એક ભારતીય રડાર ઇમેજિંગ સેટેલાઇટ-રીસેટ 2 ઉપગ્રહ ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ISRO) દ્વારા 20 એપ્રિલ 2009 ના રોજ સતીશ ધવન સ્પેસ સેન્ટર ખાતેથી લોન્ચ કરવામાં આવ્યો હતો .દેશની સરહદની ઘૂસણખોરી પર નજર રાખવા આ ઉપગ્રહને લોન્ચ કરવામાં આવ્યો હતો. આ સેટેલાઈટ રાત્રે અંધારામાં અને ખરાબ હવામાનમાં તેની સ્પષ્ટ તસવીરો લઈ શકે છે.
રીસેટ 2 નો વજન આશરે લગભગ 300 કિલો જેટલો હતો કે જે 4 વર્ષની આયુષ્ય માટે 30કિલો જેટલું ઈંધણ ધરાવતું હતું. પરંતુ ઈસરોની ખાસ જાળવણીના કારણે આ સેટેલાઇટ પૃથ્વીની ભ્રમણકક્ષામાં 13 વર્ષ સુધી કાર્યરત રહ્યો. હવે જ્યારે ઉપગ્રહમાં ઈંધણ ખૂટ્યું છે ત્યારે 30 ઓક્ટોબરના રોજ રાત્રે 12.06 વાગ્યે રીસેટ 2 એ પૃથ્વીના વાતાવરણ માં અનિયંત્રિત રીતે પૂન: પ્રવેશ કર્યો અને જકાર્તા પાસેના હિંદ મહાસાગરમાં પડ્યો છે. તથા ઈસરોના અભ્યાસ મૂજબ ખાતરી કરાઈ છે કે એરો થર્મલ ફ્રેગમેન્ટ્સ આયનોને કારણે પેદા થયેલા ટુકડાઓ રી-એન્ટ્રી હીટિંગમાં ટકી શક્યા નહોતા અને તેથી પૃથ્વી પર કોઈ ટુકડાની અસર થઈ ન હતી.
ધ ઇન્ડિયન સિસ્ટમ ફોર સેફ એન્ડ સસ્ટનેબેલ સ્પેસ ઓપરેશન મેનેજમેન્ટ કે જે બેંગલોરના સેન્ટર ઈસરો ટેલેમેન્ટ્રી, ટ્રેકિંગ અને કમાંડ નેટવર્ક (ઈસ્ટ્રેક)દ્વારા છેલ્લા એક મહિનાથી આ ઉપગ્રહનું મોનીટરીંગ કરવામાં આવી રહ્યું હતું. વિક્રમ સારાભાઈ સેટેલાઈટ સેન્ટર (વીએસએસસી) દ્વારા તેનું વિશ્લેષણ કરવમાં આવી રહ્યું હતું. તેમજ શ્રીહરિકોટામામાં આવેલા સતિષ ધવન સ્પેસ સેન્ટર દ્વારા ધ મલ્ટી ઓબજેક્ટ ટ્રેકિંગ રડાર (મોટર) દ્વારા સેટેલાઈટને ટ્રેક કરવામાં આવ્યો હતો. રીસેટ 2 એ ઈસરોની સફળતાનું ખૂબ જ ઉત્તમ ઉદાહરણ પુરું પાડે છે.