રીસેટ-૨ ડીસેમ્બર ૧૧ના રોજ અવકાશમાં તરતુ મૂકાશે: પૃથ્વીની તસ્વીરો અને રજેરજની માહિતી મળતી રહેશે
ભારતના અવકાશ વિજ્ઞાનિઓ અત્યારે સમગ્ર વિશ્વમાં અત્યારે આગવી પ્રતિભા ઉભી કરીને ઈસરોની કામગીરીને સમગ્ર વિશ્ર્વમાં સર્વશ્રેષ્ઠ બનાવવામાં એવી રીતે સફળ થયા છે કે એક પોતાનામાં અવકાશ સંશોધન અને ઉપગ્રહના લોન્ચીંગ માટે રશિયા, અમેરિકા અને ચીનની મદદ લઈને વિશ્ર્વના દેશો અવકાશમાં ઉપગ્રહ છોડતા હતા હવે, અમેરિકા, રશિયા અને ચીન સહિતના તમામ દેશો ઈસરોને લોન્ચીંગ પેડ અવકાશમાં ઉપગ્રહ મોકલવાનો ઉપયોગ કરતા થયા છે. બીજા શબ્દોમાં કહીએ તો ઈસરો અત્યારે ઉપગ્રહ માટે એક માત્ર સંસ્થાન બની ગયું છે. ૨૭મી નવે. પૃથ્વીની તસ્વીરો અને રજેરજની માહિતી માટે ઈમેજીની સેટેલાઈટ કારતોસેટ ૩ના લોન્ચીંગ બાદ ઈસરોએ રડાર ઈમેજીંગ ઓબેઝવેશન સેટેલાઈટ રીસટ ૨ બીઆરઆઈને પીએસએલવી , સી.૪૮ રોકેટના માધ્યમથી શ્રીહરિકોટાથી ડિસે.૧૧ના રોજ અવકાશમાં મોકલવાની પ્રક્રિયાના ચક્રોગતિમાન કરી દીધા છે.
રીસેટ ૨ બીઆરઆઈ દેશના અવકાશ નિરક્ષણ અને સરહદીય સુરક્ષા પર નઝર રાખવા માટે બાજનજરનું કામ કરશે આ સાથે ઈસરો દ્વારા વધુ ચારથી પાંચ એડવાન્સ, રિસેટ શ્રેણીના ઉપગ્રહો ૨૨મીમે સુધીમાં અવકાશમાં તરતા મૂકવા માટે પણ તૈયારીઓ શરૂ કરી દીધી છે. રિસેટ ૨ બીઆરઆઈ વન પછી ત્રીજુ રીસેટ-૨ બીઆરઆઈ આઈએજ મહિનામાં અવકાશમાં છોડાશે ઓછામાં ઓછા ચાર રિસેટ શ્રેણીના ઉપગ્રહોની સુરક્ષાદળોને સરહદની નજર રાખવા અને રોજીંદી વિગતો માટે જરૂર હોવાનું ઈસરોએ જણાવ્યું હતુ. રિસેટ ઉપગ્રહનું વાદળાઓમાંથી રાત્રે નરી આંખે જોઈ શકાશે આ ઉપગ્રહનું ઝુમખુ ૨૪/૭ કલાક સરહદ પર નજર રાખવા માટે ઉપયોગી થશે. આ ઉપગ્રહથી સરહદ પર નજર રાખવા ઉપરાંત આતંકવાદીઓ અને દેશ વિરોધી પ્રવૃત્તિઓની હિલચાલ અને સતત બદલતી જતી પરિસ્થિતિ તસ્વીરો મારફત જાણી શકાશે. ગઈકાલની તસ્વીરો અને આજની તસ્વીરોમાં શું તફાવત આવ્યા છે. તેનું પૃથ્થકરણ કરીને એક એક કલાકની પરિસ્થિતિનું તાગ મેળવવામાં મદદરૂપ થશે આ અગાઉ રિસેટ અહેવાલથી ભારતીય સેનાને સરહદ પર આતંકી કેમ્પોની હિલચાલ ધ્યાને આવી હતી અને પાક. કબ્જાગ્રસ્ત કાશ્મીરમાં ભારતીય સૈન્ય ૨૦૧૬માં સર્જીકલ સ્ટ્રાઈક કરી હતી આ ઉપગ્રહમાં સિથેટીંગ અપચરરડાર એસએઆર લગાવવામાં આવ્યું છે જે ૩.