“વસુદેવ કુટુંબકમ”ભારતીય સંસ્કૃતિ અને પરંપરા સૌને સાથે રાખવાની પ્રેરણા આપે છે ત્યારે હિન્દુસ્તાનમાં કોઈને પણ જરા પણ ભયભીત થવાની જરૃર નથી, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના અધ્યક્ષ મોહન ભાગવતે ગઇકાલે જણાવ્યું હતું કે ભારતમાં મુસ્લિમોને ભયભીત થવાની જરૃર નથી, ઇસ્લામ ખતરે મેં હૈ જેવા ભયજનક વિધાનો મુસ્લિમ સમાજના જ કેટલાક તત્વો સમગ્ર સંપ્રદાયને ભયભીત કરવા માટે ઉતારે છે ભારત વસુદેવ કુટુંબકમ ની ભાવના ને માને છે અને કોઈને પણ અહીં ઉભી થવાની જરૂર નથી તેમણે એમ પણ જણાવ્યું હતું કે કોણ મોબ લીન્ચિંગ જેવા બનાવો અને કટ્ટરવાદના તેઓ ક્યારેય હિમાયતી નથી.
મુસ્લિમોને હિન્દુસ્તાનમાં જરાય ભયભીત થવાની જરૂર નથી ભારતની પરંપરા વસુદેવ કુટુંબકમ ભાવના પર આધારિત છે પણ રાષ્ટ્રધર્મ સર્વોપરી!
અત્યારના યુગમાં વિકાસ આવશ્યક છે ત્યારે રાષ્ટ્રીય સામાજિક એકતા વગર વિકાસ શક્ય નથી, દેશમાં તમામ મુદ્દાઓ ચર્ચા અને વાટાઘાટોથી ઉકેલવા જોઈએ હિંદુ-મુતસ્લિમ અલગ નથી તમામ હિન્દુસ્તાનની હોના મક્ષફ એક જ છે હિન્દુસ્તાન નું વિભાજન ધર્મના આધારે ન કરવું જોઈએ અમે વિશ્વના સૌથી મોટા લોકતંત્ર માં છીએ આપણે હિંદુ મુસ્લિમના નામે દેશનું વિભાજન ન કરવું જોઈએ મોહન ભાગવતે જણાવ્યું હતું કે હું ક્યારેય મત ની રાજનીતિ ને મહત્વ આપતો નથી તેમણે જણાવ્યું હતું કેસંઘ વિચારધારા રાષ્ટ્રના વિકાસને વરેલી છે, સંઘ રાષ્ટ્રવાદને વરેલું છે તેના એજન્ડામાં માત્રને માત્ર રાષ્ટ્રહિત રહ્યું છે સંઘને સાચી રીતે ઓળખવું જોઈએ,
અત્રે એ પણ ઉલ્લેખનીય છે કે ભારતમાં વારંવાર મુસ્લિમોને લઘુમતી માં હોવાના મુદ્દે ભયભીત કરવામાં આવે છે પરંતુ ઇસ્લામ ખતરે મેં હૈ જેવી વાતો સમાજના જ કેટલાક લોકો કરીને સમગ્ર સમાજને ભયભીત કરી રહ્યા છે, ભારતીય સંવિધાન બંધારણ અને સમાજ વ્યવસ્થામાં ક્યારેય ધર્મ આધારિત વિભાજન થયું નથી ઇસ્લામ નો ઉદય અને પેગંબર હઝરત મહંમદ સાહેબના ઉપદેશો ને આધુનિક યુગ ની જરૂરિયાતો અને સ્થિતિ ને લઈને મૂલવવા જોઈએ ઇસ્લામના આદર્શ ઉચ્ચ માનવીય સંવેદના અને સામાજિક એકતા અને માનવ ધર્મ ને ઉજાગર કરનારા છે. ઇસ્લામમાં બહુપત્નીત્વ ની પરવાનગી આપવામાં આવી છે.
પરંતુ ઉદય વખતે કબીલાની સમાજ વ્યવસ્થા અને સતત પણે વિચારતા રહેવાની પરિસ્થિતિ ને લઈને કબીલા વચ્ચે સંઘર્ષમાં યુવાનો ના યુદ્ધમાં મૃત્યુ થતા હતા તે પરિસ્થિતિમાં યુવાન મહિલાઓ ને સામાજિક સુરક્ષા પ્રદાન કરવા માટે ચાર પત્ની ની છુટ હતી, હવે પરિસ્થિતિ ઉભી ગઈ છે,આ જ રીતે જેહાદ નો મુદ્દો વિકૃત રીતે સમજવાની પ્રણાલી છે ઇસ્લામમાં જેહાદનો અર્થ વિપરીત પરિસ્થિતિ માં પણ ઇસ્લામના સિદ્ધાંતો ને જાળવી રાખવા માટે સંઘર્ષ કરવા ને જે હા દ કહેવામાં આવે છે .
જેહાદ નો અર્થ યુદ્ધ ક્યારેય થતો નથી, ઇસ્લામ ક્યારે હિંસાને સ્વીકારતો નથી દરેક મુસ્લિમ માટે જે દેશ અને રાજ માં વસવાટ હોય ત્યાં વફાદારીને ધર્મ માનવામાં આવે છે તેવા આદર્શ ઇસ્લામ ના અનુયાયીઓ ભારતીય મુસ્લિમોને ધર્મના કેટલાક આગેવાનો પોતાના રાજકીય સ્વાર્થ માટે સતત ઇસ્લામ ખતરે મેં હૈ જેવા ભયજનક સંજોગો થી ભયભીત કરતા હોય છે ત્યારે મોહન ભાગવતે સ્પષ્ટ કહી દીધું છે કે ઇસ્લામ ખતરે મેં હૈ જેવી વાતો કરનાર લોકો મુસ્લિમોનું અહીતકરે છે.