સૌથી વધુ  ન્યારાના પાટીયા પાસે 2236 મૂર્તિઓનું કરાયુ વિસર્જન

રાજકોટ મહાનગરપાલિકા દ્રારા અલગ અલગ સાત સ્થળે 7229 ગણેશજીની મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું. ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીઝ શાખાની ટીમ સતત સ્થળ પર હાજર રહી હતી.

આજી ડેમ ઓવરફ્લો પાસે ખાણ નં. – 1માં 2220 મૂર્તિ, આજી ડેમ ઓવરફ્લો પાસે ખાણ નં. – 2માં 485 મૂર્તિ આજી ડેમ ઓવરફ્લો ચેક ડેમમાં 34 મૂર્તિ, પાળ ગામ પાસે જખરા પીરની દરગાહ પાસે, મવડી ગામથી આગળ 1980 મૂર્તિ, ન્યારાના પાટીયા પાસે ન્યારા રોડ, ખાણમા જામનગર રોડ 2236 મૂર્તિઓ બાલાજી વેફર્સની સામે વાગુદળ પાટીયા પછીના પુલ નીચે કાલાવડ રોડ 139 મૂર્તિઓ અને એચ.પી.ના પેટ્રોલ પમ્પ સામે, રવિવારી બજાર વાળુ ગ્રાઉન્ડ આજી ડેમ પાસે ભાવનગર રોડ પર 274 મૂર્તિ સહીત કુલ 7229  ગણેશ મુર્તિ વિસર્જન કરાયુ હતું.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.