ભારત દેશમાં વિસ્તૃત અને એક સમાન બેન્કિંગ પ્રણાલી હોવાથી ઇસ્લામિક બેંકોની જરૂર નહીં: આરબીઆઇ
દેશમાં ઇસ્લામિક બેંકો શરુ કધરવાના પ્રસ્તાવને રીઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ (આરબીઆઇ) નકારી કાઢયો છે. અને માહીતી અધિકારી (આરટસઆઇ) ને જવાબ આપતા આરબીઆઇએ કહ્યું કે, ભારત દેશમાં વિસ્તૃત અને સમાન બેકિંગ પ્રણાલી હોવાથી ઇસ્લામિક બેંકોની જરુર નથી. તેમજ ઇસ્લામિક બેન્કીંગ એવી નાણાકીય વ્યવસ્થા છે કે જે વ્યાજ નહી લેવાના સિઘ્ધાંત પર ચાલે છે. આ વ્યાજ વગરની પ્રણાલી ભારતમાં શકય નહિ હોવાનું આરબીઆઇએ જણાવ્યું છે.
આરબીઆઇએ વધુમાં જણાવતાં કહ્યું છે કે, ભારતમાં ઇસ્લામિક બેંક લાવવાના મુદ્દા પર રિઝર્વ બેંક અને સરકારે વિચાર વિમર્શ કર્યો છે અને બધા નાગરીકોને બેકિંગ અને અન્ય નાણાકીય સેવાઓની વિસ્તૃત અને સમાન તકની ઉપલબ્ધતાને ઘ્યાનમાં રાખી આ નિર્ણય લેવાયો છે.
ઉલ્લેખનીય છે કે, યુપીએના સમયમાં દેશમાં ઇસ્લામિક બેંક લાવવાનો પ્રસ્તાવ મુકાયો હતો. વર્ષ ૨૦૦૮માં આરબીઆઇના તત્કાલીન ગવર્નર રઘુરામ રાજનના નેતૃત્વમાં નાણાકીય ક્ષેત્રમાં સુધારાઓ અંગે એક સમીતીની રચના કરવામાં આવી હતી. આ સમીતીએ દેશમાં વ્યાજ વગરની બેકીંગ પણાલીના મુદ્દા અંગે વિચારણા કરવા ભાર મુકયો હતો. પરંતુ આ પ્રસ્તાની દેશમાં ભારણ વધવાના પગલે આરબીઆઇએ આ પ્રસ્તાવને નકાયો છે.
દેશમાં ઇસ્લામિક કે વ્યાજ મુકત બેકીંગ વ્યવસ્થા કાયમ કરવા માટેના પ્રસ્તાવ અંગે આરબીઆઇ પાસે માહીતી મંગાવવામાં આવી હતી. સરકારના નિર્દેશ પર આબીઆઇમાં એક ઇન્ટર ડીપાર્ટમેન્ટલ ગ્રુપની રચના કરાઇ હતી. આ ગ્રુપે દેશમાં વ્યાજ મુકત બેકિંગ પ્રણાલી શરુ કરવાની એક રીપોર્ટ સરકારને સોપ્યો હતો અને આરબીઆઇ એ પરંપરાગત બેંકોમાં એક ઇસ્લામિક વિંડો ખોલવાનું સુચન કર્યુ હતું.
વ્યાજ વગરની બેકિંગ પ્રણાલી શરુ થવાથી દેશમાં નાણાકીય ભારણ વધી શકે છે. એવી આશંકાથી આરબીઆઇએ આ પ્રકારે નિર્ણય કર્યો છે. ઉલ્લેખનીય છે કે વિશ્ર્વના ૧૦૫ દેશમાં ૩૦૦ થી વધુ ઇસ્લામિક નાણાકીય સંસ્થા છે. અને ૯ દેશોમાં ઇસ્લામીક બેંકો કાર્યરત છે.