સેટેલાઈટ ઈમેજની મદદ લેવાશે માર્ચ સુધીમાં ૧૦૦૦ ટ્રાન્સપોન્ડર્સ ફાળવશે ઈસરો

દરિયાઈ સુરક્ષા માટે હવે ઈસરોની મદદ લેવામાં આવશે. દરિયામાં થતી શંકાસ્પદ ગતિવિધી ઉપર ઈસરોની ચાંપતી નજર રહેશે અને સુરક્ષા તંત્રને શંકાસ્પદ કિસ્સામાં સાબદુ કરાશે.

ભૂતકાળમાં દરિયાઈ સુરક્ષામાં છીંડાના કારણે દેશ ૨૬.૧૧ જેવા હુમાનો ભોગ બની ચૂકવો છે. ત્યારે આગામી માર્ચ મહિનામાં ઈસરો સરકારને ૧૦૦૦ ટ્રાન્સપોન્ડર ફાળવશે. સેટેલાઈટ દ્વારા ઈસરો દરિયા ઉપર નજર રાખશે. ઉપરાંત ઓટોમેટીક આઈડેન્ટીફીકેશન સીસ્ટમથી ૨૦ મીટરનાં અંતરની બોટને મોનીટર કરી શકાશે.

દરિયાઈ માર્ગે થતી ઘૂષણખોરી રોકવા સરકારે અત્યાર સુધીમાં ૪૬ કોસ્ટલ રડાર અને ૭૪ ઓટોમેટીક આઈડી સિસ્ટમ લગાવી છે. કલર કોર્ડીંગ બોટનાં માધ્યમથી પણ સુરક્ષા સઘન બનાવાઈ રહી છે. સમુદ્રમાં રડાર અને ઓટોમેટીક આઈડી સિસ્ટમના માધ્યમથી શંકાસ્પદ હિલચાલ ઉપર નજર રાખવા માટે સુરક્ષા તંત્રને સરળતા રહેશે. વિગતો મુજબ મોટાભાગનાં માછીમારોને પણ બાયોમેટ્રીક કાર્ડ ફાળવી દેવાયા છે. ૧૯.૯લાખ લાભાર્થીઓ છે. જેમાંથી ૧૯.૭ લાખને નોંધવામાં આવ્યા છે. જયારે ૧૮.૬ લાખને કાર્ડની ફાળવણી કરવામાં આવી છે. દેશમાં ૭૫૧૬ કીમીનો વિશાળ દરિયા કાંઠો છે.

માટે દરિયાઈ સુરક્ષા સઘન બનાવવી જરૂરી બની જાય છે.  દરિયાઈ સુરક્ષા પ્રોજેકટના પ્રથમ તબકકામાં સરકારે વર્ષ ૨૦૦૫થી ૨૦૧૧ દરમિયાન ૨,૬૪૬ કરોડ ખર્ચમાં હતા. જયારે બીજા તબકકામાં રૂ.૧૫૮૦ કરોડનો ખર્ચ કરવામાં આવ્યો હતો.

આંદામાન-નિકોબાર નજીક નૌસેના કવાયત

આંદામાન-નિકોબાર નજીકનાં સ્ટ્રેટેજીક દરિયાઈ વિસ્તારમાં ભારતીય નૌસેના દ્વારા સૈન્ય અભ્યાસ હાથ ધરવામાં આવ્યો હતો. હિંદ મહાસાગરમાં ચીનનો પગપેસારો રોકવા માટે આ ક્ષેત્રને ખૂબજ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.

નૌસેના કવાયતમાં ભરે ટ્રાન્સપોર્ટ એરક્રાફટ, વોરશીપ, ઈન્ફીનીટી કોમ્બરવ્હીકલ અને સ્પેશિયલ ફોસીર્સ ભાગ લીધો હતો. ઉપરાંત આ સૈન્ય અભ્યાસમાં આર્મી ઉપરાંત વાયુદળે પણ ભાગ લીધો હતો.

આંદામાન -નિકોબાર નજીક દેશનીસુરક્ષા માટે એએન્ડએન કમાન્ડ (એએનસી)ની સ્થાપના વર્ષે ૨૦૦૧માં કરવામાં આવી હતી. દેશમાં આ એકમાત્ર કમાન્ડ છે. જેની સાથે આર્મી, નેવી, અને એરફોર્સ જોડાયેલા છે. ત્રણેય પાંખ સાથે મળીને ઓપરેશન પાર પાડે છે. જોકે આ કમાન્ડ ઉપર સરકારે પૂરતુ ધ્યાન ન આપ્યું હોવાના આક્ષેપો થાય છે.

હિંદ મહાસાગરમાં ચાઈનીઝ ન્યુકલીયર સબમરીનના આંટાફેરા ચીંતાનો વિષય બનતા જતા હોય સરકારે આ કમાન્ડ ઉપર ધ્યાન આપવાનું શ‚ કર્યું છે. સમુદ્ર ઉપર નજર રાખવા પોસાઈડન-૮ પેટ્રોલ એરક્રાફટ નૈતાન કરાયા છે. આ ઉપરાંત સ્પાઈ ડ્રોનની બાજનજર સમુદ્રી વિસ્તારમાં રહે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.