મુસ્લિમ સમાજના નગરસેવકો સહિત 30 જેટલા આગેવાનો મુલાકાત
છેલ્લા એક અઠવાડિયા થી આમઆદમી પાર્ટી ના આગેવાનો સૌરાષ્ટ્રમાં વિવિધ ગામો નો પ્રવાસ કરી કોંગ્રેસનો વિકલ્પ બની ઉભરી રહી છે બાદ ઉપલેટા માં આમ આદમી પાર્ટી નો રોડ શો અને જનસંવાદ નો કાર્યકમ યોજાઈ રહ્યો છે ત્યારે જૂનાગઢ જિલ્લાના પ્રવાસે રહેલા આમ આદમી પાર્ટી ના નેતા ઇસુદાન ભાઈ ગઢવી એ ગઈ કાલ સાંજથી જ તાલુકાના વિવિધ ગામોના આગેવાનો ની સાથે ગુપ્ત મીટીંગો યોજી ના સમાચારો બહાર આવીરહ્યા છે.
ગ્રામ્ય વિસ્તાર ના આગેવાનો નો પ્રવાસ પૂરો કરી મોડી રાતે સર્કિટ હાઉસે પહોચી ને વહેલી સવાર સુધી વિવિધ સમાજ ના આગેવાનો સાથે વન બાય વન બેઠકો કરી હોવાનું સૂત્રો માંથી જણાઈ આવ્યું છે રાત્રે 3 વાગે મુસ્લિમ સમાજ ના મોટા ભાગ ના નગર સેવકો તેમજ વિવિધ જમાતો ના પ્રમુખો સાથે પણ મિટિંગ કરતા શહેર તાલુકાના રાજકારણ માં ગરમાવો આવીગ્યો છે આગામી દિવસોમાં રાજકીય નવાજુની ના એંધાણ વર્તાઈ રહ્યા છે.
ઇસુદાન ભાઈ ગઢવી એ રાત દરમ્યાન વિવિધ સમાજ ના ગ્રામ્ય વિસ્તાર ના આગેવાનો ને હડફોડી ગામ ના ફાર્મ હાઉસ માં મિટિંગ કરી હોવાનું બહાર આવ્યું છે શહેર તેમજ તાલુકા ના વિવિધ આગેવાનો વન બાય વન મિટિંગ ની દરમિયાન સ્થાનિક આગેવાનો ને પણ ગંધ ન આવવાદિધી હોવાનું જણાય આવ્યું છે આજે સવારે આપના વિધાનસભાના ઇન્ચાર્જ વિપુલ સખીયા તેમજ મીડિયા ઇન્ચાર્જ જસ્મિન હીરાણી નો સંપર્ક કરતા તેઓએ જણાવેલ કે આપ ના નેતા ઇસુદાન ભાઈ ગઢવી ગત રાત્રે ઉપલેટા પહોચી આજે સવારે ધોરાજી તાલુકાના તોરણીયા ગામે આયોજિત કાર્યક્રમ માં ભાગ લેવાગ્યા છે બપોર બાદ ઉપલેટા માં આમ આદમી પાર્ટી દ્વારા આયોજિત રોડ શોમાં હાજરી આપી ત્યાંથી તાલુકાના ખાખીજાળીયા ગામે જનસંવાદ ના કાર્યક્રમ માં હાજરી આપી સાંજે ગધેથર ગાયત્રી આશ્રમ ના મહંત લાલબાપુ ના આર્શિવાદ લેશે તેઓની સાથે આમ આદમી પાર્ટી ના પ્રદેશ સંગઠન મંત્રી અજિત ભાઈ લોખીલ તેમજ પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનિલ રાજ્યગુરુ પણ હાજરી આપશે. ગત મોડી રાત્રે ઇસુદાન ગઢવી સાથે સર્કિટહાઉસ ખાતે મળેલી મિટિંગ ને મુસ્લિમ આગેવાનો એ સમર્થન આપ્યું છે.
આ અંગે મુસ્લિમ સમાજ ના પિરેતરીકત મુસ્તુફા બાપુ કાદરી એ જણાવેલ કે અમે ગત રાત્રે જુના સબંધ ના નાતે મુસ્લિમ એકતા સમિતિ ના પ્રમુખ અફઝલબાપુ કાદરી, પૂર્વનગરસેવક રજાક ભાઈ હિંગોરા, નગરસેવક બોદુભાઈ શેખ , ઇમરાનભાઈ વીંધાણી, ગુજરાત પ્રદેશ માઈનોરિટી ના પૂર્વ મહામંત્રી ને મેમણ જમાત ના આગેવાન આરીફ ભાઈ નાથાણી, એજાજ વાયવાલા, કેજીએન ગ્રુપ ના બોદુભાઈ હેરંજા, મકરાની જમાત ના પ્રમુખ અલ્તાફભાઈ બ્લોચ, ફકીર જમાત ના પ્રમુખ મહમદશા સોરવરદી, શેખ જમાત ના પ્રમુખ ઇશાકભાઈ શેખ, સદામભાઈ મકરાણી સહિત 30 થી વધુ આગેવાનો મળ્યા હતા “અબતક” વાંચન કરતા ઈશુદાન: અબતક દૈનિકનું વાંચન કરતા ઈસુદાનભાઈ ગઢવીએ જણાવેલકે લોકો મોંઘવારી, અધિકારીરાજ, ભ્રષ્ટાચાર, સામાન્ય નાગરીકોનાં કામો થતા નથી આવી અનેક બાબતોથક્ષ જનતા થાકી ગઈ છે. આપનું જાળુ ભાજપને વારી વારી ને સાફ કરી નાખશે જયારે કોંગ્રેસનું તો નિશાન પણ ગુજરાતમાં નઈ રહે આમ આદમી પાર્ટીને 120 જેટલી બેઠકો મેળવી ગુજરાતને દિલ્હીની કેજરીવાલ સરકાર જેવું શાસન આપશે