા કે રોગચાળામાં જેમ કે સુરતમાં ફાટી નીકળેલ પ્લેગ વખતે પણ પોલીસ દળપોતાનો કોઈ પણ વિચાર કર્યા સિવાય, ભય કે ડર વગર અડીખમ ઉભુ રહ્યું હતુ.
પોલીસ દળમાં આ કાર્ય જેમ પોતાનું જ હોય તેમ પુરી સમજ અને તાકાતથી કરવા માંડે છે. જરહોય છે ફકત પ્રોત્સાહનની પછી પોલીસદળ સફળ થાય તો ઠીક નહિ તો અપયશ તો પોલીસના લલાટેલખાયેલો જ હોય છે. લોકચાહના એ લાંબા સમયની એકધારી પ્રજાલક્ષી કામગીરીનું પરિણામ છે. અને તેપણ આમ જનતાની દ્રષ્ટીએ પડવી જરૂરી છે.
એક દિવસ બપોરનાં ત્રણેક વાગ્યે લાઠી પોલીસ સ્ટેશનના ઈંગોરાળા ગામના ખેડુત હરજીભાઈ મોટર સાયકલ લઈને હાંફળા ફાંફળા થતાદામનગર થાણામાં આવ્યા અને જયદેવને કહ્યું ‘સાહેબ મોટી આફત આવી પડી છે, ગામ આખુ લૂંટાઈ જશે ખાવાધાન નહિ રહે ! લૂંટની વાત આવે એટલે પોલીસ એકદમ સતેજ થઈજ જાય. જયદેવે વિગતે વાત જાણી તો ખરેખર ઈંગોરાળા ગામની સીમમાં તીડના ટોળાઓનુંઆક્રમણ થયું હતુ.
લાખો કરોડો તીડ ટોળે ટોળામાં વાડી ખેતરોની મોલાત ઉપર ઓચિંતા જઆકાશમાંથી ટપકી પડયા હતા જો સાંજ સુધીમાંજ કાર્યવાહી ન થાય અને તીડ રાત્રી રોકાયજાયતો તૈયાર પાકનું તો ધનોતપનોત નીકળી જવાનું હતુ પરંતુ રાત્રી મુકામ કરે તો તીડો ઈંડા પણ મૂકી દયે તો વળી બે પાંચ વર્ષ તેના બચ્ચાઓની પણ ઉપાધી થાય તેમ હતી આમ વાત કરતા હરજીભાઈ પરસેવે રેબજેબ થઈ ગયા.
જયદેવે સૌ પ્રથમ લાઠી મામલતદારનેટેલીફોનથી આ તીડના ટોળાના આક્રમણની જાણ કરી બાદ અમરેલી પોલીસ કંટ્રોલમને વાયરલેશસંદેશો મોકલી સંબંધીત અધિકારીઓ તથા જિલ્લા પંચાયત અને ખેતીવાડી ખાતાને જાણ કરવાતજવીજ કરી અને તેનો ફટાફટ અમલ પણ થયો. અમરેલીથી સંબંધીત ખાતાના વાહનો જરૂરી સામાન સરંજામ સાથે રવાના થયા અને તેઓએ ‘ઓપરેશન તીડ’ સૂર્યાસ્ત થતા પહેલા પૂરું કર્યું અને ગામની ખેતીની મોલાત બચી ગઈ અને જયદેવને ઈંગોરાળા ગામ સાથે નાતો જોડાયો.
એક વખત જયદેવ જીપમાં અમરેલી મીટીંગમાં જતો હતો લાઠી અને ટોડા ગામના પાટીયા વચ્ચે એક હરણપૂર ઝડપે ખેતરમાંથી રોડ ઉપર ઘસી આવ્યુંં અને રોડ પાર કરીને તે ઢળી પડયું. જયદેવે જોયું તો હરણના પાછલા પગના થાપા ઉપર બાર બોર બંદૂકના છરાઓની ઈજાઓ થયેલ હતી. અને તેમાંથી લોહીની ધાર પડતી હતી આથી જયદેવે હરણ જે દિશાએથી દોડીને આવેલું તે દિશામાં જોયું પરંતુ કોઈ શીકારી દેખાયા નહિ. આથી એવું અનુમાન થયું કે દૂર સીમમાં હરણ ઉપર ફાયર થયો હશે પણ હરણ જીવ બચાવતું દોડીને અહી સુધી પહોચ્યું હશે.
