શાસક પક્ષ અને વિરોધ પક્ષો વચ્ચે કોરોના જેવા ગંભીર રાષ્ટ્રીય મહત્વ ધરાવતા મુદ્દા પર ચર્ચા વિચારણા કરીને સર્વસંમત નિર્ણય લેવા ખુદ વડાપ્રધાન સર્વપક્ષી બેઠક યોજે તેમાં મુખ્ય વિરોધ પક્ષના સોનિયા ગાંધી જેવા નેતા વિરોધ રૂપે હાજરી ન આપે એને રાષ્ટ્ર માટે અમંગળ એંધાણ અને અપશુકન નહિ તો બીજું શું સમજવું ? 

વિશ્ર્વના કોઈપણ દેશમાં, જયાં રાષ્ટ્રીય ચારિત્ર્યના ઘડતર બાબતમાં ત્યાંનો માનવ સમાજ બરાબર જાગૃત હોય અને એને લગતું શિક્ષણ ત્યાંના તમામ નાગરિકોને અપાતું હોય એ દેશ મહાન અને જગવિખ્યાત બને જ એમ કહેવાની જરૂર રહે ખરી? આપણા અંગ્રેજી સલ્તનત સામેનો જંગ ખેલવા જેમણે આઝાદ હિન્દ ફોજની રચના કરી હતી અને પોતે જ એના સેનાપતિ બન્યા હતા તે નેતાજી સુભાષચંદ્ર બોઝે એવો સ્પષ્ટ મત દર્શાવ્યો હતો કે, કોઈપણ દેશ આઝાદ થયા પછી એનો સર્વ પ્રથમ રાષ્ટ્રીય કાર્યક્રમ રાષ્ટ્રના રાષ્ટ્રીય ચારિત્ર્ય ઘડતરનો હોવા જોઈએ અને પ્રત્યેક નાગરિકને રાષ્ટ્રીય ચારિત્ર્ય ઘડતરનું દેશભકિતથી નીતરતું શિક્ષણ આપીને તેમને એકે એકને બધી રીતે સશકત બનાવી દેવા જોઈએ એમાં પુરૂષો પણ જોડાય અને મહિલાઓ જોડાય, યુવકો પણ જોડાય અને યુવતીઓ જોડાય એવો સિધ્ધાંત અપનાવવો જોઈએ.

આપણા દેશમાં અત્યારે દેશદાઝનો દુકાળ પડયો છે. અને રાષ્ટ્રીય ચારિત્ર્યના શિક્ષણ વડે ઘડાયેલા નાગરિકોની સંખ્યા નહિવત સ્તર પહોચી છે. એ આપણા દેશની જબરી કમજોરી બની ચૂકી છે.

આપણા બધા માટે જેમ આપણો રાષ્ટ્રધર્મ સર્વોપરિ છે, એમ રાષ્ટ્રની એકાત્મતા તેમજ રાષ્ટ્રની સ્વતંત્રતાની સલામતી પણ સર્વોપરી છે.

બીજી રીતે કહીએ તો આપણો રાષ્ટ્રધ્વજ સર્વોપરી છે અને એની મહાનતાનું ગૌરવ આપણા સૌના હૃદયે છે.

સિધ્ધાંતમાં અને આદર્શમાં આ બધું કોઈ પણ આઝાદ દેશમાં હોવું જ જોઈએ અને તે અનિવાર્ય ગણાવું જોઈએ. પરંતુ અત્યારે આપણો દેશ આનાથી વંચિત રહ્યો છે.

આપણાદેશમાં નથી સારાશિક્ષકો રહ્યા, નથી સારા વિદ્યાર્થીઓ રહ્યા, નથી અગાઉજેવા ઉત્તમ કોટિના આંતરરાષ્ટ્રિય સ્તરના પાઠયપુસ્તકો ને અભ્યાસક્રમો રહ્યા.

સંભવ છે કે એક સમય એવો આવશે કે, આપણા વિદ્યાર્થીઓને શેકસપિયર, રવીન્દ્રનથ, જગદીશચંદ્ર બોઝ, એસ. રાધાક્રિશ્ર્નન કોણ હતા એનીયે ગતાગમ નહિ હોય !

