રાજકોટ સહિત સૌરાષ્ટ્ર ગુજરાતભરમાં મોહરમના શહીદ પર્વના વિવિધ કાર્યક્રમોનો આરંભ 28 જુલાઈએ તાજીયા પડમાં આવશે
ઇસ્લામ ના મહાન પેગંબર હજરત મહંમદ સાહેબના દોહિત્ર હજરત ઈમામ હુસેન અને તેમના 72 સાથી દારોએ સત્ય અને માનવ ધર્મની રક્ષા કાજે ઇરાકના કરબલા ના મેદાનમાં ધર્મ અને સત્ય કાજે વહોરેલી શાહદતની અમર યાદમાં દર વર્ષે મનાવવામાં આવતા મોહરમના શહીદ પર્વની ઉજવણી નો આજથી પ્રારંભ થવા પામ્યો છે. સત્ય કા જે અડગ રહીને જીવનના અંતિમ શ્વાસ સુધી અસત્યનો સાબુનો કરવાની વિશ્વના લગભગ તમામ ધર્મ સંપ્રદાય અને સંસ્કૃતિ માં નવા વર્ષની ઉજવણી આનંદ પર્વથી કરવામાં આવે છે જ્યારે ઇસ્લામિક કેલેન્ડર ના પ્રથમ મહિના મોહરમ ની ગમ શોક સાથે ઉજવણી કરવાની અનોખી પરંપરા છે .
હિજરી સન 61 અને ઈસવીસન 578માં ઈરાકના કરબલાના રણમાં હજરત મોહમ્મદ સાહેબના દોહીત્ર અને તેમના પરિવારજનો નું ખલીફા તરીકે સમર્થન મેળવવા માટે દુરાચારી શાસક યઝીદ ના લાખોના સૈન્યે યુદ્ધ કરીને હઝરત ઈમામ હુસૈન અને તેમના 72 સાથીદારો ને શહીદ કરી નાખ્યા હતા ..સત્ય કાજે ખેલાયેલા યુદ્ધ અને અપાયેલી કુરબાની ની અમર યાદમાં વિશ્વભરમાં દર વર્ષે મહોરમના શહીદ પર્વની ઉજવણી કરવામાં આવે છે, આ વર્ષે આજે તારીખ 20 જુલાઈ એ મોહરમની પ્રથમ તારીખથી શહીદ પર્વની શરૂઆત થઈ છે.
સૌરાષ્ટ્ર ગુજરાત અને દેશભરમાં મોહરમ ના વિવિધ કાર્યક્રમોનો પ્રારંભ થયો છે તારીખ 28મી જુલાઈએ તાજીયા પળમાં આવશે અને 29 મી તારીખે આસુરા મનાવી તાજીયા દફન કરવામાં આવશે કરબલાના શહીદો ની યાદ માં વાયજ મજલીસ. માતમ અને કરબલાના રણમાં ભૂખ તરસ અને યાતનાઓ સહન કરવા છતાં સત્ય થી ડગ્યા વગર ઇમામ હુસેન અને તેમના છ મહિનાના બાળક સહિત 72 જાંનિસાર ની કુરબાની ની યાદ માં ઠંડા પાણી શરબતની છબીલો અને આમ નીઆજ સમૂહ પ્રસાદ ન કાર્યક્રમો સાથે દસ દિવસના શહીદ પર્વની ઉજવણી નું આજથી પ્રારંભ થયો છે પરંપરા મુજબ તારીખ 28 જુલાઈએ મોહરમની નવ તારીખે તાજીયા પળમાં આવશે અને 29 તારીખે આસુરા તાજીયાઓની દફનવિધિ કરવામાં આવશે રાજકોટ જામનગર જુનાગઢ અમરેલી ધોરાજી ઉપલેટા માંગરોળ વેરાવળ ઉના કોડીનાર અને કચ્છ ભુજ માંડવી સહિત સૌરાષ્ટ્ર ર્મા કલાત્મક તાજીયાઓને અંતિમ ઓપ આપવામાં આવી રહ્યો છે.
રાજ્ય ઘરમાં બહોરા સમાજ દ્વારા મિશ્ર કેલેન્ડર મુજબ તહેવારોની ઉજવણીની પરંપરા હોય બોહરા સમાજે બે દિવસ પહેલા મોહરમ ના શહીદ પર્વ નો પ્રારંભ કર્યો છે.