તમે એવું સાંભળ્યું હશે કે લોકો પોતાનું લીંગ પરિવર્તન કરાવતા હોય છે. પરંતુ આ તો એવું ગામ છે જ્યાં આપોઆપ લિંગ પરિવર્તન થઇ જાય છે. ડોમનીક રિપબ્લિકનુ ‘લા સેલીનાસ’ આ ગામને શાપિત માનવામાં આવે છે. જ્યા છોકરીઓ ની ઉમ્ર ૧૨ વર્ષ ની થતા જ તે છોકરો બનવા લાગે છે. આ રહસ્ય ને હજુ કોઈ ઉંડાણપુર્વક તપાસી શક્યું નથી. દરિયાકિનારે આવેલ આ ગામની વસ્તી ૬૦૦૦ જેટલી છે.
આ ગામની ઓળખ એક ‘રહસ્યમય ગામ’ તરીકે થાય છે. તો અમુક લોકો આ ગામ ને શાપિત માને છે. તો સ્થાનીકોનુ માનવું છે કે આ ગામ પર અદ્રશ્ય શક્તિનો પડછાયો છે. જયારે કોઈ છોકરી જન્મે છે. ત્યારે માતમ માનવામાં આવે છે. અને આ ગામ માં બીમારીથી પીડાતા બાળકોને ખરાબ નજરે જોવામાં આવે છે. જે બાળકોના લિંગ બદલી જાય છે તેને ‘ગ્વેદોચે’ નામથી બોલવામાં આવે છે. ડોક્ટરના આધારે આ બીમારી એક અનુવંશિક વિકાસ છે. અને સ્થાનિક ભાષામાં તેનાથી પીડાતા બાળકોને સુડોહ્ર્માંક્રદાઈટ કહેવામાં આવે છે. શરીરના અંગોને સાથે સાથે તેનો અવાજ પણ ભારે થઇ જાય છે. જોકે તેનું રહસ્ય ગોતવા સોં કોઈ પ્રયાસ કરી ચુક્યા છે. પરંતુ આજસુધી કોઈ સફર થયું નથી.