ISSF વર્લ્ડ કપમાં પુરૂષોની 10 મીટર એર પિસ્તોલ સ્પર્ધામાં સૌરભ ચૌધરીએ બ્રોન્ઝ મેડલ સાથે ભારતનું ખાતું ખોલાવ્યું. દેશ તરફથી રમતા નિશાનેબાજોનો શરૂઆતનો દિવસ સામાન્ય ગયો હતો. 19 વર્ષીય સૌરભે 581ના સ્કોર સાથે ક્વોલિફાય થયા બાદ ફાઇનલમાં 220 નો સ્કોર બનાવ્યો હતો. આ સાથે અભિષેક વર્મા પણ 179.3 ના સ્કોર સાથે આ જ ઇવેન્ટમાં પાંચમા ક્રમે રહ્યો હતો. અભિષેકે પણ ક્વોલિફાઇમાં 581નો સ્કોર કર્યો હતા.

મનુ મહિલાઓની 10 મીટર એર પિસ્તોલ સ્પર્ધાના ફાઇનલમાં 137.3 સાથે સાતમા સ્થાને રહી હતી. જ્યારે એલાવેનિલ અને અન્ય બે મહિલા સ્પર્ધક આ 10 મીટર એર રાઇફલ સ્પર્ધાની ફાઇનલમાં પ્રવેશ કરવામાં નિષ્ફળ નીવડી હતી.

એશ્વર્યા પ્રતાપસિંહ તોમર પુરુષોની 10 મીટર એર રાઇફલ ફાઇનલમાં સાતમા સ્થાને રહ્યો હતો. ટોક્યો ઓલિમ્પિક પહેલા ભારતીય શૂટિંગ ટીમ માટે આ છેલ્લી સ્પર્ધા છે. વીસ વર્ષનો એશ્વર્યા પ્રતાપસિંહ ક્વોલિફાઇંગ રાઉન્ડમાં 628 પોઇન્ટ બનાવ્યા હતા. તેણે ફાઇનલમાં પ્રવેશ મેળવતા પહેલા 143.9 પોઇન્ટ મેળવ્યા હતા. અન્ય બે ભારતીય શૂટર દિપક કુમાર (626) અને દિવ્યાંશ સિંહ પનવર (624.7) ક્વોલિફાઇંગ રાઉન્ડમાં અનુક્રમે 14 અને 27 મા ક્રમે આવ્યા બાદ ફાઇનલમાં પ્રવેશ બનાવવા બાદ નિષ્ફળ રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.