મંગલયાન તેની ક્ષમતાથી અનેક ગણું કામ કરીને અંતે બન્યું ભૂતકાળ: કાર્યક્ષમતા બેટરી અને લાઈફલાઇનથી અનેક ગણું વધુ કામ કરીને મંગલયાને ઇસરોના વૈજ્ઞાનિકો અને ભારતીય ટેકનોલોજીને વિશ્ર્વમાં કરી ઉન્નત મસ્તક
ભારતીય અવકાશ સંશોધન કેન્દ્ર ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન ઈસરોએ અંતે ગઈકાલે સોમવારે મંગલ જ્ઞાન અંગે સ્પષ્ટતા કરીને જણાવ્યું હતું કે મંગલની ભ્રમણ કક્ષામાં ફરતા મંગલ્યાને ગઈકાલે સંપૂર્ણપણે સંપર્ક ગુમાવી દીધો છે તેમને જણાવ્યું હતું કે ક્ષમતા કરતા અનેક ગણું વધુ કાર્ય કરીને હવે લગભગ પૂર્ણ સમજી લેવાનું છે સપ્ટેમ્બર 27 ના રોજ યોજેલી બેઠકમાં લગભગ સંકેત આપી દીધો હતો કે મંગલ જ્ઞાનની જીવન રેખા લગભગ પૂર્ણ થઈ ચૂકી છે સાડા ચારસો કરોડ નો ખર્ચ1350કિલો વજન નું મંગળયાન 5 નવેમ્બર 2013 ના રોજ મંગળની ભ્રમણ કક્ષામાં લોન્ચ કરવામાં આવ્યું હતું સમગ્ર વિશ્વને ઈસરોની તાકાત બતાવી દેનાર મિશન મંગલ ની તવારીક જોવા જોઈએ તો 2013 થી ભારતીય વૈજ્ઞાનિકોએ મિશન મંગલ નો પ્રારંભ કરી દીધો હતો 5/11 ના દિવસે ઇસરોએ પીએસએલવી પર એમઓએમ ને પ્રસ્થાપિત કર્યું હતું.
7/11/13 સ્પેસ ક્રાફ્ટ એ પ્રથમ ભ્રમણ કક્ષા પાર કરી હતી 4/12/13સ્પેસ ક્રાફ્ટ એ 9.15 લાખ કિલોમીટર અંતર કાપ્યું હતું 12/12/14 પ્રથમવાર સંપર્ક થયું હતું 11/2/14 એમઓએમ એ અવકાશમાં 100દિવસ પૂરા કર્યા હતા 9/4/14..299 દિવસની યાત્રા પૂરી કરી નિશ્ચિત જગ્યાએ પહોંચી હતી11/6/14 એમઓએમ ની બીજી યાત્રા પૂર્ણ 24/9/14 અવકાશયા ને મંગળની યાત્રા તરફ ભ્રમણ શરૂ કર્યું 18/10/14 કોર્બેટ સેટિંગ નું મિશન 14/9/15 મંગળ ના ભ્રમણ કક્ષામાં એક વર્ષ પૂરું કર્યું. 24/9/16 પ્રથમ વખત ડેટા રિલીઝ થયું. 19/6/17 મંગળ કક્ષામાં 1000 દિવસ પૂરા થયા 24/9/19 મંગળ કક્ષામાં પાંચ વર્ષ પૂરા થયા 24/9/22.. 8 વર્ષની માઇલ સ્ટોન 27/9/22 અવધી જીવન પૂર્ણ 3/1022 ઈસરોએ મંગલયાન પૂર્ણ થયાની જાહેરાત કરી. ભારતમાં મંગળયાનની બેટરી તેની ક્ષમતા અને લાઇફ પીરીયડ વધુ સમય સુધી ચાલ્યા પછી ખત્મ થઈ ગઈ તેના પગલે એવી અટકળો તેજ થઈ ગઈ છે કે દેશના પ્રથમ અંતર્ગ્રહીય મિશને તેની લાં બી યાત્રા પૂરી કરી લીધી છે. સાડા ચારસો કરોડ રૂપિયાના ખર્ચવાળા માર્સ ઓર્બિટર મિશનને પાંચ નંબર, 2013ને પીએસએલવી-સી 25થી લોન્ચ કરવામાં આવ્યું હતું અને વૈજ્ઞાનિકોએ આ અંતરિક્ષ યાનને પ્રથમ પ્રયત્નમાં 24 સપ્ટેમ્બર 2014ના રોજ સફળતાપૂર્વક મંગળની કક્ષામાં સ્થાપિત કર્યું હતું.
ઈસરોના સૂત્રોએ પીટીઆઈને જણાવ્યું કે મંગલયાનમાં હવે કોઈ ઈંધણ બચ્યું નથી. ઉપગ્રહની બેટરી ખત્મ થઈ છે. સંપર્ક પૂરો થઈ ગયો છે. જોકે ઈસરો તરફથી કોઈ અધિકારિક નિવેદન આવ્યું નથી. ઈસરો આ પહેલા આ યાનને નવી કક્ષામાં લાવવાનો પ્રયત્ન કરી રહ્યું હતું. અધિકારીઓએ નામ ન કહેવાની શરતે કહ્યું કે તાજેતરમાં એક પછી એક ગ્રહણ લાગ્યું, આ પૈકીનું એક તો સાડા સાત કલાક સુધી ચાલ્યું હતું.એક અન્ય અધિકારીએ કહ્યું કે ઉપગ્રહની બેટરીને માત્ર એક કલાક 40મિનિટની ગ્રહણ અવધીના હિસાબથી જ ડિઝાઈન કરવામાં આવી હતી. તેના પગલે એક લાબુ ગ્રહણ લાગી જવાથી બેટરી લગભગ સમાપ્ત થઈ ગઈ. ઈસરોના અધિકારીઓએ કહ્યું કે માર્સ ઓર્બિટર યાને લગભગ આઠ વર્ષ સુધી કામ કર્યું. જ્યારે તેને તો માત્ર છ મહીનાની ક્ષમતા મુજબ જ તૈયાર કરવામાં આવ્યું હતું. તેમણે કહ્યું કે તેણે પોતનું કામ કર્યું અને મહત્વપૂર્ણ વૈજ્ઞાનિક પરિણામ આપ્યા છે મીડિયા રિપોર્ટ મુજબ હવે કોઈ જ ઈંધણ બચ્યું નથી. સેટેલાઈટની બેટરી ખત્મ થઈ ગઈ છે. સંપર્ક હવે તૂટી ગયો છે. જોકે ઈસરો તરફથી આ અંગે કોઈ જ અધિકારિક નિવેદન આવ્યું નથી. ઈસરો મંગળયાનને એક નવી ઓરબિટમાં લઈ જવાનો પ્રયત્ન કરી રહ્યું હતું.