ઇઝરાયેલ અને હમાસ વચ્ચે આજે યુદ્ધ વિરામનો છઠો દિવસ છે. ગઈકાલે પાંચમા દિવસે હમાસે 12 વધુ બંધકોને જ્યારે ઈઝરાયેલે 30 પેલેસ્ટિનિયન કેદીઓને મુક્ત કર્યા હતા.

ઇન્ટરનેશનલ કમિટી ઓફ ધ રેડ ક્રોસ  કહે છે કે ગાઝામાંથી 12 બંધકોને મુક્ત કરવામાં આવ્યા છે.  જેમાંથી 10 ઈઝરાયલી છે જ્યારે બે વિદેશી નાગરિક છે. આ ઉપરાંત એક વિડીયો પણ જાહેર કરાયો છે જેમાં ઈઝરાયેલની ઑફર જેલમાંથી પેલેસ્ટિનિયન નાગરિકોને લઈ જતી બસ નીકળતી દેખાય છે. ઈઝરાયેલનું કહેવું છે કે તેઓએ 30 પેલેસ્ટિનિયન કેદીઓને મુક્ત કર્યા છે.

યુદ્ધવિરામ દરમિયાન અત્યાર સુધીમાં હમાસે 81 બંધકોને અને ઈઝરાયેલે 180 પેલેસ્ટાઈનીઓને જેલમાંથી મુક્ત કર્યા

7 ઓક્ટોબરે ઈઝરાયેલ પર હુમલા દરમિયાન હમાસના લડવૈયાઓએ લગભગ 240 લોકોને બંધક બનાવ્યા હતા.  આ હુમલામાં 1200 લોકો માર્યા ગયા હતા.  તેના જવાબમાં ઈઝરાયેલે ગાઝા પર હુમલો કર્યો, જેમાં 15,000થી વધુ લોકો માર્યા ગયા. કતારની મધ્યસ્થીથી ઇઝરાયેલ અને હમાસ વચ્ચે યુદ્ધવિરામની અવધિ વધુ બે દિવસ લંબાવવામાં આવી હતી.  બંને પક્ષો વચ્ચે ચાર દિવસીય યુદ્ધવિરામ સોમવારે રાત્રે સમાપ્ત થઈ રહ્યો હતો પરંતુ હવે તેને વધુ બે દિવસ લંબાવવામાં આવ્યો છે.અત્યાર સુધીમાં હમાસે યુદ્ધવિરામ હેઠળ ડઝનબંધ બંધકોને મુક્ત કર્યા છે. ગયા શુક્રવારથી બંને પક્ષો વચ્ચે ચાર દિવસીય યુદ્ધવિરામ શરૂ થયો હતો.  આ યુદ્ધવિરામ હેઠળ હમાસે પ્રથમ બેચમાં 25 બંધકોને મુક્ત કર્યા હતા.  જેમાં ઈઝરાયેલના 13 અને થાઈલેન્ડના 12 નાગરિકો સામેલ હતા. હમાસ દ્વારા માત્ર ઇઝરાયેલના નાગરિકોને જ બંધક બનાવવામાં આવ્યા નથી.  હકીકતમાં, તેઓ વિશ્વના ઘણા દેશોના નાગરિકો પણ છે.  મોટાભાગના બંધકો એવા છે જેઓ 7 ઓક્ટોબરે સંગીત સમારોહમાં સામેલ થયા હતા.  હમાસે અહીંથી નાગરિકોને બંધક બનાવ્યા હતા.

અહેવાલ અનુસાર, ગાઝામાં યુદ્ધવિરામના પ્રથમ પાંચ દિવસમાં હમાસે 81 બંધકોને મુક્ત કર્યા છે, જેમાં મુખ્યત્વે મહિલાઓ અને બાળકો છે.  આ સાથે જ ઈઝરાયેલે 180 પેલેસ્ટાઈનીઓને જેલમાંથી મુક્ત કર્યા છે.  આમાંની મોટાભાગની મહિલાઓ અને સગીરો છે. મળતી માહિતી મુજબ, ઈઝરાયેલ સિવાય જે દેશોના નાગરિકોને હમાસ દ્વારા બંધક બનાવવામાં આવ્યા છે તેમાં અમેરિકા, થાઈલેન્ડ, જર્મની, આર્જેન્ટિના, બ્રિટન, ફ્રાન્સ, નેધરલેન્ડ અને પોર્ટુગલના નાગરિકો પણ સામેલ છે.

ગાઝામાં હમાસના અધિકારીઓના પ્રવક્તાએ જણાવ્યું કે શાળામાં 200 લોકો માર્યા ગયા અથવા ઘાયલ થયા.  ઈઝરાયેલની સેનાએ કોઈ નિવેદન આપ્યું નથી.  ઈઝરાયેલમાં ઑક્ટોબર 7ના હુમલા પછી ઈઝરાયેલે હમાસને ખતમ કરવાની પ્રતિજ્ઞા લીધી હતી, જેમાં તેના લડવૈયાઓએ 1,200 લોકોની હત્યા કરી હતી અને 240ને બંધક બનાવ્યા હતા.  હમાસ શાસિત ગાઝા પટ્ટીના અધિકારીઓએ જણાવ્યું હતું કે મૃત્યુઆંક વધીને 12,300 થયો છે, જેમાં 5,000 બાળકોનો સમાવેશ થાય છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.