સાચા અર્થમાં અધ્યાપક માટે તેના વિદ્યાર્થીઓ એજ તેની ઉપાસનાની મૂર્તિ છે. એમની સેવા એ તેની પૂજા છે, એમનોવિકાસ એ એની પ્રસાદ છે. એમનું અધ:પતન એ તેનું નરક છે, અને ચારિત્ર્યની દ્દઢતા એ જ તેનું સ્વર્ગ છે. દુર્બળ લોકોને મોળા પડતા રોકેને શૂર ચઢાવે તે અધ્યાપક, ઢોર જેવા પ્રાણીને શિક્ષક દેવ જેવા માણસ બનાવી શકે છે. ગૂરૂએ શિષ્યમાં શાન રેડવાનું નથી. શિષ્યની બુધ્ધિ એ કંઈ વાસણ નથી. તે એક કમળ છે. સૂર્યની પેઠે દૂરથક્ષ જ પોતાના પ્રખર સૌમ્ય કિરણોથી તેનો વિકાસ કરવાનો છે. વિદ્યાર્થીઓને વિદ્યાનંદને સેવાનંદનો સ્વાદ ચખાડવો, અને આદર્શ પાછળ ગાંડા થવામાં જ જીવનની સફળતા છે તે સમજાવી દેવું, એ શિક્ષકનો આનંદ છે.

અજ્ઞાન સામે, અન્યાય સામે, અનાચાર સામે, ધીમું પણ પ્રખર યુધ્ધ ચલાવવું, એ કેળવણીકારનો સ્વધર્મ છે. સાચો કેળવણીકાર સમાજનો આશ્રિત નથી હોતો, પણ સમાજનો અગ્રેસર વિચારક હોય છે.

આપણી પાસે મહાન વાંચકો પણન નથી. આપણી પાસે ઉચ્ચ સ્તરનું લોકશાડીશાસન પર નથી.

હજુ એક દિવસ પહેલા જ આપણા વડાપ્રધાન કોરોના જેવા અતિ ગંભીર અને મહત્વના પ્રશ્ર્ને ચર્ચા વિચારણા કરવા અને સમગ્ર રાષ્ટ્રને સ્પર્શતો સર્વસંમત નિર્ણય લેવા માટે એક ખાસ, તાકીદની સર્વપક્ષી બેઠક યોજી હતી. આવી અતિ અગત્યની બેઠકમાં આપણા દેશના વિરોધ પક્ષ કોંગ્રેસના સર્વોચ્ચ નેતા સોનિયા ગાંધીએ શ્રીમોદી સારૂં શાસન ચલાવવામાં નિષ્ફળ ગયા છે એમ કહીને એમાં હાજરી આપી ન હોતી, ને શ્રી રાજીવ ગાંધીને મોકલી આપ્યા હતા. આશ્ર્ચર્યની વાત તો એ છે કે, તેમણે શ્રી મોદી નિષ્ફળ ગયા છે એ પૂરવાર કરવાના કારણો આપ્યા હતા.

બીજી બાજુ કોરોના વાયરસ સામેની જંગમાં પક્ષાપક્ષી ભૂલીને એક થઈ લડવાનો અનોખો દાખલો ઈઝરાયેલ વિશ્ર્વ સમક્ષ બેસાડયો છે. પોતાના નાગરિકોને નુકશાન કરનારને ખો ભૂલાવી દેતી ઈઝરાયેલ સરકાર અને વિરોધ પક્ષ સાથે મળી વાયરસને નાથવાનો નિર્ણય કરી ચૂકયો છે. તાજેતરમાં ઈઝરાયેલનાં વડાપ્રધાન બેન્ઝામીન નેતાન્યાહુ અને વિરોધ પક્ષના નેતા વચ્ચે બેઠક મલી હતી. આ બેઠકમાં આગામી ચૂંટણી મોકૂફ રાખીને સમગ્ર ધ્યાન કોરોના વાયરસ ઉપર કેન્દ્રીત કરવા બંને નેતાઓએ સહમતી દર્શાવી હતી ઈઝરાયલના સત્તાપક્ષઅને વિરોધ પક્ષે દાખવેલી પરિપકવતા ભારત માટે ઉત્તમ ઉદાહરણ પૂરૂ પાડી રહી છે.

ભારતના વડાપ્રધાને લોકશાહીને શોભે એ રીતે કોરોના મુદ્દે અતિ અગત્યનો નિર્ણય લેવા સર્વપક્ષી બેઠક યોજી અને કોંગ્રેસના સર્વોચ્ચનેતા સોનિયા ગાંધીને આમંત્રણ આપ્યું તેમાં હાજરી આપીને શ્રીમતી સોનિયાએ તેમનાં દ્રષ્ટિકોણ દર્શાવ્યા હોત અને કોરોના જેવા શત્રુની સામે લડવામાં આખોદેશ એક્છે એવા રાષ્ટ્રીય ભાવના દાખવીક હોત તો એ ભારતીય લોકશાહીનું ગૌરવ વધારત, એમ કોણ નહિ કહે?

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.