• અવકાશી ખેતી કરવા ભારત સજ્જ બન્યું
  • રાષ્ટ્રિય હીત માટેની એક સેટેલાઇટ, જ્યારે અન્ય 7 કોમર્શિયલ સેટેલાઇટને અવકાશમાં તરતી મૂકી

ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંસ્થા ઈસરો આજે  યૂનાઈટેડ કિંગડમના વૈશ્વિક સંચાર નેટવર્ક વન વેબના 36 ઉપગ્રહોને પોતાના સૌથી ભારે લોન્ચર એલવીએમ અથવા લોન્ચ વ્હીકલ માર્ક 3 દ્વારા આ મહિનાના અંતમાં અંતરિક્ષમાં પ્રક્ષેપણ કરશે. ’વનવેબ ઈંડિયા-1 મિશન/એલવીએમ3 એમ2’ અંતર્ગત થનારા 36 ઉપગ્રહોનું આ પ્રક્ષેપણ ઈસરોના એલવીએમ3 ની ગ્લોબલ કોમર્શિયલ સંચાર ઉપગ્રહોને લો અર્થ ઓર્બિંટમાં લોન્ચ કરવા માટે વન વેબની સાથે 2 સર્વિસ કોન્ટ્રેક્ટ સાઈન કર્યા છે.

વાસ્તવમાં ઈસરોએ ઓછા બજેટમાં રોકેટ લોન્ચ કરવાની યોજના બનાવી છે. આ લોન્ચિંગમાં સામાન્ય ઇંધણને બદલે લિક્વિડ નેચરલ ગેસ અને લિક્વિડ ઓક્સિજનનો ઉપયોગ કરવામાં આવશે. આ બળતણ સસ્તુ હોવાની સાથે પ્રદૂષણ મુક્ત પણ છે. સ્કાયરૂટ એરોસ્પેસ કંપની રોકેટના સફળ પ્રક્ષેપણને લઈને ખૂબ જ ગંભીર દેખાઈ હતી. આજે જે સેટેલાઈટ લોન્ચ કરવામાં આવી તેમાં ત્રણ મહત્વપૂર્ણ સેટેલાઈટ એવી છે જેમાં રાષ્ટ્રીય હિતની સાથે વાતાવરણમાં કઈ રીતે બદલાવ આવી રહ્યો છે તેનો અભ્યાસ પણ કરવામાં આવશે એટલું નહીં જ કોમર્શિયલ સેટેલાઈટને પણ ઇસરો દ્વારા લોન્ચ કરવામાં આવેલી છે ઇસરોનું મિશન છે કે હાલ જે અવકાશમાં અવકાશ ઊભો થયો છે તેને યોગ્ય રીતે સમજવામાં આવે. ભારત હાલ અવકાશી ખેતી કરવા માટે સજ બન્યું છે ત્યારે પૃથ્વી પર થતી દરેક ગતિવિધિ ઉપર ધ્યાન કેન્દ્રિત કરવા માટે ઈસરોનું આ લક્ષ્યાંક અત્યંત મહત્વપૂર્ણ સાબિત થશે અને તેના અનેક ફાયદાઓ ભારતને ભવિષ્યમાં પણ મળશે. અવકાશમાં દેશની સુરક્ષા જળવાઈ રહે તે માટે આ મિશન અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે અને ખેતીની સાથો સાથ ઉર્જા અંગેનું પણ વિશેષ રૂપથી જ્ઞાન કેન્દ્રિત કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.