ફાયર બ્રિગેડની ટીમ સતત સ્થળ પર તહેનાત
ગણેશ વિસર્જન માટે શહેરના સાત સ્થળે રાજકોટ મહાનગરપાલિકા ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીઝ શાખા દ્વારા ફાયર ઇમરજન્સી સર્વિસીઝ શાખાનો સ્ટાફ તેમજ પોલીસ બંદોબસ્ત જે રાજકોટ શહેરી શહેરીજનો માટે જે ગણેશ વિસર્જનની વ્યવસ્થા કરવામાં આવ્યુ છે બપોરે 12 વાગ્યા સુધીમાં કરવામાં ગણેશજીની 904 મૂર્તિઓનું વિસર્જન કરવામા આવ્યું હતું.
આજી ડેમ ઓવરફ્લો પાસે ખાણ નં. – 1માં 320 મૂર્તિઓ,
આજી ડેમ ઓવરફ્લો પાસે ખાણ નં. – 2માં 54 મૂર્તિઓ,
આજી ડેમ ઓવરફ્લો ચેક ડેમમાં 24 મૂર્તિઓ,
પાળ ગામ, જખરા પીરની દરગાહ પાસે, મવડી ગામથી આગળમાં
210 મૂર્તિઓ, ન્યારાના પાટીયા પાસે ન્યારા રોડ, ખાણમા જામનગર રોડ પાસે 208 મૂર્તિઓ
બાલાજી વેફર્સની સામે વાગુદળ પાટીયા પછીના પુલ નીચે કાલાવડ રોડ પર 28 મૂર્તિઓ અને એચ.પી.ના પેટ્રોલ પમ્પ સામે, રવિવારી બજાર વાળુ ગ્રાઉન્ડ આજી ડેમ પાસે ભાવનગર રોડ પર 60 મૂર્તિઓ સહિત 904 ગણેશ મુર્તિ વિસર્જન કરાયું હતું.