મુખ્યમંત્રીની ઈઝરાયેલના કૃષિ-ગ્રામીણ વિકાસ મંત્રી સાથે ફળદાયી મુલાકાત
રાજયના પ્રતિનિધિ મંડળે સિંચાઈ, ગ્રીન ટેકનોલોજી, ડિજિટલ ફાર્મિંગની અગ્રગણ્ય નેટાફિમની મુલાકાત લીધી
કૃષિ-બાગાયત સહિતના આનુષાંગિક ક્ષેત્રો માટે ગુજરાત અને ઇઝરાયેલ જોઇન્ટ વર્કીંગ ગૃપની રચના કરશે તેમ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું.
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની ઇઝરાયેલના કૃષિ-ગ્રામીણ વિકાસ મંત્રી શ્રીયુત ઉરી અરિયલ સોની તેલ અવીવમાં યોજાયેલી સૌજન્ય મૂલાકાત દરમ્યાન આ જોઇન્ટ વર્કીંગ ગૃપની રચના અંગે ફળદાયી પરામર્શ કરવામાં આવ્યો હતો.
ઇઝરાયેલના કૃષિમંત્રી ઉરી અરિયલે ઇઝરાયેલ-ગુજરાતના કૃષિ-બાગાયત સહિતના અન્ય ક્ષેત્રમાં પરસ્પર આદાન-પ્રદાન માટે આવું જોઇન્ટ વર્કીંગ ગૃપ રચવાની કરેલી દરખાસ્તનો મુખ્યમંત્રીએ સકારાત્મક પ્રતિભાવ આપતાં આ જોઇન્ટ વર્કીંગ ગૃપ કાર્યરત કરવાની સ્વીકૃતિ આપી હતી.
મુખ્યમંત્રીએ કહ્યું કે, આ જોઇન્ટ વર્કીંગ ગૃપ રાજ્યના કૃષિ કલ્યાણ વિભાગના અધિક મુખ્યસચિવ સંજય પ્રસાદના નેતૃત્વમાં ગર્વનમેન્ટ-ટુ-ગર્વનમેન્ટ જી ટુ જી બેઝિઝ પર સાથે મળીને કાર્યરત શે જોઇન્ટ વર્કીંગ ગૃપ ગુજરાત ઇઝરાયેલ વચ્ચે ઇ૨ઇ બિઝનેસ ટુ બિઝનેસ સ્તરના કોલોબરેશન માટેની સંભાવનાઓ પણ ચકાસશે.
મુખ્યમંત્રીએ યુત ઉરી અરિયલ સાથે ગુજરાત અને ઇઝરાયેલ વચ્ચે કૃષિ બાગાયત ક્ષેત્ર સહિતના ક્ષેત્રોમાં પરસ્પર સહયોગ અને સંયોજનની વિવિધ તકો અંગેની વિશદ ચર્ચાઓ કરી હતી.
રૂપાણીએ આ વેળાએ સ્પષ્ટપણે જણાવ્યું કે, ગુજરાત સરકાર ખેતી અને ખેડૂતોની સમૃધ્ધિને સંપૂર્ણ અગ્રીમતા આપે છે. ર૦રર સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવામાં પ્રધાનમંત્રીના સંકલ્પને સિધ્ધ કરવા માટે ગુજરાત પ્રતિબધ્ધ છે.
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના ઇઝરાયેલ પ્રવાસ દરમિયાન ઇઝરાયેલની સિંચાઇ પદ્ધતિ અને ગ્રીન હાઉસ એગ્રો ટેકનોલોજી સહિત ડિજિટલ ફાર્મિંગ-એગ્રીકલ્ચર માટેની અગ્રગણ્ય કંપની નેટાફિમના સીઇઓ યુત રન મૈદન સાથે વિચાર-વિમર્શની ફળશ્રુતિ રૂપે ગુજરાત માટે ડિજિટલ ફાર્મિંગના દ્વાર ખૂલ્યાં છે.
તદઅનુસાર, ઇઝરાયેલ તરફી ગુજરાતને પ્રાયોગિક ધોરણે ડિજિટલ ફાર્મિંગનો પ્રોજેક્ટ હાથ ધરવા ડિજિટલ ફાર્મિંગના ૧૦૦ યુનિટ ગીફટ-ભેટ અપાશે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે ઇઝરાયલની આ ડિજિટલ ફાર્મિંગ ભેટ ગુજરાતના કૃષિ ક્ષેત્રમાં ગેઇમ ચેંજર બનશે અને ભવિષ્યમાં ગુજરાતને ડિજિટલ ફાર્મિંગ તરફ લઈ જવામાં મહત્વનું કદમ બનશે.
આ અગાઉ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ઇઝરાયલ મુલાકાત વેળાએ ઇઝરાયેલ દ્વારા બે મોબાઈલ ડિસેલીનેશન યુનિટ ભેટ આપવામાં આવ્યા હતા. અત્રે એ ઉલેખનીય છે કે ડિજિટલ ફાર્મિંગમાં સેન્સર ઇક્વિપમેન્ટનો સમાવેશ થાય છે, તે માટી, હવામાનની પરિસ્થિતિ, ભેજની પ્રાપ્યતા, પાકની સ્થિતિ અને તંદુરસ્તીની માહિતી રિયલ ટાઇમના ધોરણે એકત્રિત કરે છે. આ સેન્સર્સ ક્લાઉડ આધારિત ટેક્નોલોજી તા આર્ટિફિશયલ ઇન્ટેલિજન્સ/ મશીન લર્નિંગ ટેક્નોલોજિઝની મદદી પાક સંબંધિત તમામ માહિતીનું ટ્રાન્સમિશન તેમજ વિશ્લેષણ થઇ શકે છે.
આ પદ્ધતિ ડ્રીપ ઇરિગેશન ટેક્નોલોજીને ઓટોમેટિક બનાવવા તથા પાણી અને ખાતરની બચત કરવામાં આશીર્વાદરૂપ છે. ડિજિટલ ફાર્મિંગની મદદી પ્રત્યેક પાકની આવશ્યક્તા મુજબ જ પાણી અને ખાતરનો ઉપયોગ શક્ય બનશે અને આ રીતે ઉપલબ્ધ સંસાધનોનો કાર્યક્ષમ રીતે ઉપયોગ ઈ શકશે. આ પ્રોજેક્ટની મદદી ગુજરાતના ખેડૂતોની ખેત ઉત્પાદકતા વધતાં આવકમાં પણ વૃદ્ધિ થશે.
મુખ્યમંત્રીએ કહ્યું કે, ઇઝરાયલની ડિજિટલ ફાર્મિંગ પદ્ધતિનો ગુજરાતમાં વિનિયોગ કરીને રાજ્યની કૃષિક્રાંતિમાં નવા આયામો સર્જી ગુજરાત ખેતી અને ખેડૂતના સર્વાંગી વિકાસ માટે પ્રતિબદ્ધ છે, ઇઝરાયલની કૃષિ ટેક્નોલોજિઝ અને તકનિકીની જાણકારી ગુજરાતના કૃષિ ક્ષેત્રને વધુ સશક્ત બનાવી શકે છે, તેમ પણ તેમણે ઉમેર્યું હતું.