ઈસરોએ ૧૪ દેશોના સેટેલાઈટને જોડી ૩૧ સેટેલાઈટ લોન્ચ કરી અવકાશમાં ભારતની શાખ વધારી
ઈન્ડિયન સ્પેસ રીસર્ચ ઓર્ગેનાઈઝેશન (ઈસરો) દ્વારા ફરીથી સેટેલાઈટના એક બન્ચ કાર્ટોસેટને હરિકોટા ખાતેથી ૩૧ નેનો સેટેલાઈટ સાથે આજે લોન્ચ કરવામાં આવ્યા હતા. જેના દ્વારા સ્પેશક્રાફટ મિશન લોન્ચ કરવાનો સ્પેશ એજન્સીનો આંક ૯૦ને પાર થયો હતો.
જેના દ્વારા ઈસરોએ સેટેલાઈટ બનાવવામાં ઐતિહાસિક સિદ્ધિ પ્રાપ્ત કરી દેશની શાખ વિશ્ર્વ સ્તરે વધારી હતી. જાતે બનાવીને સ્પેશમાં મોકલાયેલા અવકાશી સાધનોમાં સેટેલાઈટ, સ્પેન્ટ રોકેટને અગાઉ કોલીઝમ અને ડીસઈન્ટીગ્રેશનનો સામનો કરવો પડયો છે. ત્યારે આ સ્પેશ રોકેટ માટે પણ ૩૦,૦૦૦ કિ.મી પ્રતિ કલાકથી વધારેની સ્પીડની મુસાફરી દ્વારા ખતરાનો સામનો કરવો પડી શકે છે. નાના-નાના ભાગોમાં જોડાયેલા શાયનેલ દ્વારા સેટેલાઈટ, સ્પેશશટલ અને સ્પેશ સ્ટેશનને નુકસાની પહોંચી શકે છે.
જોકે ઈસરો દ્વારા વિવિધ પઘ્ધતિઓના સેફગાર્ડનો ઉપયોગ સ્પેશમાં કરવામાં આવનાર છે. એજન્સીના સુત્રો જણાવે છે કે વૈશ્ર્વિક પ્રયત્નો દ્વારા મેનમેડ અને નેચરલ સ્પેશ સાધનો જીવના જોખમને ઘટાડે છે. આ અંગેના રીસર્ચ હાથધરીને તેમને સુવિધા પુરી પાડે છે.
અમદાવાદ બેઝના સ્પેશ એપ્લિકેશન સેન્ટરના ડાયરેકટર તપનમિશ્રા જણાવે છે કે આઈએપીસી (ઈન્ટર એજન્સી સ્પેસ ડેબરી કમીટી) દ્વારા સ્પેશ એજન્સી દ્વારા જે એલર્ટ કરવામાં આવે છે. જયારે સ્પેશમાં વમળોના કારણે સેટેલાઈટને સ્પેશમાં ખતરો હોય. ઈસરો દ્વારા મલ્ટી ઓબ્જેકટ ટ્રેકીંગ રડારની પણ વ્યવસ્થા કરવામાં આવી છે કે જેના દ્વારા ૮૦૦ કિ.મી.ના અંતરે ૧૦ ઓબ્જેકટ કે જેની સાઈઝ ૩૦૩૦ સેન્ટીમીટર હોય તેને ટ્રેક કરી શકાય છે. તેમજ ૧૦૦૦ કિ.મી.ના અંતર સુધીમાં ૫૦૫૦ સેન્ટી મીટરની સાઈઝના સાધનોને રડાર દ્વારા ટ્રેક કરી શકાય છે. સ્પેશ એજન્સી દ્વારા સ્પેશમાં ખતરાને ઘટાડવા માટે માસ સેટેલાઈટ લોન્ચ કરવામાં આવી રહ્યા છે. ફેબ્રુઆરીમાં ૧૦૪ સેટેલાઈટના રેકોર્ડ બાદ ઈસરો દ્વારા ૩૧ સેટેલાઈટ માટે તૈયારી ૩૮ હેઠળ શ‚ કરી દેવામાં આવી હતી. જેને આજે હરિકોટા ખાતેથી લોન્ચ કરવામાં આવ્યા છે. આ અંગે એસ.એ.સી.ના ડાયરેકટ જણાવે છે કે એક રોકેટના ઉપયોગ દ્વારા મલ્ટીપલ સેટેલાઈટ લોન્ચ કરીને ઈસરો દ્વારા સ્પેશમાં દુર્ઘટનામાં ઘટાડો કરી શકાશે.