૬ મીટરનાં એન્ટેના સાથે એન્ડવાન્સ રડારનું દેશીવર્ઝન ઈજરાઈલની ટીઈસીએસએઆર ૧ સીસ્ટમનું આધુનિક વર્જન રિસેટ ૨ બીઆરએલ ૫ થી ૧૦ ની રેન્જમાં સારી રીતે કામ કરી શકે છે. તેની સાથે માઈક્રો સેટેલાઈટ આઈકયુપીએસ જીપ અને લેન્ડટર કયુબસેટ અમેરિકન ઉપગ્રહ અવકાશની વિગતો મોકલવા સક્ષમ હતુ ૨ બીઆઈ પાંચ વર્ષ સુધી કાર્યરત રહેશે તેને ૫૬૦ કીમી વિષવૃત પર પ્રસ્થાપિત કરી હવામાનના તમામ મૌસમમાં ઉપયોગ કરી શકાશે તેની તસ્વીરો ખેતી, વનિકરણ ઉપયોગ કરી શકાશે. ૨૨મીમેએ રિસેટ ૨ બીઆરના પ્રત્યાપર્ણ બાદ ઈસરોએ ૨ બીઆરઆઈને ૧૧મી ડિસે. અને ત્યાર પછી ૨ બીઆર ૨ને આવતા મહિનાના બીજા પખવાડીયામાં જ લોંચ કરવામાં આવશે. ઈસરોએ ૨૦૨૦ સુધીમાં ૧૩ મીશનમા છ રોકેટ અને ૭ ઉપગ્રહોના લોગીંગનું કામ હાથ પર લીધુ છે. જેમાં કેટલાક વિશાળ અને ઐતિહાસીક લોગીગમાં સ્વદેશી ધોરણે તૈયાર કરવામાં આવેલા નાના ઉપગ્રહ વાહક એસએસએલવી આવતા વર્ષના પ્રથમ ત્રણ મહિનામાં જ અવકાશમાં તરતા મૂકી ઈસરોના મહત્વકાંક્ષી સંશોધન પરિયોજના પણ આવતા વર્ષે મધ્યાંતરે હાથ ઉપર લેવાશે જે અવકાશ ક્ષેત્રે ભારતની મોટી સિધ્ધી ગણાય છે. ભારતે મોકલેલ ચંદ્રયાનના લેન્ડર ૨ વિક્રેમ તસ્વીરો નાસાના કેમેરામાં કેદ મળી ભારતના મિશન ચંદ્રયાન ૨ના મિશનમાં છેલ્લી ઘડીએ મળેલી અવરોધક સ્થિતિ છતા પણ વિજ્ઞાનીકોએ મિશન ચંદ્રયાનને આગળ ધપાવવાનું ચાલુ રાખ્યું છે. તાજેતરમાં જ નાસા દ્વારા લેવામાં આવેલી ચંદ્રની સપાટીની તસ્વીરોમાં પ્રથમવખત ચંદ્રયાન ૨ના લેન્ડર વિક્રમ ૨ની તસ્વીરો પ્રાપ્ત થ, છે. સપ્ટે ૭ના રોજ હાર્ડલેન્ડીંગના કારણે ક્રેશ થઈ ગયેલા વિક્રમ લેન્ડર તેની નિશ્ર્ચિત જગ્યાએ ઉતરાણ કરવામાં સફળ રહ્યું છે.
નાસાએ પ્રસિધ્ધ કરેલી યાદીમાં વિક્રમના પૃષ્ટી કરવામાં આવી હતી નીલા અને વાદળી સાંકેતિક ટપકા સાથે વિક્રમની પરિસ્થિતિની માહિતી જારી કરી હતી આ તસ્વીરો મળતા ઈસરો હવે પછી મિશન માટેની તૈયારીઓમાં વિક્રમ જેવી ત્રુટીઓનું પુનરાવર્તન ન થાય તે માટે કામે લાગી ગયા છે.