આંતરરાષ્ટ્રીય પતંગોત્સવમાં સોથી પણ વધુ દેશના મહાનુભાવો બનશે અમદાવાદના મહેમાન
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામીન નેતાનપાહુ નવા વર્ષની ઉતરાયણ ગુજરાતમાં ઉજવશે જોકે ભારતનાં વડાપ્રધાન પણ આ વર્ષે ઈઝરાયેલ પ્રવાસે ગયા હતા. હવે તેમની મહેમાનગતી કરાશે વડાપ્રધાનની રૂચી પ્રમાણે પહેલા ચીનનાં રાષ્ટ્રપતિ જીંગપિંગ, જાપાનના વડાપ્રધાન શિન્ઝો આબે, યુએસના સેક્રેટરી જોન કેરી અને યુએનના સેક્રેટરી બન કી મુનને ઉતરાયણ માટે આમંત્રીત કર્યા છે.
આ ઉપરાંત અનેક વિકસીત દેશોનાં રાષ્ટ્રપતિઓ અને ૧૦૦થી પણ વધુ દેશોનાં પ્રતિનિધિઓ ગુજરાતની ઉતરાયણ માણશે જોકે ઈઝરાયેલે વાઈબ્રન્ટ ગુજરાતનાં દરેક સમિટમાં ભાગ લીધો છે. પરંતુ આ વખતે પહેલી વખત ઈઝરાયેલના વડાપ્રધાન ગુજરાત પ્રવાસે આવશે હાલ ભારત અનેક પ્રાંતો સાથે સારા સંબંધો બાંધી રહ્યું છે. તો જયારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઈઝરાયેલની મુલાકાતે ગયા હતા તો તેમનું સારૂ એવું સત્કાર કરવામાં આવ્યું હતુ કારણ કે ગુજરાતની ઉતરાયણ ખૂબજ પ્રખ્યાત છે. અને મોદી આ રીતે અનેક પ્રાંતો સાથે સારા સંબંધો વિકસાવશે.
ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં ઉતરાયણ ધામધૂમથી ઉજવાતો પર્વ છે. તેમાં પણ અલગ અલગ શહેરોમાં પતંગોત્સવની ઉજવણી કરાય છે. ત્યારે અમદાવાદમાં યોજાનારા ખાસ કાર્યક્રમમાં દેશ વિદેશનાં મહાનુભાવો હાજરી આપશે. જણાવી દઈએ કે આ વર્ષે અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય કાઈટ ફેસ્ટીવલનું આયોજન કરાયું છે. જે સાબરમતી રીવરફ્રંટ ખાતે ૧૩ થી ૧૪ જાન્યુઆરી સુધી યોજાશે જેનો આસમાની અદભૂત નજારો જોવા માનવ મહેરામણ તો ઉમયશે જ પરંતુ આ સાથે ઈઝરાયલના વડાપ્રધાન સહિતના દિગ્ગજો હાજર રહેશે.
ભારતની મુલાકાતે આવી રહેલા ઈઝરાયલનાં વડાપ્રધાન બેંજામીન નેતાનયાડુ અમદાવાદમાં પતંગ ઉડાડશે. આ સિવાય ગુજરાતમાં વનોના રાજા સિંહોને નિહાળવા પી.એમ. મોદી અને ઈઝરાયલ પી.એમ. નેતાનયાડુ ગીરની મુસાફરી કરશે અને કચ્છમાં એગ્રીકલ્ચર સેન્ટર ઓફ એકસેલન્સની પણ મુલાકાત લેશે અને ત્યારબાદ આ બંને વડાપ્રધાન દિલ્હી ખાતે રવાના થશે જયાં દ્વિપક્ષીય કરારો વિશે ચર્ચા કરશે. જેમાં કૃષિ સંરક્ષણ અને ગ્રીન ટેકનોલોજી ક્ષેત્રે રોકાણો કરે તેવી શકયતા છે.