ગાઝામાંથી લાખો લોકોનું સ્થળાંતર : ઇઝરાયેલ હુમલાઓ કરવાની ફિરાકમાં
આંતરરાષ્ટ્રીય ન્યુઝ
ઇઝરાયલ અને હમાસ વચ્ચેના યુદ્ધ વચ્ચે અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેને મોટું નિવેદન આપ્યું છે. તેઓએ કહ્યું કે હમાસનો સંપૂર્ણ વિનાશ જરૂરી છે. અમેરિકી રાષ્ટ્રપતિએ ચેતવણી આપી હતી કે ગાઝા પર કબજો કરવો ઇઝરાયેલ માટે ભૂલ હશે, પરંતુ હમાસને ત્યાંથી ફેંકી દેવું જરૂરી છે.
1967ના મિડલ ઈસ્ટ યુદ્ધમાં ઈઝરાયેલે વેસ્ટ બેંક, ગાઝા અને ઈસ્ટ જેરુસલેમ પર કબજો કરી લીધો હતો. ત્યારે ફરી વખત કબજો લેવાના પ્રયાસને અમેરિકન રાષ્ટ્રપતિએ ભૂલ ગણાવી છે. આ સિવાય બિડેને ઈરાનને પણ ચેતવણી આપી હતી. તેમણે કહ્યું કે ઈરાને આ યુદ્ધને વધારવાનું કામ ન કરવું જોઈએ. આ પહેલા ઈરાનના વિદેશ મંત્રી હોસૈને ચેતવણી આપી હતી કે તેમનો દેશ કાર્યવાહી કરી શકે છે. તેમણે કહ્યું હતું કે ઈરાન માત્ર નિરીક્ષક રહી શકે નહીં. તેમણે ચેતવણી આપી હતી કે જો યુદ્ધનો વ્યાપ વધશે તો અમેરિકાને પણ ઘણું નુકસાન થશે.
જો ગાઝા ઉપર હુમલો થયો તો ઇઝરાયેલને કબ્રસ્તાનમાં ફેરવી દેશું : ઈરાન
ઈરાનના વિદેશ મંત્રી હોસેન અમીરાબ્દોલ્લાહિયાને કહ્યું છે કે જો ઈઝરાયેલ ગાઝા પર આક્રમણ કરવાનો નિર્ણય લેશે તો વિરોધ નેતાઓ ઈઝરાયેલને પોતાના સૈનિકો માટે કબ્રસ્તાનમાં ફેરવી દેશે. ઈરાનના વિદેશ મંત્રીએ કહ્યું છે કે ગાઝા પટ્ટીમાં ઈઝરાયેલનો કોઈપણ જમીની હુમલો મધ્ય પૂર્વમાં અન્યત્ર સંઘર્ષનું કારણ બની શકે છે. અમીરાબ્દુલ્લાહિયાને અમેરિકાને ઈઝરાયેલની કઠપૂતળી ગણાવી છે.