છત્તીસગઢના બિલાસપુરમાં એક આશ્રમમાં કેટલાક યુવાનોએ વૃદ્ધ સાધુને માર માર્યો હતો. આશ્રમનો દરવાજો તોડીને યુવકોએ સાધુ પર લાઠી ડંડા વડે હુમલો કર્યો હતો. આ દરમિયાન આશ્રમની એક મહિલા કર્મચારી બચાવમાં આવી હતી અને તેને પણ માર મારવામાં આવ્યો હતો. બંનેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. વૃદ્ધ સાધુએ મોડી રાત્રે સ્પીકર ઉપર મોટેથી ગીતો વગાડવાની ના પાડતા માર પડ્યો હતો.
માહિતી અનુસાર, ગામ ધનરાસના સૌરાબાંધામાં સ્વામી અડગેડાનંદ આશ્રમમાં આશરે 10 વર્ષથી રહે છે. બુધવારે રાત્રે લગભગ 11 વાગ્યે કેટલાક યુવકો આશ્રમ નજીક ટેકરી પર સ્પીકરથી ગીત વગાડતા હતા. આના પર સ્વામી અડગેડનંદ યુવાનોને કહ્યું કે, તેમને આરામ કરવો છે તેથી તમે લોકો ગીત વગાડવાના બંધ કરો.’ યુવક ઉશ્કેરાઇ ગયો હતો અને તેને ધમકી આપી હતી કે તે બીજા દિવસે 4 વાગ્યે આશ્રમમાં આવીશ અને પછી વાત કરશે.
બીજા દિવસે ગુરુવારે સાંજે પાંચ વાગ્યે 4 યુવકો તેમના આશ્રમનો દરવાજો તોડીને અંદર આવ્યા. પાંચ યુવક માંથી એકનું નામ સોનુ સાહુ હતું. અંદર આવી યુવકોએ પહેલા સાધુને ગાળો આપી, પછી તેને લાકડી વડે માર મારવા લાગ્યા. આ દરમિયાન આશ્રમમાં રહેતા ચૈતી યાદવ બચાવમાં આવ્યા તો તેના માથા પર લાકડી વડે હુમલો કરવામાં આવ્યો.
મોડી રાત્રે સાધુ અને બીજા કર્મચારીઓ પોલીસ સ્ટેશન ગયા અને યુવકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી. જે લાકડીથી માર મારવામાં આવ્યા હતા તે લાકડી સાધુએ પોલીસને સાબિતી માટે આપી હતો. આખરે સાધુ અને જખ્મી કર્મચારીઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.