૧૫૦૦ ફૂટની ઉંચાઈ પરથી સતત ૭૨ કલાક સુધી હિલીયમ બલુન હાઈ રિઝોલ્યુશન કેમેરાથી રથયાત્રાનું મોનિટરીંગ કરશે
ભગવાન જગન્નાથપુરીના રથ તેમજ રથયાત્રાના સુરક્ષાની તકેદારી ઈઝરાયલી બલુનને સોંપવામાં આવી છે. સૌ પ્રથમ વખત ગુજરાત પોલીસ ૧૪મી જુને યોજાનારી રથયાત્રા પર હાઈ રિસોલ્યુશનથી સજજ ઈઝરાયલની હિલિયમ બલુનની મદદથી સતત મોનીટરીંગ કરશે શહેર પોલીસ અધિકારીએ જણાવ્યું હતુ કે આ બલુન કોઈપણ માનવરહીત એર વાહનોની સિસ્ટમ કરતા સસ્તુ છે.
આ બલુન ૧૫૦૦ ફીટની ઉંચાઈ સુધી પહોચી ૫ કી.મી. સુધીનાં રેડીયસ એરિયાને કવર કરશે. હાઈ રિસોલ્યુશન કેમેરાથી એકસ્ટ્રા ઝુમ પણ થઈ શકો. ઈઝરાયલી બલુન ૭૨ કલાક સુધી સતત હવામાં રહી શકે છે. ક્રાઈમ બ્રાન્ચના ડે. કમિશનર દિપેન ભદ્રાને જણાવ્યું હતુ કે દરિયાપૂર અને શાહપૂર નજીક બલુન રાખવામા આવશે જે પુરી રથયાત્રાની મોનીટરીંગ માટે ફોટા સિસ્ટમમાં મોકલાવશે.
ઉચ્ચ પોલીસ અધિકારીઓએ જણાવ્યુંં હતુ કે ઈઝરાયલી બલુન વિશ્વભરમાં હાઈ પ્રોફાઈલ ઈવેન્ટ અને સેન્સીટીવ કેસમાં ઉપયોગમાં લેવાય છે. સપ્ટેમ્બર ૨૦૧૭માં કોલંબીયામાં પોપ ફ્રાન્સીસમાં સર્વીલન્સ સિસ્ટમના ભાગરૂપે આ બલુનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. પોલીસ અધિકારી ભદ્રને જણાવ્યું કે બલુન હાઈ રિઝોલ્યુશન કેમેરાથી સજજ છે. જે એરિયલ સર્વીલન્સ માટે દિવસ તેમજ રાતના નાઈટ વિઝન પ્રમાણે ડીઝાઈન કરવામાં આવ્યા છે. રથયાત્રા દરમ્યાન નેશનલ સિકયોરીટી ગાર્ડ ખડેપગે રહેશે. શાહીબાગની ટીમ ક્રાઈમ બ્રાંચ એનએસજીનાં જવાનોને ગાઈડ કરશે તેથી શહેરની ભૌગોલીક સ્થિતિ મુજબ સુરક્ષાની તકેદારી લેવામાં આવશે.