એક જ દિવસમાં ૧.૩૫ લાખથી વધુનાં ટેગ લગાવાયા : ૫૬૦થી વધુ ટોલ પ્લાઝા ઉપર ફાસ્ટેગ અમલી
દેશનાં તમામ ટોલટેકસો કે જયાં ટોલ વસુલવામાં આવે છે તે તમામને કેશલેશ બનાવવા માટે ફાસ્ટેગનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે ત્યારે સરકાર દ્વારા અત્યાર સુધીમાં ૭૦ લાખથી વધુનાં ફાસ્ટેગ ઈશ્યુ કરવામાં આવ્યા છે. ફાસ્ટેગ ઈશ્યુ કરાતા હવે જે ટોલ ટેકસ પર લાઈનો લાગતી હતી તે હવે નહીં લાગે. દેશનાં ટોલ ટેકસને કેશલેશ બનાવવા તરફનું આ પગલું સૌથી મકકમ માનવામાં આવે છે. ફાસ્ટેગ ઈશ્યુ કરાતા ટોલ પ્લાઝા પર જે લાંબી લાઈનો લાગતી હતી અને લોકોનું ઈંધણ સમય જે વ્યથ થતો હતો તે હવે નહીં થાય ત્યારે મંગળવારનાં રોજ માત્ર એક જ દિવસમાં ૧.૩૫ લાખથી વધુનાં ફાસ્ટેગ ઈશ્યુ કરવામાં આવ્યા હતા. રાજ્યમાં ડિજિટલ ટ્રાન્ઝેક્શનને વધુને વધુ મહત્ત્વ આપવા માટે ચેકપોસ્ટ બંધ કર્યા પછી હવે ટોલ ટેક્સ પર લેવાતા કેશ કાઉન્ટર પણ ધીરે ધીરે બંધ કરવાનું આયોજન સરકારે કર્યું છે.
નેશનલ હાઇવે ઓથોરિટી (ફાસ્ટેગ) ના ડીજીએમ અમરિંદરકુમારે કહ્યું કે રાજ્યમાં ૨૫ ટકા વાહનોમાં જ ફાસ્ટેગ છે. ટોલ બૂથ પર પાંચ કાઉન્ટરમાંથી ચાર ફાસ્ટેગના હશે. વાહનવ્યવહાર વિભાગના આકડાં મુજબ કાર અને ટ્રાન્સપોર્ટ વાહનો મળી અંદાજે ૪૫ લાખ વાહનો છે, જેમાંથી ૨૫ ટકા મુજબ ૧૧.૨૫ લાખ વાહનોમાં ફાસ્ટેગ છે અને ૩૩ લાખથી વધુ વાહનોમાં ફાસ્ટેગ બાકી છે. જેની સામે હવે માત્ર ત્રણ દિવસ બાકી છે. ટોલ બૂથ પર કેશના એક કાઉન્ટરને લીધે વાહનોની લાંબી લાઇનો લાગશે. લોકોને ભારે હાડમારી પડશે. આશ્ચર્યની વાત એછેકે હજી સરકાર પહેલી ડિસેમ્બરથી ફાસ્ટેગ સિસ્ટમ અમલી કરી રહી છે અને લોકોને આ અંગે પૂરતી જાનકારી પણ નથી. ફાસ્ટેગ શું છે અને ક્યાંથી મળશે ? કેવી રીતે સિસ્ટમ ઓપરેટ થશે ? ફાસ્ટેગના ઉપયોગથી શું ફાયદો ? તેની કિંમત કેટલી ? આવા અનેક પ્રશ્નો સર્જાય છે ત્યારે હવે લોકોને ફરજિયાત કેશની લાંબી લાઇનોનો સામનો કરવો પડશે. બીજીતરફ છેલ્લા બે વર્ષથી સિસ્ટમ અમલ છતાં માત્ર ૧૧.૨૫ લાખ વાહનોમાં જ ફાસ્ટેગ છે.
