આધાર કાર્ડ એક આવશ્યક દસ્તાવેજ બની ગયું છે. તેનો ઉપયોગ ઓળખ કાર્ડ માટે કરી શકાય છે. ઘણા લોકો કર્મચારીને નોકરીએ રાખતી વખતે, ભાડે રૂમ આપતી વખતે અને ઘરના કામદારને નોકરી પર રાખતી વખતે અને અન્ય સ્થળોએ આધાર કાર્ડની માંગણી કરે છે.પરંતુ, તમે કેવી રીતે જાણો છો કે તમારી પાસે જે આધાર કાર્ડ છે તે નકલી છે કે અસલી? તે શોધવું એકદમ સરળ છે. તે જાણવા માટે તમે UIDAIની વેબસાઈટની મદદ લઈ શકો છો. આની મદદથી તમે આધાર કાર્ડને ક્રોસ વેરિફાઈ કરી શકો છો.
તમારું આધાર કાર્ડ અસલી છે કે નહિ તે તમે આ પદ્ધતિ દ્વારા જાણી શકશો. આધારકાર્ડ વેરીફાઈ ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે કરી શકાય છે. પહેલા આપણે ઓનલાઈન વેરિફિકેશન વિશે વાત કરીએ. તમે https://myaadhaar.uidai.gov.in/verifyAadhaar પર જઈને આધાર કાર્ડને ઓનલાઈન ચકાસી શકો છો.
આમાં યુઝરે માત્ર આધાર નંબર આપવાનો રહેશે. આ પછી, તમને વેબસાઇટ પર ઉંમર બેન્ડ, લિંગ, રાજ્ય અને આધાર કાર્ડના છેલ્લા ત્રણ અંકો વિશે માહિતી આપવામાં આવશે.
વેરિફિકેશન આ રીતે ઓફલાઈન ચેક કરી શકશો
આધાર કાર્ડ ઓફલાઈન પણ વેરીફાઈ કરી શકાય છે. આ માટે તમારે આધાર પર હાજર QR કોડને સ્કેન કરવાનો રહેશે. આ માટે તમે એપ સ્ટોર અથવા ગૂગલ પ્લે સ્ટોર પર આધાર QR સ્કેનર એપ ડાઉનલોડ કરી શકો છો.
તમને જણાવી દઈએ કે આધાર કાર્ડ પર હાજર QR કોડ UIDAI દ્વારા ડિજિટલી હસ્તાક્ષરિત છે. તે સુરક્ષિત છે. આની મદદથી તમે કોઈપણ આધાર કાર્ડને સરળતાથી વેરિફાઈ કરી શકો છો.