હરણની જાંઘમાંથી પુષ્કળ લોહી વહી જતુહતુ પરંતુ હજુ હરણમાં જીવ હતો તેથી જયદેવે વાયરલેસથી લાઠી પોલીસ સ્ટેશનમાં જાણ કરી જંગલ ખાતાના કર્મચારીને રવાના કરવા જણાવ્યું અને હરણ જયાં પડેલુ તેની પાસેની વાડીવાળાને કહ્યું કે જંગલ ખાતાના કર્મચારી આવે ત્યાં સુધી તમે આનું ધ્યાન રાખજો આમ કહીતે અમરેલી મીટીંગમાં રવાના થઈ ગયો.
પાંચ-છ કલાક પછી જયદેવ પાછો અમરેલીથી દામનગર જતા ત્યાં આ જગ્યાએ હજુ પેલા વાડી માલીક ખેડુત ઈજા પામેલ હરણ પાસે લાકડી લઈ ઉભા હતા જયદેવે પુછયું કેમ કોઈ હજુ આવ્યું નથી? તો તેણે કહ્યું કોઈ આવ્યું તો નથી પણ હરણ મરી ગયું છે. અને વળી અમારી વાડીનાં શેઢે પડેલું છે જો કાંઈક લફ થાય તો અમા આવી બને તેથી તમને જાણ કરવા જ ઉભા છીએ જયદેવને થયું કે આવા કારણોને લીધે જલોકો સરકારી તંત્રથી નારાજ રહેતા હશે.
જયદેવે ખેડુતનો કહ્યું એક કામ કરો અહીં કયાં સુધી રાહ જોશો તમે આ હરણને કુવે લઈ જાવ અને તમા કામ કરો ત્યાં સુધીમાં કોઈક આવી જશે અને જરૂર પડયે મારું નામ આપજો.
આમ જનતામાં પોલીસ દળની છાપ કાયદાથી પકડવાનું અંદર કરવાનું હોય કડક છે. પરંતુ નાની નાની બાબતોમાં જનતાને કામ પડે જેકામ બીજા ખાતાના હોય પણ મુશ્કેલીમાં હોય ત્યારે તાત્કાલીક તો પોલીસ જ યાદ આવે ત્યારે જો પોલીસ શાંતિથી સાંભળે, આશ્ર્વાસન આપી જે તે સંબંધીત ખાતાને જાણકરે તો જનતા પોલીસને ભગવાન પછીનું સ્થાન પણ આપે છે. એવા કેટલાયે અનુભવો જયદેવનેથયેલા કે જનતા કહેતી અમારે ફોજદાર પહેલા, નેતાઓ પદાધિકારીઓ પછી અરે કેટલાય પદાધિકારીઓ પણ ઘણી બાબતોમાં જયદેવનો અભિપ્રાય અને સહમતી લેતા.
આવો માહોલ ઉભો કરવા માટે પોલીસ અધિકારીએચોવીસેય કલાક જાગૃત રહેવુ પડે અને સમય તથા વ્યકિતગત બાબતો નો ભોગ આપવા તત્પર રહેવું પડે. આ નીચે બે ઉદાહરણ છે કે ઉચ્ચ કેળવણી પામેલા સતાધિકારી અને જાણકાર લોકોપણ જો પોલીસની છાપ સારી હોય તો અન્યના કામ પણ પોલીસને સોંપે છે. પોલીસે તો જે તેખાતાને જાણકરી એકાદ કોન્સ્ટેબલ મોકલી જેતે ખાતા પાસે કામ કરાવવાનું હોય છે.પરંતુકામ થયાનો સંપૂર્ણ જશ જે તે પોલીસ અધિકારી અને સમગ્ર પોલીસ દળને મળે છે.
