ભારતના આઠમાં નેવિગેશન સેટેલાઇટ IRNSS-1 H ની આજે થનાર લોન્ચિંગ દેશના અંતરિક્ષ અભિયાનોના ઇતિહાસમાં એક નવો અધ્યાય જોડશે કેમ કે આ વખત સેટેલાઇટના એસેમ્બલિંગ અને ટેસ્ટિંગમાં પ્રાઇવેટ સેક્ટર સક્રિયરૂપમાં સામેલ થશે. આ પહેલા પ્રાઇવેટ સેક્ટરની ભુમિકા માત્ર પાર્ટ્સ સપ્લાય કરવા સુધી સિમિત હતી.
– ૧,૪૨૫ કિગ્રા વજનનો આ સેટેલાઇટ શ્રીહરિકોટા સ્થિત સતીશ ધવન સ્પેશ સેંટરના બીજા લોન્ચ પેડ પરથી પોતાની યાત્રા શરૂ‚ કરશે. આ ઉપગ્રહ લોન્ચ વ્હિકલ PSLV-XL થી લોન્ચ કરાશે.
-IRNSS-1 H સેટેલાઇટના નિર્માણમાં બેંગ્લુરુ બેઝ્ડ અલ્ફા ડિઝાઇન ટેક્નોલોજીની આગેવાનીમાં પ્રાઇવેટ કંપનીઓનો ૨૫% યોગદાન છે.
– ISRO ના ચેરમેન એ.એસ. કિરન કુમારે જણાવ્યું હતું કે ‘પ્રથમવાર કોઇ પ્રાઇવેટ કંપની કોઇ સેટેલાઇટના નિર્માણમાં સામેલ થઇ છે. ભવિષ્યમાં અમે હજુ વધારે ખાનગી કંપનીઓને સેટેલાઇટના નિર્માણ કાર્યમાં સામેલ કરીશુ’
– અલ્ફા ડિઝાઇનના સીએમ ડી એચ. એસ. શંકરે જણાવ્યું હતું કે ક્ધર્સાશીઅમને IRNSS-11ને બનાવવાનો ઓર્ડર મળ્યો અને આ પહેલા અમે તેના પર કામ શ‚ કરી ચુક્યા હતા. IRNSS-1ની એપ્રિલ ૨૦૧૮માં લોન્ચિંગ થવાની છે. સંજોગથી IRNSS-11ના એક મહત્વના પાર્ટ વ્હાઇટફીલ્ડને ISRO ના નવા બનેલા સ્પેસ પાર્કમાં વિકસિત કરાયો છે.