પેલેસ્ટાઇનીઓના માર્ચ ઓફ રીટર્નના વિરોધ પ્રદર્શનથી ઇઝારાયલ-ગાજા બોર્ડર પર ફરી એક વખત હિંસા ભડકી: ઇઝરાયલી સેનાના હુમલામાં ૧૬ના મોત હજારો લોકો ઘાયલ
પેલેસ્ટાઇનના ગાજાપટ્ટીમાં વધુ એક વખત હિંસા ભડકી ઉઠી છે. ઇઝરાયલની સેનાએ ઇઝરાયલ-ગાજા બોર્ડર પર ઘાતકી હુમલો કર્યો છે. ઇઝરાયલી સેનાએ ગાજાપટ્ટી પર છોડેલા ટીયર ગેસ, રબર બુલેટ અને લાઇવ ફાયરમાં ૧૬ પેલેસ્ટાઇનીઓના મોત નિપજયા છે. તો હજારોની સંખ્યામાં લોકો ઘાયલ થયા છે.
જણાવી દઇએ કે, ઇઝરાયલ ગાજા બોર્ડર પર હજારોની સંખ્યામાં પેલેસ્ટાઇન લોકો માર્ચ ઓફ રીટર્ન નામથી વિરોધ પ્રદશન કરી રહ્યા હતા તે સમયે ઇઝરાયલી સેનાએ અલગ અલગ ૬ જગ્યાઓ પર ફાયરીંગ કરી હુમલો કર્યો. આ વિરોધ પ્રદર્શનમાં મોટી સંખ્યામાં મહિલાઓ અને બાળકો પણ સામેલ થયા હતા. આ વિરોધ એવા સમયે પેલેસ્ટાઇનીઓ દ્વારા થઇ રહ્યો હતો કે જયારે અમેરીકા થોડા સમયમાં યુરુશલમમાં પોતાનો દુતાવાસ ખોલવા જઇ રહ્યું છે.
પેલેસ્ટાઇનના લોકો વૈશ્ર્વિકસ્તર પર ૩૦ માર્ચના દિવસને ભુમિ દિવસ તરીકે ઉજવે છે. ૩૦ માર્ચ ૧૯૭૬માં ગૈલિલીમાં અરબી કબ્જા વાળી જમીનને ઇઝરાયેલી સરકાર દ્વારા હડપી લેવામાં આવી હતી. જેના વિરોધમાં તે સમયે ભારે હિંસા થઇ હતી અને લગભગ છ અરબ ઇઝરાયલી લોકો માર્યા ગયા હતા. જેની યાદમાં આ દિવસ મનાવાય છે. તે જ પ્રસંગે ગઇકાલે એટલે કે ૩૦ માર્ચે ફરી હિંસા ભડકી ઉઠી હતી. આ મામલે ઇઝરાયલનું કહેવું છે કે પેલેસ્ટાઇનના લોકોએ મોટી સંખ્યામાં બોર્ડર પર એકઠા થઇ સુરક્ષા તોડી પ્રતિબંધીત ક્ષેત્રમાં ધુસવાની કોશીષ કરી હતી અને વધુ ઘર્ષણ થતા હિંસક બનાવ બન્યો.
ઇઝરાયલના કહેવા મુજબ પેલેસ્ટાઇનના પ્રદર્શનકારીઓ બોર્ડર પર સુરક્ષા તોડી ઇઝરાયલી સૈન્ય બળ પર ફાયર બોમ્બ અને પથ્થરો ફેંકવા લાગ્યા અને ટાયરો બાબી વિરોધ કર્યો ત્યારબાદ પ્રદશને હિંસક સ્વરુપ ધારણ કરતા અફરાતફરી મચી બીજી તરફ પેલેસ્ટાઇનના સ્વાસ્થય મંત્રાલયે ઘટનાની જાણકારી આપતા કહ્યું કે ૧૬ પેલેસ્ટાઇનોના મોત નિજપયા છે. અને ટીયર ગેસ રબર બુલેટને કારણે ઘાયલોની સંખ્યા વધી છે.