જ્યારે સરકારનો અમદાવાદના ૧.૭૦ લાખ સહિત રાજ્યમાં નોંધાયેલા ૪૫ લાખમાંથી ૩૦ લાખ ટ્રાન્સપોર્ટ અને નોન ટ્રાન્સપોર્ટ વાહનો ૩૦મી નવે.સુધીમાં ફાસ્ટેગથી કનેક્ટ કરવાનો ટાર્ગેટ છે. ત્યારે અત્યાર સુધીમાં માત્ર ૨૫ ટકા વાહનોમાં જ ફાસ્ટેગ સિસ્ટમનો અમલ થયો છે ફાસ્ટેગનો ઉપયોગ કરનાર ચાલકને ટોલ ટેક્સમાં ડબલ મુસાફરી માટે મળતા ડિસ્કાઉન્ટ ઉપરાંત ઓનલાઇન ટ્રાન્ઝેક્શન માટે વધારાનું અઢી ટકા ડિસ્કાઉન્ટ અપાય છે. આ ડિસ્કાઉન્ટ તેના ફાસ્ટેગ એકાઉન્ટમાં જમા થશે. ટોલટેક્સ પર ૪ લાઇન ફાસ્ટેગની હશે, કેશ માટે એક જ હશે.
નેશનલ હાઇવે પર ટોલ ટેક્સ પર રખાયેલા પાંચમાંથી ચાર કાઉન્ટર ફાસ્ટેગના હશે. જ્યારે એક કાઉન્ટર કેશનું હશે. તેનાથી સ્થિતિ કથળશે. વાહનોની લાંબી લાઇનો લાગશે. લોકોનો કલાકો ઊભા રહેવું પડશે. ફાસ્ટેગ લાઇનમાં ઘૂસ્યા તો બે ગણો ટોલટેક્સ ભરવો પડશે. નેશનલ હાઇવે પર જતા વાહનચાલક અમદાવાદથી બરોડાના ટોલટેક્સ પર ફાસ્ટેગ લાઇનમાં ઘૂસ્યા તો બે ઘણો ટોલ ચાર્જ વસૂલાશે. હાલ સિંગલ સાઇડના રૂપિયા ૧૨૦ છે. જેના રૂપિયા ૨૪૦ ચાલકે ચૂકવવા પડશે. આમાં કોઇ ડિસ્કાઉન્ટ પર નહીં મળે. ખાનગી અને સરકારી બેંકોમાંથી પણ ફાસ્ટેગ મેળવી શકાશે. ફાસ્ટેગ માટે ફોટોગ્રાફ, ડ્રાઇવિંગ લાઇસન્સ, પાન કાર્ડ, પાસપોર્ટ, વોટર આઇડી, આધાર કાર્ડના પુરાવા જોઇશે. ઓનલાઇન ઉપરાંત ખાનગી અને સરકારી બેંક તેમજ ટોલટેક્સ પરથી ફાસ્ટેગ મળશે. ફાસ્ટેગ ડિવાઇસમાં રેડિયો ફ્રિકવન્સી આઇડેન્ટિફિકેશન ટેક્નોલોજી હોય છે. આ ટેક્નોલોજીથી વાહન માલિક કે ચાલક દ્વારા અગાઉથી જમા કરાવેલા પૈસામાંથી સીધી રકમ ટોલટેક્સ તરીકે વસૂલાય છે. ફાસ્ટેગ તમારા વાહનની બારી કે આગળના કાચ પર લગાવાય છે.
૧લી ડિસેમ્બરથી નેશનલ હાઈવેનાં તમામ ટોલ બુથોને ફાસ્ટેગ હેઠળ આવરી લેવાશે જેથી લોકોનાં સમયનો પણ બચાવ થાય અને તેમનાં દ્વારા જે ખર્ચ કરવામાં આવતો હોય તેમાં પણ અનેકગણો બચાવ થઈ શકશે. કોઈપણ પ્રકારે યાત્રિકોને તકલીફનો સામનો થયો હોય તો તેઓ ૧૦૩૩ નંબરનાં ટોલ ફ્રી નંબર પર ફાસ્ટેગ અંતર્ગત મદદ અને માહિતી મેળવી શકશે.