દેશી નેવીગેશન પધ્ધતિમાં સચોટ પરિણામો માટે એટોમીક કલોકનો થશે ઉપયોગ
ઈન્ડિયસ સ્પેસ રીસર્ચ ઓર્ગનાઈઝેશન (ઈસરો)ના નેવીગેશન સેટેલાઈટસ માટે લોકેશન ડેટા મેળવવા ઓટોમીક કલોક વિકસાવવામાં સફળતા મળી છે. હાલ ઈસરો નેવીગેશન સેટેલાઈટ માટે ઓટોમેટીક કલોક યુરોપીયન એરોસ્પેશ કંપની એસ્ટ્રીયમ પાસેી ખરીદે છે.
આ મામલે સ્પેશ એપ્લીકેશન સેન્ટરના ડિરેકટર તપન મિશ્રાએ કહ્યું હતું કે, સ્પેશ એપ્લીકેશન સેન્ટર દ્વારા હાલ ઓટોમેટીક કલોક વિકસાવી તેના પ્રયોગો ચાલુ છે. તમામ પ્રયોગોમાં સફળતા મળ્યા બાદ ટૂંક સમયમાં નેવીગેશન સેટેલાઈટ માટે ઉપયોગમાં લેવામાં આવશે. એટોમીક કલોક વિકસાવ્યા બાદ ઈસરો વિશ્ર્વની એવી ગણી ગાઠી સંસ પૈકીની એક ઈ જશે જેમણે અવકાશ માટે આ પ્રકારની શોધ કરી હોય.
ભારતની દેશી એટોમીક કલોક વિદેશી કંપની પાસેી મંગાવેલી એટોમીક કલોક જેવી નહીં હોય. ભારતીય એટોમીક કલોકની ડિઝાઈન અને ટેકનોલોજી ભિન્ન રહેશે. એટોમીક કલોકનો પ્રયોગ પુરો કરી રોજીંદા ઉપયોગમાં લેવાતા હજુ પાંચ વર્ષ જેટલો સમય લાગશે તેવું માનવામાં આવી રહ્યું છે.
તાજેતરમાં જીપીએસ જેવી દેશી નેવીગેશન સીસ્ટમ વિકસાવવા ઈસરો દ્વારા ૭ સેટેલાઈટ અવકાશમાં તરતા મુકવાનું આયોજન ઘડી કાઢવામાં આવ્યું હતું. આ સેટેલાઈટમાં એટોમીક કલોકના માધ્યમી નેવીગેશન સેટેલાઈટમાં પોઝીશનીંગ જાણવામાં સચોટતા મળે છે. હાલ ઘણી વખત ઈસરો એટોમીક કલોકની જગ્યાએ ક્રિષ્ટલ કલોકનો ઉપયોગ પણ કરે છે. જો કે, ક્રિષ્ટલ કલોક સેટેલાઈટમાં એટોમીક કલોક જેટલા સચોટ પરિણામ આપતી નથિ.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com