‘અમે તમારી ૭૦ વર્ષથી રાહ જોઇ રહ્યા હતા’
ભારતીય વિદેશનીતિના ઈતિહાસમાં નવા અધ્યાયનો પ્રારંભ વિવિધ ક્ષેત્રોમાં નવા ‘ગાઢ મિત્ર’ સાથે મહત્વના કરાર
‘અમે તમારી ૭૦ વર્ષ રાહ જોઈ છે’ કહી ઈઝરાયેલના ત્રણ દિવસના મહેમાન બનેલા વડાપ્રધાન મોદીનું ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામીન નેતાન્યાહુએ ઉષ્માભર્યું સ્વાગત કયુર્ં હતું.
ઈઝરાયેલના વડાપ્રધાન નેતાન્યાહુ પ્રોટોકોલનો ભંગ કરી મોદીનું એરપોર્ટ પર સ્વાગત કરવા પહોંચ્યા હતા અને ‘આપકા સ્વાગત હૈ મેરે, દોસ્ત’ કહી મોદીને આવકાર્યા હતા. મોદીએ પણ હિબ્રુ ભાષામાં શાલોમ એટલે કે હેલ્લો કહી ઈઝરાયલ આવીને ખુશી થઈ હોવાનું કહ્યું હતું.
વડાપ્રધાન નેતાન્યાહુએ કહ્યું હતું કે, અમે ભારતને પ્રેમ કરીએ છીએ. અમે તમારી સંસ્કૃતિ, ઈતિહાસ, લોકતંત્ર અને વિકાસની પ્રતિબઘ્ધતાને વખાણીએ છીએ. આપણા જીવનના પ્રકાર, ભાગીદારી અને લોકોની આયાત ઉપર મને ભરોસો છે.
વડાપ્રધાન મોદીએ નેતાન્યાહુના મોટાભાઈ યોનાતાન નેતાન્યાહુની શહિદી યાદ કરી હતી.
મોદી અને નેતાન્યાહુ ગાઢ મિત્રોની જેમ ત્રણ વખત ભેટયા હતા. વડાપ્રધાન મોદી ઈઝરાયલની મુલાકાત લેનાર પ્રથમ ભારતીય વડાપ્રધાન છે. ઈઝરાયેલનો રાજકિય પ્રવાસ આરંભીને ભારતીય વિદેશ નીતિનો નવો અધ્યાય મોદીએ શ‚ કર્યો છે.
આ મુલાકાત દરમિયાન અનેક ઐતિહાસિક પ્રસંગો રચાયા છે. ભારત અને ઈઝરાયલ અવકાશ ક્ષેત્રે પણ સહકાર સાધશે. સ્કાય ઈઝ નોટ લિમિટ.