ક્યારેક ઉઠતાં સાથે જીતવાનું મન થાય,
ક્યારેક ગઈ કાલની નિષ્ફળતા સમજવાનું મન થાય,
ક્યારેક કોઈને પૂછવાનું મન થાય,
ક્યારેક જવાબની આશા સાથે જીવાનું મન થાય,
ક્યારેક નવા સંબંધો બાંધવાનું મન થાય,
ક્યારેક જૂના સંબંધો જીવવાનું મન થાય,
ક્યારેક ચાની જગ્યાએ કોફી પીવાનું મન થાય,
ક્યારેક જૂની વાનગીઓ ચાખવાનું મન થાય,
ક્યારેક સમય સાથે જીવાનું મન થાય,
ક્યારેક સમય સાથે બદલવાનું મન થાય,
ક્યારેક કોઈ મિત્ર સાથે મન ખોલી વાત કરવાનું મન થાય,
ક્યારેક પહેલી જૂની દુશ્મનનાવટ યાદ કરી હસવાનું મન થાય,
ક્યારેક કુદરતને જોતાં તેના રંગો સાથે ભળી જવાનું મન થાય,
ક્યારેક તેજ કુદરતના રંગોમાં વિવિધતા શોધવાનું મન થાય,
ક્યારેક બીજાથી અલગ થઈ જવાનું મન થાય,
ક્યારેક સાથને શોધી ખુદમાં જ ખોવાઈ જવાનું મન થાય.