ભારતે કમ્યુનિકેશન સેટેલાઈટ GSAT-31 નું સફળતપૂર્વક લોન્ચિંગ કર્યું છે. ભારતે આ કમ્યુનિકેશન સેટેલાઈટ GSAT-31 ને યૂરોપીય કંપની એરિયન સ્પેસના એરેનિયન રોકેટની મદદથી ફ્રેન્ચ યુગાના સ્થિત લોન્ચિંગ પેડ પરથી લોન્ચ કર્યું છે. મહત્વનું છે કે આ પહેલા પણ ઘણા સેટેલાઈટ્સ યુગાના લોન્ચ કરવામાં આવ્યા છે.

પ્રાપ્ત થતી વિગતો અનુસાર આ સેટેલાઈટની લાઈફ 15 વર્ષ છે. કક્ષાની અંદર રહેલા કેટલાક સેટેલાઈટ પર ઓપરેશનલ સેવાઓ પૂરી પાડવા માટે આ સેટેલાઈટ મદદરુપ સાબિત થશે અને જિયોસ્ટેશનરી કક્ષામાં ક્યૂ-બેન્ડ ટ્રાન્સપોન્ડરની ક્ષમતામાં વધારો કરશે. ‘૨,૫૩૫ કિલોગ્રામ વજનના આ ઉપગ્હને ફ્રેન્ચ ગુએનામાં કુરૂથી એરિયન-૫ (VA247)ના માધ્યમથી લોન્ચ કરવામાં આવ્યુ છે.

ઈસરોના અધિકારીઓના જણાવ્યા અનુસાર GSAT-31 સેટેલાઈટનો ઉપયોગ વીસેટ નેટવર્ક, ટે‌િલવિઝન અપલિંક, ડિજિટલ સેટેલાઈટ ન્યૂઝ ગેધરિંગ, ડીટીએચ ટે‌િલવિઝન સેવા સહિતની અન્ય ઘણી સેવાઓમાં થશે. આ ઉપરાંત તેનો વ્યાપક ઉપયોગ બેન્ડ ટ્રાન્સપોન્ડરની મદદથી અરેબિક સમુદ્ર, બંગાળની ખાડી અને હિન્દ મહાસાગરના વિશાળ દરિયાઈ ક્ષેત્ર પર કોમ્યુનિકેશન સેવાઓ માટેના વિસ્તૃત બીમ કવરેજ માટે પણ કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.