જયદેવ એક ટાઉન પોલીસ સ્ટેશનમાં બેઠોહતો. અને ગામમાંથી ટેલીફોન આવ્યો કે તેમના ઘરમાં સાપ નીકળ્યો છે. જયદેવે તેમને સાંભળીને કહ્યું વ્યવસ્થા કરાવું છું અને તેમનું સરનામું નંબર લઈ લીધા આમ તો આ કામફાયર બ્રિગેડનું છે. પરંતુ નાના ટાઉનમાં ફાયર બ્રિગેડ હોય નહિ તેથી પોલીસને ફોનકર્યો હશે.
જયદેવે ડી સ્ટાફને આ વાત કરી તો જાણવા મળ્યું કે પોલીસ સ્ટેશનમાં જઆર્મ હેડ કોન્સ્ટેબલ હુસેનભાઈ સાંપ પકડવાના નિષ્ણાંત છે. તેથી જયદેવે જીપ લઈને હુસેનભાઈને જ રવાના કર્યા અને તેઓએ સાંપને પકડીને દૂર જંગલમાં છોડી આવ્યા. આખા લત્તામાં અને જેમણે આ વાત સાંભળી તેમણે હુસેનભાઈના તો ખરા જ પણ સમગ્ર પોલીસ દળનાપણ વખાણ કર્યા.
જયારે જયદેવ ભૂજ સીટી પોલીસ સ્ટેશનમાં હતો ત્યારે એક દિવસ રાત્રે સાડા દસ વાગ્યે સરકીટ હાઉસમાં પી.એસ.ઓ. નો ટેલીફોન આવ્યો કે મેજીસ્ટ્રેટ સાહેબ તમારી સાથેવાત કરવા માગે છે. આ મેજીસ્ટ્રેટ સાહેબ જિલ્લા કક્ષાના અધિકારી હતા. જયદેવેમેજીસ્ટ્રેટ સાથે વાત કરી તો તેમણે કહ્યું કે તેમના બંગલા બહાર શેરીમાં એક તાજી જવિંસાયેલી ગાય નાના વાછરડા સાથે છે. તેનું કોઈ રણીધરી લાગતુ નથી તેની આસપાસ કુતરાઓ આંટાફેરા મારે છે હાલ તો ગાય તેનું રક્ષણ કરે છે. પરંતુ કદાચ કુતરાઓ વાછરડાને નુકશાન કરશે તમે કાંઈક વ્યવસ્થા કરો સહજ છે કે જીલ્લા કક્ષાના અધિકારી હોઈ તેમને ખ્યાલ જ હોય કે આ કામ પોલીસનું નથી પણનગરપાલીકાનું છે. પરંતુ તેમને મનમાં એવો ચોકકસ વિશ્વાસ હશે કે પોલીસ જ તાત્કાલીક આપ્રશ્નનો ગમે તે નિવેડો લાવશે અને થયું પણ તેમ જ જયદેવે તાત્કાલીક મોબાઈલ વાનદોડાવી વાછરડાને તો રક્ષણ આપ્યું પણ નગર પાલીકા મારફતે ગાય અને વાછરડાને સુરક્ષીત યોગ્ય જગ્યાએ પહોચાડયા.
આમ કોઈ પણ પ્રશ્નનું થાણા અધિકારી આયોજન પૂર્વક ફરજ પરના જવાનો દ્વારા જ વ્યવસ્થાપન કરે તો સમાજ ને તો તાત્કાલીક રાહત થતાતે પોલીસ દળને તો યશ આપશે પણ જે તે થાણા અધિકારીનો પણ સાથે સાથે જય જયકાર કરશે!