અવકાશ ક્ષેત્રે ભારતે રશિયા, અમેરિકા અને ચીનની કરી બરાબરી

અવકાશ ક્ષેત્રે ભારત દિન-પ્રતિદિન પ્રગતિ કરી રહ્યું છે ત્યારે હાલ ભારત દેશ રશિયા, અમેરિકા અને ચીનની બરાબરી કરી મહાસતાઓને પણ ટેકઓવર કરી રહ્યું છે. ભારતની અવકાશ સંશોધન સંઘની ઉપલબ્ધીઓ હવે ચંદ્ર સુધી પણ પહોંચી ચુકી છે. નાસાનાં ઉપકરણો સાથે ઈસરોનું એટલે કે ભારતનું ચંદ્રયાન-૨ અંતરીક્ષમાં મોકલવા માટેની તૈયારીઓ શ‚ થઈ ગઈ છે. જુલાઈ માસમાં ચંદ્રયાન-૨ અવકાશમાં જવા રવાના થશે અને સપ્ટેમ્બર સુધીમાં ચંદ્ર પર પહોંચશે જયાં ચંદ્રયાનનું રૌવર ૧૫ દિવસ સુધી ચંદ્રની ભૂમિ પર સંશોધન કરશે.

બુધવારનાં રોજ ચંદ્રયાન-૧ મિશન અંગેની માહિતી આપતા જાહેર કરવામાં આવ્યું હતું કે, જુલાઈ મહિનામાં મોકલવામાં આવેલું ચંદ્રયાન-૨માં કુલ ૧૩ ઉપકરણોમાંનું એક ઉપકરણ નાસાનું હશે કે જે ભ્રમણકક્ષા માટે ૮ લેન્ડીંગ માટે ૩ અને સંશોધન માટે ૨ ઉપકરણો ચંદ્ર પર ઉતરશે. જેનાથી ચંદ્ર અને પૃથ્વી વચ્ચેનું અંતર પણ માપવામાં આવશે. ૯ થી ૧૬ જુલાઈ દરમિયાન રવાના થનારું ચંદ્રયાન-૨ સપ્ટેમ્બર સુધીમાં ચંદ્ર ઉપર પહોંચશે.

જેમાં ચંદ્રયાન-૨નું ઓલબીટર ચંદ્રથી ૧૦૦ કિલોમીટરના અંતરે પ્રદક્ષિણા કરતું લેન્ડર અને રૌવર દ્વારા વિગતો મોકલાશે. ૨૭ કિલોનાં રૌવર ચંદ્રયાન-૨ મિશનની સંપૂર્ણ જવાબદારી તેના પર મુકવામાં આવી છે. જેમાં બે સાધનો લગાવવામાં આવ્યા છે. ચંદ્ર ઉપરની સપાટી પર ૪૦૦ મીટર સુધી દુર જશે જે દરમિયાન અલગ-અલગ વૈજ્ઞાનિક પ્રયોગો પણ કરવામાં આવશે. ભ્રમણકક્ષામાં ભ્રમણ કરતા ઓલબીટરને ઈસરો સેન્ટર પર ડેટા પહોંચાડવામાં આવશે જેમાં ૧૫ મિનિટનો સમય લાગશે.

ઈસરોનાં ચેરમેન કે.શીવે માહિતી આપતા જણાવ્યું હતું કે, ચંદ્રયાન-૨નું વિક્રમ ૬ સપ્ટેમ્બરનાં રોજ ચંદ્રની ભૂમિ પર લેન્ડ થશે ત્યાંથી રૌવર બહાર આવશે અને ચંદ્રની ભૂમિ ઉપર ૩૦૦ થી ૪૦૦ મીટરની દુરી પર જશે જેને ૧૪ દિવસનો સમય પણ લાગશે. જો ચંદ્રયાન-૨ ચાંદ સુધી પહોંચવામાં સફળતા પ્રાપ્ત કરશે તો એ દિવસો પણ દુર નથી જયારે ભારત પણ અમેરિકાની જેમ માનવને પણ ચંદ્રયાન મારફતે ચંદ્ર પર મોકલી તિરંગો લહેરાવાશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.