પશ્ર્ચીમ રેલવેના સુરેન્દ્રનગર, જામનગર, દ્વારકાની સાથે હવે રાજકોટને પણ આ પ્રમાણપત્ર એનાયત

રાજકોટ રેલવે ડીવીઝનના ચાર સ્ટેશન હવે આઇએસઓ પ્રમાણીત થયા છે. ઇન્ટરનેશનલ મેનેજમેન્ટ સિસ્ટમ સર્ટીફીકેટ સંસ્થા દ્વારા રાજકોટ સ્ટેશનને  આઇએસઓ ૧૪૦૦૧-૨૦૧૫ એન્વાયમેન્ટ મેનેજમેન્ટ સિસ્ટમનું પ્રમાણપત્ર એનાયત કરાયું છે. આ પ્રમાણપત્ર રાજકોટ ડીઆરએમ પરમેશ્ર્વર ફુંકવાલ તેમજ રાજકોટ સ્ટેશન ડાયરેકટર ડી.કે. ઝાને પ્રદાન કરાયું હતું. આ સર્ટીફીકેટ યાત્રી સુવિધા અને સ્વચ્છતા સહીતના વિવિધ માપદંડોની તપાસ કર્યા બાદ ૩ વર્ષ માટે આપવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે સુરેન્દ્રનગર, જામનગર, દ્વારકા સ્ટેશનને આઇએસઓ પ્રમાણપત્ર પહેલેથી જ પ્રાપ્ત છે. પર્યાવરણને ઘ્યાનમાં રાખીને સ્ટેશન પર મુળભુત યાત્રી સુવિધાઓ, સ્વચ્છતા, સ્ટેશન પર સ્વચ્છ વાતાવરણ, વેટીંગ રુમ, રિટાયરિંગ રુમ, યાત્રીઓ માટે શુઘ્ધ પાણી કચરા માટે સારી વ્યવસ્થા વગેરે જેવી સારી સુવિધાઓ આપવા બદલ આ પ્રમાણપત્ર એનાયત કરવામાં આવે છે.

patto ban labs 1

આ તકે વરીષ્ઠ મંડલ યાત્રિક ઇન્જીનીયર એલ.એન. દહમા, વરિષ્ઠ વાણિજય પ્રબંધક રવિન્દ્ર શ્રીવાસ્તવ, અભિનવ જેફ, વી.પી. ઝાલા તેમજ ગૌરવ શાસવત સહીતનાઓ ઉ૫સ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.