નરેન્દ્ર મોદી અને જોર્ડનના કિંગ અબ્દુલ્લા II બિન અલ હુસૈન ગુરુવારે ઈન્ડિયન ઈસ્લામિક સેન્ટરના કાર્યક્રમમાં સામેલ થયા. જેમાં બંને નેતાઓએ ઈસ્લામિક વિરાસત પર પોતાની વાત રજૂ કરી. પીએમ મોદીએ કહ્યું કે ઈસ્લામની વિરાસતને વ્યક્ત ન કરી શકાય પરંતુ તેને અનુભવી શકાય છે. માનવતાની વિરુદ્ધ જુલમ કરનારાઓ એ નથી જાણતા કે નુકશાન તેમના ધર્મનું પણ થાય છે, જેના માટે તેઓ લડવાનો દાવો કરે છે. બીજી તરફ, અબ્દુલ્લાએ કહ્યું કે ઈસ્લામમાં નફરતનું કોઈ સ્થાન નથી. આતંકવાદને તેની સાથે ન જોડવું જોઈએ. મહત્વપૂર્ણ છે કે, કિંગ અબ્દુલ્લા મંગળવાર રાત્રે 3 દિવસના પ્રવારે ભારત આવ્યા. ત્યારે મોદી તેમને રિસીવ કરવા એરપોર્ટ ગયા હતા.
મોદીએ ઈસ્લામ હેરિટેજ પર શું કહ્યું?
નરેન્દ્ર મોદીએ કહ્યું, ઈસ્લામની સાચી ઓળખ બનાવવા માટે તમારી મહત્વપૂર્ણ ભૂમિકાને વર્ણવી ન શકાય. તેને માત્ર અનુભવી શકાય છે. યોર હાઇનેસ પ્રિન્સના જે પુસ્તકનો હાલ ઉલ્લેખ થયો તે પણ જોર્ડનમાં તમારા પ્રયાસોનું એક શાનદાર પરિણામ છે. મને આશા છે કે તેનાથી લોકોને ઈસ્લામને સમજવામાં મદદ મળશે અને દુનિયાભરના યુવા ચોક્કસ વાંચશે. આપે જે રીતે ભારત આવવનું મારું આમંત્રણ સ્વીકાર્યું તે ભારત પ્રત્યે આપનો સ્નેહ દર્શાવે છે.