LHDAC ને અમદાવાદ ખાતે ‘સ્પેસ એપ્લિકેશન સેન્ટર‘-SAC દ્વારા વિકસાવવામાં આવ્યું
ISRO એ સોમવારે LHDAC પર કેપ્ચર થયેલી ચંદ્રની તસવીરો જાહેર કરી. LHDACને અમદાવાદ ખાતે ISROના પ્રીમિયર રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ સેન્ટર ‘સ્પેસ એપ્લિકેશન સેન્ટર‘-SAC દ્વારા વિકસાવવામાં આવ્યું છે.
ઈસરોએ સોમવારે ‘લેન્ડર હેઝાર્ડ ડિટેક્શન એન્ડ એવોઈડન્સ કેમેરા‘ – LHDAC દ્વારા કેપ્ચર કરાયેલ ચંદ્રની દૂરની બાજુની તસવીરો જાહેર કરી. LHDAC ને અમદાવાદ ખાતે ISROના પ્રીમિયર રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ સેન્ટર ‘સ્પેસ એપ્લિકેશન સેન્ટર‘-SAC દ્વારા વિકસાવવામાં આવ્યું છે. આ કેમેરા એવા વિસ્તારોને ઓળખવામાં મદદ કરે છે કે જે ઉતરાણ માટે સુરક્ષિત છે, જ્યાં કોઈ મોટા પથ્થરો કે ઊંડા ખાડાઓ નથી.